મળતી માહિતી મુજબ બોડેલી તાલુકાના રાજનગર ખાતે રહેતા અરવિંદભાઈ બારીયાનો પુત્ર જયેશ બારીયા ઉ.વર્ષ ૨૭ બોડેલીની એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હોઈ તે બોડેલી ખાતે નોકરી માટે ગયો હતો ત્યાર બાદ તે સાંજના સમયે પોતાના ઘરે જવા માટે નીકળ્યો હતો તે દરમિયાન માંકણી ગામ પાસે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં આવેલ સિમેન્ટ ફેનસિંગની લાઈન સાથે ધડાકાભેર અથડાતા જયેશને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા થવા પામી હતી જ્યારે બનાવની જાણ તેના મિત્રો સહિત આસપાસના ગ્રામજનોને થતા સ્થળ પર પોહચ્યા હતા અને એમ્બ્યુલન્સ મારફતે જયેશને બોડેલીની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હટ્સ ત્યાં ફરજ પરના તબીબે જયેશને મૃત જાહેર કર્યો હતો તદુપરાંત બનાવને લઈ બોડેલી પોલીસ સ્થળ પર પોહચી અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી અને લાશને પીએમ અર્થેની તજવીજ હાથ ધરી હતી બનાવને લઈ જયેશના પિતાએ બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે જ્યારે પિતા અને માતાએ પોતાનો એકનો એક પુત્ર ગુમાવતા પરિવાજોમાં ભારે આક્રંદ છવાયો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી
