આજરોજ તારીખ 7 /5 /2021 ના રોજ ભેસાણ તાલુકાનું નવી ધારી ગુંદાળી ગામ આશરે બે હજાર લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં 15 બેડનું આઇસોલેશન વોર્ડ ચાલુ કરવામાં આવ્યું છે અને નવી ધારી ગુંદાળી ના સરપંચ લાલજીભાઈ મોવલીયા કોરોના પોઝિટિવ હોવાના કારણે હાલ કોરનટાઈનછે તેથી ઉપ સરપંચ જશુભાઈ વાળા અને ગ્રામ પંચાયતના સભ્ય મનસુખભાઇ મોવલીયા દ્વારા ખૂબ સારી રીતે આઇસોલેશન વોર્ડ નું સંચાલન કરી રહ્યા છે અને દર્દી માટે સવારે એકદમ હેલ્ધી નાસ્તો મગનું પાણી ફ્રેશ જ્યુસ અને બે ટાઈમ જમવા ની પણ સારીવ્યવસ્થા કરવામાં આવી છે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ડોક્ટરો નો સ્ટાફ પણ ખૂબ જ સારી સેવા કરી રહ્યા છે
રિપોર્ટર પંકજ વેગડા ભેસાણ



