જૂનાગઢ પ્રાદેશીક ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા સરદાર બાગમાં લેબ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મીરાર્થ સોલંકી કોઇને પણ કહ્યા વગર નીકળી જતા જૂનાગઢ પોલીસને જાણ કરતા ગણતરીની કલાકમાં શોધી કાઢી પોળતાના પરિવારને સપ્યા
_જૂનાગઢ રેન્જના ડીઆઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા* સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે…_
_તા. ૦૪/૦૫/૨૦૨૧ના સવારે ૧૧ વાગ્યે પ્રાદેશીક ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા સરદાર બાગ ખાતે લેબ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મીરાર્થ સોલંકી કોઇને પણ કહ્યા વગર નીકળી ગયેલ, તેની પાસે રહેલ મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હોય, પ્રાદેશીક ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાના ઇચા. મદદનિશ નિયામકશ્રી વિશાલ પરમાર પણ પોતાની ઓફીસમાં કામ કરતા કર્મચારી ઓફીસથી કોઇને પણ કહ્યા વગર નીકળી જતા ચીંતાતુર થયેલ. તેમના દ્રારા મીરાર્થ સોલંકીના ઘરે તપાસ કરતા ત્યા પણ તે હાજર ના મળતા તેઓ દ્રારા સી ડીવીઝન પો.સ્ટે. જાણ કરતા સી ડીવીઝન પો.સ્ટે.ના પી.એસ.આઇ. શ્રી પી.જે.બોદર દ્રારા કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ શાખા) પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જૂનાગઢના પી.એસ.આઇ. શ્રી પી.એચ.મશરૂને જાણ કરતા કરતા કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ શાખા) દ્રારા કાર્યવાહી હાથ ધરી ગણત્રીની કલાકોમાં શોધી કાઢેલ._
_જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બનાવની ગંભીરતા દાખવી અને મીરાર્થ સોલંકીને શોધવા સારૂ કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ શાખા) ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ પો.કો. રવિરાજ સિંહ વાઘેલા, અશોકભાઇ રામ, જીવાભાઇ ગાંગણા, વિમલભાઈ ભાયાણી તથા સી ડીવીઝન પો.સ્ટે.ના પી.એસ.આઇ. શ્રી પી.જે.બોદર, પો.કો. ચેતનસિંહ સોલંકી, ગોવિંદભાઈ પરમાર, કરણસિંહ ઝણકાત *સહીતની ૨ પોલીસ ટીમ* દ્વારા તપાસ હાથ ધરી, કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ શાખા) દ્રારા *VISWAS પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સી.સી.ટી.વી. કેમેરા મારફતે* ગુમ થયેલ મીરાર્થ સોલંકીની શોધખોળ કરવા માટેની કાર્યવાહી હાથ ધરેલ. સી.સી.ટી.વી. કેમેરા મારફતે તપાસ કરતા મીરાર્થ સોલંકી આવા ઉનાળાના સખ્ત તાપમાં સરદાર બાગથી ચાલતા ચાલતા ગાંધીચોક, રેલ્વે સ્ટેશન, મજેવડી ગેઇટ, શક્કર બાગ, સાબલપુર ચોકડી સુધી નજરે પડેલ. *કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ શાખા) ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ દ્રારા હ્યુમન ઇન્ટેલીજન્સનો ભરપુર ઉપયોગ કરી મીરાર્થ સોલંકી ધોરાજી ચોકડી થી ધોરાજી બાજુ જ ગયેલ હોવા જોઇએ એવું અનુમાન લાગાવેલ*,જેથી વિના વિલંબે અને ખૂબજ જહેમત ઉઠાવી પ્રાદેશિક ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાની કચેરીના કર્મચારી અંકિત નારિયા, અશોક પરમાર, કીરીટ નાથજી, ઉર્વેશ ઘુમલીયા, ફરહાન ભાઈ, અનિલ સોલંકી સહિતના સ્ટાફનો સહયોગ મેળવી મીરાર્થ સોલંકીને ઝાલણસર ધોરાજી હાઇવે પરથી શોધી કાઢવામાં આવેલ._
_મળી આવતા મિરાર્થ સોલંકીની વધુ પૂછ પરછ કરતા, મિરાર્થ પોતે ડિપ્રેશનમાં આવી જતા પોતાને પણ ખબર ના હોય કે પોતે ક્યા જતો રહેલ હોય?. જેને *જૂનાગઢ પોલીસની ઝીણવટભરી તપાસના આધારે ગણત્રીની કલાકોમાં ભારે જહેમત ઉઠાવી શોધી કાઢેલ હતો. આમ જો પોલીસ દ્વારા સમયસૂચકતા વાપરી અને મિરાર્થને શોધવામાં આવેલ ના હોત તો મિરાર્થ આવા ઉનાળાના ભર તડકામાં ચાલી ચાલી ને ડી હાઈડ્રેેેેશનના કારણે પડી જાત અને કોઈ અકસ્માત સર્જાય જાત તો તેવું વિચારી તેમના ઓફિસ સ્ટાફ, તથા પરિવારના સભ્યો હચમચી ગયેલ અને પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીના કારણે મિરાથ ગણત્રીની કલાકોમાં પરત મળ્યાની લાગણી વ્યક્ત કરી જૂનાગઢ પોલીસનો વારંવાર આભાર વ્યક્ત કરેલ હતો…*_
_જૂનાગઢ પોલીસ દ્વારા મીરાર્થ સોલંકીને ગણત્રીની કલાકોમાં શોધી તેમના પરીવારને સહી સલામત સોંપવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને પ્રાદેશીક ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાના ઇચા.મદદનિશ નિયામકશ્રી વિશાલ પરમાર અને તેમના પરિવાર જનોએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો._
_જૂનાગઢ જિલ્લા *પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ પ્રજા સાથે સવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ શાખા) પોલીસ અને સી ડીવીઝન પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, *જૂનાગઢ પોલીસ દ્વારા ગણત્રીના કલાકોમાં ગુમ થયેલ બંને મીત્રોને શોધી પરીવાર સાથે મીલન કરાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે_….
રિપોર્ટર, મહેશ કથીરિયા
જૂનાગઢ