એક કાબિલ સરપંચ આદમભાઈ રાયમા..
કોટડા મઢ પર હમણા આખા કચ્છ ની નજર છે.કારણ કે કોરોના વાયરસ જેણે આખી દુનીયા મા દહેશત ફેલાવી છે.અને કોટડા મઢ ગામ ના 25 લોકો વિદેશ યાત્રા કરીને આવ્યા છે.અને 83 લોકો ને હોમ કોરન્ટાઈન મા રખાયેલા છે.ગામ મા તંત્ર દ્વારા ખૂબ જ કડકાઈ થી લોકડાઉન નુ પાલન કરાવવા મા આવે છે.
આવી કપરી પરીસ્થિતી મા સરપંચ તરીકે અને માનવ સેવા ના આશયથી આદમભાઈ 24 કલાક ખડે પગે ઉભા છે.ગામ ના પ્રશ્નો ના ઉકેલ લાવવા, કોરન્ટાઈન મા રહેલ લોકો નુ ધ્યાન રાખવુ, પોલીસ તંત્ર ને જવાબ આપવા,એસ.આર.પી. જવાનો માટે વયવસ્થા કરવી,આરોગ્ય વિભાગ ના લોકોને સહકાર આપી એમની કામગીરી કરાવવી,ગામ ના અન્ય બીમાર વ્યક્તિ માટે દવા ની વ્યવસ્થા કરવી,તાલૂકા અને જિલ્લા ના અધિકારીયો ને જવાબ આપવા ખેડુત લોકોને વયવસ્થા કરી આપવી અને આ ઉપરાત બીજા અનેક કાર્યો આદમભાઈ હાલ ખડે પગે કરી રહ્યા છે.પોતાની જાન ની પરવા કર્યા વગર લોકોની સેવા મા તેઓ લેશ પણ પાછીપાની કરતા નથી.ગામના પ્રથમ નાગરીક અને ગામના વડા તરીકે ની ફરજ તેઓ આવી કપરી પરીસ્થિતી મા બાહોશ નીભાવી રહ્યા છે.જે અભિનંદન ને પાત્ર છે.તમારી કામગીરી કાબિલેદાદ છે.હંમેશા આવી રીતે લોકો ની સેવા કરતા રહો અને ભવિષ્ય મા ઉચ્ચ રાજકીય નેતૃત્વ કરો
*રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર *
*ABC 24 NEWS GUJARAT*