Gujarat

સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લાનાં પ્રાથમિક શિક્ષકોનો વધઘટ અને તાલુકા અરસપરસ બદલી કેમ્પ યોજાયો 

(બદલી કેમ્પ માનનીય નિયામકશ્રીનાં પત્ર અન્વયે શિક્ષણ વિભાગનાં  ઠરાવ મુજબ સંપૂર્ણ પારદર્શકતાથી કોઈપણ જાતનાં વાદવિવાદ વગર પૂર્ણ કરવામાં આવેલ છે : ડૉ દિપક આર. દરજી)
               જિલ્લા પંચાયત કચેરી, સુરત ખાતે યોજવામાં આવેલ સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા 41 જેટલાં વધઘટવાળા શિક્ષકોનો બદલી કેમ્પ તેમજ તાલુકા અરસપરસનો બદલી કેમ્પ આવેલ અરજી મુજબ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. આ બદલી કેમ્પ માનનીય નિયામકશ્રીનાં પત્ર અન્વયે શિક્ષણ વિભાગનાં 1/4/22 નાં ઠરાવ મુજબ સંપૂર્ણ પારદર્શકતાથી કોઈપણ જાતનાં વાદવિવાદ વગર પૂર્ણ કરવામાં આવ્યો હતો.
               બદલી કેમ્પમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, બળવંતભાઈ પટેલ, ઇમરાનખાન પઠાણ, અનિલભાઈ ચૌધરી, સુરત જિલ્લા શૈક્ષિક સંઘનાં પ્રમુખ પ્રવીણભાઈ ચૌધરી ઉપરાંત  દરેક તાલુકાનાં ટી.પી.ઈ.ઓ. તેમજ તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *