૧૩ માચેઁ જોડઁનની એક હોસ્પિટલમા ઓકસિજનને કારણે ૬ કોવિડના દદીઁઓ મૃત્યુ પામ્યા, આ જવાબદારી સ્વીકારીને જોડઁનના આરોગ્ય મંત્રીએ રાજીનામુ આપવુ પડ્યુ…. તે બાબતને યાદી આપી લાઠીના ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુમ્મરે એક નિવેદન જણાવ્યું હતું કે
ભારતમા અનેક હોસ્પિટલોમા હજારો કોવિડના દદીઁઓ મરી રહ્યા છે… હોસ્પિટલો સળગી રહી છે એક દિવસમા ૩૨૯૩ દદીઁઓ મૃત્યુ પામ્યા જે એક દિવસનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. એ મોત નહી હત્યાઓ છે….એપ્રિલ મહીનામા હાહાકાર મચી ગયો આશરે ૫૦,૦૦૦ લોકોના જીવ માત્ર આ એપ્રિલમા મહીનામા ગયા પરંતુ ઓકસિજન પ્લાન લગાવવાનો નિણઁય બે દિવસ પહેલા લેવામા આવ્યો. દેશમા સિસ્ટમ ખરાબ નથી હાલની સરકારની નિયત અને દિમાગ ખરાબ છે.પરંતુ રાજીનામુ નહી.. તે અંગે ગુજરાત અને હિન્દુસ્તાની અજય વિચારવાનો સમય પાકી ગયો છે તેમ શ્રી ઠુમ્મરે ઉમેર્યું હતું
પ૬ ઇંચની છાતીનો ઠેકો જેમને રાખ્યો હતો તે જનસેવામા કાયર સાબિત થયા છે દેશની જનતા આજે નેતૃત્વ વગરનો અનુભવ કરે છે, લાજ શરમ વગરની સરકારને નામદાર હાઇકોટેઁ ત્યા સુધી સંભળાવી દીધુ કે સરકાર એવુ ઇચ્છે છે કે લોકો મરતા રહે…સરકાર લોકોના જીવ નહી, ઇમેજ બચાવવા માંગે છે. દેશ રામ ભરોસે છે… આવા બેશરમ, જુઠા, નાકામ, ચાલબાજ, નકારા અને કામચોર શાસક વગઁ દેશે કયારેય નથી જોયો.
અને જયારે કોવિડ તેની દમ ઉપર લાશો ભેગી કરી લેશે, થાકશે અને તેના વળતા થશે પછી એ મકકાર નેતા તેની ક્રેડીટ લેવા પાછા આવી જશે, ફરી એક મનકી બાત અને વોટનો કટોરો લઇને …. ભિક્ષાવૃતિ કરવા નીકળ્યા છે હવે તો ગરવી ગુજરાત વિચારે તેમ જણાવી છે શ્રી ઠુમ્મરે વધારામાં ઉમેર્યું હતું કે
આમ સતામા બેઠેલાઓને તેની ઘનઘોર નિષ્ફળતાની સજા જનતા નહી આપે ત્યા સુધી દેશની જનતા લોકશાહીનો અનુભવ નહી કરી શકે.. વિરજીભાઇ ઠુંમર પૂર્વ સાંસદ ધારાસભ્ય લાઠી


