રાજકોટ
મોરબી રોડ પર વેલનાથપરા ૧૬માં રહેતાં અને ઘરની નીચે જ પતિ સાથે વેલનાથ કૃપા ડેરી ફાર્મ નામે દુકાન ચલાવતાં ગુડ્ડીબેન જીતેન્દ્રંભાઇ કુકાવાએ બી-ડિવિઝન પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. તેઓ ૨૭ ઓક્ટોબરના સાંજે દુકાનમાં બેઠા હતાં અને પતિ સહિતના ઘરના સભ્યોો બહાર બજારમાં ગયા હતાં. આ વખતે મકાનનો પાછળનો દરવાજાે હવા ઉજાસ માટે ખુલ્લો રાખ્યો હતો. તેઓ એકાદ કલાક બાદ દુકાનમાંથી ઘરમાં આટો મારવા ગયા ત્યા રે તિજાેરીનું તાળુ તુટેલુ દેખાયું હતું અને અંદર રાખેલો સોનાનો હાર રૂ.૨ લાખનો, મગમાળા રૂ.૨ લાખની, ૪ વીટી રૂ. ૨ લાખની અને ગળાનું પેન્ડરન્ટા રૂ.૨ લાખનું મળી ૮ લાખના સોનાના દાગીના કોઈ ચોરી ગયું હતું. તેમણે પતિને જાણ કરતાં ઘરના સભ્યોા બહારથી પરત આવ્યાા હતાં અને ઘરમેળે તપાસ કર્યા બાદ પોલીસને જાણ કરતાં બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રૈયા ટેલિફોન એક્ષચેન્જા પાસે ક્રિષ્નાિ કોમ્પનલેક્ષમાં આવેલી ઓફિસ નં. એફ-૮માં જુગાર રમાતો હોવાની બાતમી એલસીબીને મળતાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયામ ચંદ્રેશ દેવાભાઇ વાળા, મહેન્દ્ર રતીલાલ ધકાણ, રાજેશ મીઠાભાઇ ખીમાણી અને રમેશ બાઉભાઇ ઉનડકટને પકડી રૂ.૧૩૧૩૦ રોકડા અને મોબાઇલ ફોન મળી રૂ.૨૬ હજારનો મુદ્દામાલ કબ્જેન કરાયો હતો. બીન જામીનલાયક તેમજ સજાના વોરન્ટ ની અસરકારક બજવણી કરવા મળેલી સુચના અંતર્ગત પ્ર.નગર ડી. સ્ટાાફની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યાવરે બાતમી પરથી નરોત્તમ હીરાભાઇ ઠક્કરનું નેગોશીએબલ એક્ટનના ગુનામાં સજાનું વોરન્ટ નીકળ્યુંય હોઇ તેને શોધી કાઢી વોરન્ટી બજવણી કરી હતી. આ શખ્સમ સામે ચાર વર્ષથી આ વોરન્ટો નીકળ્યું્ હોઇ તે સતત ફરાર રહેતો હોવાથી વોરન્ટ બજવણી થઇ શકી નહોતી. તેને પકડી લઇ કોર્ટ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી થઇ હતી. મીલપરા શેરી નં.૧૮માં વિરાણી બ્લો ક નં.૮માં રહેતાં જેતપુરના અને જેતપુર ખાતે યુનિયન બેંકમાં ઓફિસર તરીકે નોકરી કરતાં યશવર્ધનસિંહ ચંદ્રજીતસિંહ જાડેજા રાતે નવેક વાગ્યેા પોતાના નામના ભાઇના પત્નીજ કિન્નરીબા કૃષ્ણધજીતસિંહ જાડેજા તથા તેના નાના પુત્ર હર્ષાદિત્ય સિંહને લઇ રેસકોર્ષ ગ્રાઉન્ડિમાં ચકરડીઓ રાખવામાં આવે છે ત્યાંજ રમવા લઇ ગયા હતાં. આ વખતે હર્ષાદિત્યસસિંહ જમ્?પીંગ દડામાં રમતો હતો ત્યા રે બે અજાણી સ્ત્રી પણ તેની નાની છોકરીને જમ્પીં ગમાં રમાડવા લાવી હતી. આ બાળકો તેમાં રમતાં હતાં ત્યાબરે અજાણી બન્ને મહિલાએ કહ્યું કે તમારો છોકરો અમારી છોકરી પાસેથી દડો આંચકી લે છે. જેથી યશવર્ધનસિંહે બાળકો સમજે નહીં આ રીતે જ રમે, તેમને રમવા દો તેમ કહેતાં એ મહિલાઓએ બોલાચાલી કરી ઝઘડો કર્યા બાદ ફોન કરી કોઇને બોલાવતાં બે અજાણ્યાર પુરૂષ આવ્યાલ હતાં. જેમાં એક પાસે ધોકો હતો. આ બન્નેએ તથા અજાણી બે મહિલાઓએ મળી વધુ ઝઘડો કરી ગાળો દઇ યશવર્ધનસિંહને માર મારતા માથામાં ધોકો લાગતાં તે પડી ગયા હતાં અને લોહી નીકળવા માંડ્યું હતું. લોકો ભેગા થતાં હુમલો કરનારા ભાગી ગયા હતાં.


