Gujarat

બારડોલી પોલીસે બાતમીના આધારે ૩૩૧૮૦ની કિંમતનો દારૂ ઝડપાયો

બારડોલી
બારડોલી પોલીસે બાતમીના આધારે જાેગી ફળિયા નજીકથી ૩૩ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિ ઝડપાઇ ગયો હતો જ્યારે અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતા. મળેલી વિગત પ્રમાણે બારડોલી પોલીસને બાતમી મળી હતી કે બારડોલીનો લિસ્ટેડ બુટલેગર પોતાના પુત્રો સાથે મળી કારમાં વિદેશી દારૂ લઈ જાેગી ફળિયા પાસેથી પસાર થવાનો છે. આ આધારે વોચ ગોઠવવામાં આવતાં બાતમી પ્રમાણેની મારુતિ કાર નંબર જીજે-૦૫-સીજે-૮૧૫૮ નજરે પડતાં તેને અટકાવવામાં આવી હતી. કારચાલક આકાશ રાજુ રાઠોડ રહે. માતા ફળિયું બારડોલીને ઉતારી તપાસ કરવામાં આવતાં કારમાંથી પાસ પરમિટ વગરની ૩૩,૧૮૦ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ કારનું પાયલોટિંગ રાજુ થાનસિંગ રાઠોડ અને હિતેશ રાઠોડ કરતો હતો. જ્યારે દારૂ ઉકાઈના રહેવાસી રાહુલ વસાવા અને મેહુલ વસાવાએ મોક્લ્યો હતો. આ બનાવમાં આકાશ રાઠોડની અટક કરવામાં આવી હતી જ્યારે અન્ય ૩ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતાં. જ્યારે વિદેશી દારૂ, કાર અને એક મોબાઈલ સહિત કુલ ૧૪૩૧૮૦નો મુદ્દામાલ સીઝ કર્યો હતો.

Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *