Gujarat

બોડેલી બજાર સમિતિમાં ગુરૂવાર થી કપાસ ની જાહેર હરાજી નો શુભારંભ પ્રમુખ શિવ મહારાઉલ ની ઉપસ્થિતિ માં થયો હતો

હરાજી માં પ્રથમ દિવસે કપાસ ના આવેલા બે વાહનો નો પ્રતિ ક્વિન્ટલ ભાવ 8585 રૂપિયા વેપારીઓ એ બોલાવી ખેડૂતો ને ખુશ કર્યા હતા.
  જીનારો એ કપાસ નુ મુહુર્ત કર્યું ત્યારે 8100 થી ભાવ પડ્યો અને 7500 થી 7875 સુધી ગગડી ગયા હતા. પણ હરાજી માં ભાવ ઊંચે બોલાવ્યા હતા. થોડાક દિવસ માં કપાસ ની હરાજી બરાબર ચાલુ થઈ જશે તેવી વેપારીઓ એ આશા વ્યક્ત કરી હતી.
  જોકે આ વખતે સીસી આઈ નો ટેકા નો ભાવ 6380 રૂપિયા છે તેથી ખેડૂતો નોં કપાસ ગત વખત ની જેમ સીસી આઈ ખરીદી શકે તેવી સ્થિતિ માં નથી. જેથી ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે. ગત વર્ષે રાજ્ય સરકાર નુ 500રૂપિયા બોનસ હતું, તે હાલ 1000 કરાય તો ખેડૂતો માટે સીસી આઈ ભાવ ઘટે તો ખરીદી કરી શકે . અનાજ વિગેરે કરતા કપાસ ની MSP નહિવત છે. ત્યારે ચૂંટણી ના વર્ષો માં સરકાર ખેડૂતો ની વ્હારે આવે તે જરૂરી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221104-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *