નવીદિલ્હી
ટી૨૦ વર્લ્ડ કપમાં રોજ રોમાંચક મેચો જાેવા મળી રહી છે. તમામ ટીમો એકબીજા કરતાં ચઢે એવી છે. કોઈ પણ ટિમ બીજી ટીમને હરાવી શકવા માટે સક્ષમ છે. ત્યારે આજે પણ બાંગલાદેશ અને ઝીમ્બાબ્વે સામેની મેચમાં છેલ્લા બોલ સુધી રસાકસી થઈ હતી. અને પાકિસ્તાન સામે છેલ્લા બોલે મેચ જીત્યા બાદ આ મેચમાં ઝીમ્બાબ્વે ફાવ્યું નહોતું. બાંગલાદેશનો ત્રણ રને વિજય થયો હતો. સુપર ૧૨ની આજની મેચમાં ત્રણ મેચ રમવાની હતી જેમાં પહેલી જ મેચમાં ભારે રસાકસી જાેવા મળી હતી. બાંગ્લાદેશે ટોસ જીતીને ઝીમ્બાબ્વે સામે પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો અને ૧૫૧ રન બનાવ્યા હતા. ૧૫૨ રનનો ટાર્ગેટ અચિવ કરવા ઉતરેલી ઝીમ્બાબ્વેની ટીમ ૮ વિકેટે માત્ર ૧૪૭ રન જ બનાવી શકી હતી અને ત્રણ રને મેચ ગુમાવી બેઠી હતી. છેલ્લા બોલે નોબોલ પડતાં મેચનો રોમાંચ બમણો થઈ ગયો હતો અને છેલ્લે સુધી દાંત કચકચાવી રાખે એવી રોમાંચક મેચ થઈ હતી. ઝીમ્બાબ્વેના બેટ્સમેન મુઝારાબનીને છેલ્લા બોલે ફોર મારવી પડે એમ હતી પણ છેલ્લો બોલ તે ચૂકી ગયો હતો અને ટીમનો ત્રણ રને પરાજય થયો હતો.


