Madhya Pradesh

મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલ-ઈન્દોરના લોકોને મેટ્રોની ભેટ આપી

ભોપાલ
મધ્યપ્રદેશના લોકોને ટૂંક સમયમાં રાજધાની દિલ્હી જેવી મેટ્રોની ભેટ મળવા જઈ રહી છે. ભોપાલ અને ઈન્દોરમાં મેટ્રો ટ્રેનના ટ્રાયલ રનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સપ્ટેમ્બરમાં અહીં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન થવાનું છે. તે પહેલા આજે શનિવારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ મેટ્રો મોડલ કોચનું અનાવરણ કરવા પહોંચ્યા હતા. સ્માર્ટ સિટી પાર્ક ખાતે મેટ્રો મોડલ કોચના અનાવરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બાદમાં સામાન્ય લોકો પણ તેને જાેઈ શકશે. મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળ ભોપાલ-ઈન્દોરમાં ઓરેન્જ લાઈન અને બ્લુ લાઈન બનાવવામાં આવી રહી છે. ભોપાલ-ઈન્દોર મેટ્રો પ્રોજેક્ટનું કામ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થઈ જશે. માહિતી અનુસાર, ભોપાલ મેટ્રો લાઇનની લંબાઈ ૩૧ કિલોમીટર છે અને તેની કિંમત ૭૦૦૦ કરોડ છે, જ્યારે ઈન્દોર મેટ્રો લાઇનની લંબાઈ પણ ૩૧ કિલોમીટર છે અને તેનો ખર્ચ ૭૫૦૦ કરોડ છે.
ભોપાલ અને ઈન્દોર મેટ્રોની વિશેષતાઓ.. જે જણાવીએ, ઓટોમેટિક દરવાજાે, સ્ટાર્ટ-સ્ટોપ અને ઇમરજન્સી હેન્ડલિંગ, સાયબર એટેક અને હેકિંગથી સુરક્ષિત, કોચમાં ૫૦ મુસાફરોની બેઠક ક્ષમતા અને ૩૦૦ ઉભા રહી શકે તેવી વ્યવસ્થા, દર બે મિનિટે આવવા-જવાની ફ્રિક્વન્સી, બ્રેક્સ સાથે એનર્જી રિ-જનરેશન ટેક્નોલોજી દ્વારા ઊર્જાની બચત, જર્મ કંટ્રોલ અને એર ફિલ્ટરેશનની ટેક્નોલોજી કોચમાં હશે, હવા હંમેશા સ્વચ્છ રહેશે, કોચમાં સીસીટીવી લગાવવામાં આવશે, એઆઈ ટેક્નોલોજીથી ઓપરેટ થશે, ઑટોમેટિક ઑબ્જેક્ટ ઓળખ (કેમેરો ચહેરાને ઓળખશે), સ્વચાલિત અને સ્માર્ટ લાઇટિંગ કંટ્રોલ સિસ્ટમ, હાઇલેવલ પેસેન્જર સેફ્ટી (ૐન્૩ જીંટ્ઠહજટ્ઠઙ્ઘિ), દિવ્યાંગો માટે ખાસ વ્હીલ ચેર અને બેસવાની યોગ્ય જગ્યા હશે અને કોચ મેન્ટેનન્સ માટે ૧૫ વર્ષની સર્વિસ ગેરંટી જેવી વિશેષતાઓ સામે કરાઈ છે.
ભોપાલ અને ઈન્દોર મેટ્રોની અન્ય વિશેષતાઓ.. જે જણાવીએ, ટ્રેક્શન અને પાવર સપ્લાય, શહેરની સુંદરતા જાળવવા માટે વાયર મેશ ફ્રી વિશ્વસનીય ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમ ૭૫૦ફ ડ્ઢઝ્ર ત્રીજી રેલ, સ્ઁમાં પ્રથમ વખત ૧૩૨ દ્ભફ પાવર સપ્લાય અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે, મોટરાઇઝ્‌ડ શોર્ટ સર્કિટ ઉપકરણ, ઈમરજન્સી પેસેન્જર ઈવેક્યુએશન માટે ત્રીજી રેલ પાવરની ઓટોમેટિક સ્વિચ, છત પર સોલાર પેનલ, સ્ટેશન પર ખાસ વ્યવસ્થા, ઊર્જા બચત માટે સ્વચાલિત પ્રકાશ નિયંત્રણ સાથે સ્માર્ટ લાઇટિંગ, મુસાફરોની સલામતી માટે ફાયર ફાઈટિંગ સિસ્ટમની જાેગવાઈ, મુસાફરોની સુરક્ષા માટે સ્ટેશન પ્લેટફોર્મ પર ઇમરજન્સી પાવર સ્વીચ ઓફ સિસ્ટમ, ઊર્જા કાર્યક્ષમ એર કન્ડીશનીંગ, ઈફ ચાર્જિંગથી સજ્જ સ્ટેશનો સાથે ટુ-વ્હીલર પાર્કિંગ. જેવી વિશેષતાઓ સામેલ કરવામાંઆવી છે.
ઇન્દોર મેટ્રો રેલ પ્રોજેક્ટ વિશે અન્ય માહિતી.. જે જણાવીએ, ઇન્દોર મેટ્રો પ્રોજેક્ટ હેઠળ ઇન્દોર શહેરમાં યલો લાઇન બનાવવામાં આવી રહી છે, આ લાઇનમાં ૮.૭ કિલોમીટરનો ભૂગર્ભ ભાગ પણ છે અને યલો લાઇનમાં ૨૧ એલિવેટેડ સ્ટેશન છે. જેમાં ગાંધી નગર, સુપર કોરિડોર-૬,૫,૪,૩,૨,૧, ભવર કુઆ સ્ક્વેર, સ્ઇ-૧૦, ૈંજીમ્‌, ચંદ્રગુપ્ત સ્ક્વેર, હીરા નગર, બાપટ સ્ક્વેર, મેઘદૂત ગાર્ડન, વિજય નગર સ્ક્વેર, માલવિયા નગર સ્ક્વેર, શહીદ બાગ, ખજરાના, બંગાળી સ્ક્વેર, પત્રકાર કોલોની અને પલાસિયા. હવે જાે આ સાત અંડરગ્રાઉન્ડ સ્ટેશન ની વિગતો જણાવીએ તો, ઈન્દોર રેલ્વે સ્ટેશન, રજવાડા, છોટા ગણપતિ, બડા ગણપતિ, રામચંદ્ર નગર, કલાની નગર અને એરપોર્ટ.
ભોપાલ મેટ્રો રેલ પ્રોજેક્ટ વિશે અન્ય માહિતી જે જણાવીએ, ભોપાલ મેટ્રો પ્રોજેક્ટ હેઠળ ભોપાલ શહેરમાં બે લાઇન ઓરેન્જ લાઇન અને બ્લુ લાઇન બનાવવામાં આવી રહી છે. એઈમ્સથી કરોંદ ઈન્ટરસેક્શન સુધીના બાંધકામ હેઠળની ઓરેન્જ લાઈનની કુલ લંબાઈ ૧૬.૭૪ કિમી છે. અને તેનો ૩.૩૯ કિમીનો ભૂગર્ભ ભાગ છે. ઓરેન્જ લાઇનમાં બે અંડરગ્રાઉન્ડ સ્ટેશન (ભોપાલ સ્ટેશન, નાદરા બસ સ્ટેન્ડ) અને ૧૪ એલિવેટેડ સ્ટેશન છે. એઈમ્સ, અલકાપુરી, ડીઆરએમ ઓફિસ, રાણી કમલાપતિ, એમપી નગર, બોર્ડ ઓફિસ, કેન્દ્રીય વિદ્યાલય, સુભાષ નગર, પુલ બોગડા, આઈશબાગ, સિંધી કોલોની, ડીઆઈજી બંગલો, કૃષિ ઉપજ મંડી અને કરોંદ ચૌરાહા. રત્નાગિરી તિરાહેથી ભડભડા સ્ક્વેર સુધીની મેટ્રો રેલની બ્લુ લાઇનની કુલ લંબાઈ ૧૪.૧૬ કિમી છે. ૧૪ એલિવેટેડ સ્ટેશન બનાવવામાં આવશે જેમાં રત્નાગીરી તિરાહા, પીપલાની, ઈન્દ્રપુરી, જેકે રોડ, ગોવિંદપુરા ઈન્ડસ્ટ્રીયલ-ગોવિંદપુરા, પ્રભાત પેટ્રોલ પંપ, પુલ બોગડા, પરેડ ગ્રાઉન્ડ, મિન્ટો હોલ, રોશનપુરા સ્ક્વેર, જવાહર સ્ક્વેર, ડેપો સ્ક્વેર અને ભદભદા સ્ક્વેર નો સમાવેશ કરવામાં આવશે. સપ્ટેમ્બર-૨૦૨૩માં સુભાષ નગરથી રાણી કમલાપતિ સ્ટેશન સુધી ટ્રાયલ લેવામાં આવશે. આ મેટ્રો પ્રોજેક્ટ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *