Gujarat

45 દિવસમાં UK વર્ક પરમિટ આપવાનું કહીને 79.30 લાખ પડાવ્યા, બેંગ્લોરની કંપનીએ અમદાવાદની ઓફિસ બંધ કરી દીધી

વિદેશી જવાની ઘેલછામાં લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હોય છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવક સહિત પાંચ લોકોને યુકેના વર્ક પરમીટ વિઝા 45 દિવસમાં આપવાની કહીને પાંચ લોકો પાસેથી 79.30 લાખ પડાવવામાં આવ્યા હતા. પૈસા લીધા બાદ કંપનીની ઓફિસ બંધ કરી દેવામાં આવી હતી. આ અંગે સેટેલાઈટ પોલીસે વિઝા કંપનીના ડાયરેક્ટર […]

Gujarat

દહેગામના ગણેશપુરા રોડ પર બે બાઈક સામસામે અથડાઈ, દીકરાની નજર સામે માતાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું

દહેગામના ગણેશપુરા રોડ ઉપર બાઈક ચાલકે પોતાનું બાઇક બેફિકરાઈથી હંકારીને સામેથી આવતા અન્ય એક બાઈકને અથડાવી દીધું હતું. આ અકસ્માતમાં એક બાઈકમાં સવાર માતા-પુત્ર ઉછળીને રોડ પર પટકાયા હતા. જેથી ગંભીર ઈજાઓ થવાના કારણે માતાનું પુત્રની નજર સામે મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર બાઈક સવાર યુવાનોને પણ શરીરે ઈજાઓ થઈ હતી. આ અંગે દહેગામ […]

Gujarat

રાજકોટના અગ્નિકાંડ બાદ બંધ કરેલી કમાટીબાગની જોય ટ્રેન શરૂ,પહેલા દિવસથી સહેલાણીઓનો ધસારો

રાજકોટમાં ટીઆરપી ઝોન અગ્નિકાંડ બાદ રાજ્યમાં વડોદરા સહિત અલગ-અલગ શહેરમાં એમ્યૂઝમેન્ટ પાર્ક, એડવેન્ચર પાર્ક, ગેમ ઝોનને બંધ કરવામાં આવ્યા હતા. જેના 5 મહિના અને 12 દિવસ બાદ હવે નવા નિયમો અનુસાર ડોક્યુમેન્ટની પૂર્તતા કરાતાં કમાટીબાગની જોય ટ્રેન શરૂ કરવામાં આવી છે. ટ્રેન શરૂ થતાં જ સહેલાણીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગત મે મહિનાના રાજકોટ […]

International

ખતરનાક કિલરને આપી હતી સોપારી, 7 દિવસમાં ટ્રમ્પને ઢાળી દેવાનો પ્લાન હતો

અમેરિકાએ ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડવાનો ગંભીર આરોપ લગાવ્યા છે. અમેરિકન ગુપ્તચર એજન્સી એફબીઆઈએ ષડયંત્રનો પર્દાફાશ કરતા મેનહટન કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ કેસ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટની મદદથી નોંધવામાં આવ્યો છે. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના કાવતરા પાછળ ઈરાનનો હાથ હોવાના આરોપ લગાવ્યા છે. શુક્રવારે મેનહટનની ફેડરલ કોર્ટમાં […]

International

ભારત સરકારના સૂત્રોએ રંધાવાના કેનેડામાં ખાલિસ્તાન સહાનુભૂતિ ધરાવતા લોકો સાથેના સંબંધોનો સંકેત આપ્યો હતો

કથિત માસ્ટરમાઇન્ડ, ગગનપ્રીત સિંહ રંધાવા, જે હાલમાં કેનેડિયન પોલીસ કસ્ટડીમાં છે, તેના પર કન્ટ્રોલ્ડ ડ્રગ્સ એન્ડ સબસ્ટન્સ એક્ટ અને કેનેડાના ક્રિમિનલ કોડ હેઠળ સાત ડ્રગ્સ અને ફાયર આર્મ્સ સંબંધિત ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે. દરમિયાન, ભારત સરકારના સૂત્રોએ રંધાવાના કેનેડામાં ખાલિસ્તાન સહાનુભૂતિ ધરાવતા લોકો સાથેના સંબંધોનો સંકેત આપ્યો હતો. તેઓએ ધ્યાન દોર્યું કે આ સમાચારે […]

National

સુપ્રીમ કોર્ટે કહ્યું- લીક થયેલા ઓડિયોમાં અવાજ CMનો છે કે નહીં તેની તપાસ માટે તૈયાર

​​​​​​મણિપુરના કુકી સંગઠને કેટલીક ઓડિયો ક્લિપ્સને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે CM બિરેન સિંહે મણિપુરમાં હિંસા ભડકાવી છે. આ અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે કહ્યું કે લીક થયેલા ઓડિયોમાં અવાજ મુખ્યમંત્રી બિરેન સિંહનો છે કે નહીં તેની તપાસ થવી જોઈએ. અમે આ તપાસ માટે […]

Gujarat

રિકલ્ટને 104 મીટરમાં છગ્ગો માર્યો, ક્રુગરે 11 બોલની ઓવર ફેંકી; મોમેન્ટ્સ

ભારતે પ્રથમ T20માં દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું હતું. ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં રમાયેલી એકતરફી મેચમાં સંજુ સેમસને સતત બીજી સદી ફટકારી હતી અને 107 રનની ઇનિંગ રમી હતી. ભારતે દક્ષિણ આફ્રિકાને 203 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પ્રોટીઝ ટીમ 17.5 ઓવરમાં 141 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈને 3-3 વિકેટ મળી […]

Sports

BCCIએ લેખિતમાં કંઈ નથી આપ્યું, ભારતીય બોર્ડે કહ્યું હતું- પાકિસ્તાનમાં નહીં રમે

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં આ દાવો સામે આવ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ કહ્યું છે કે તેમને લેખિતમાં કંઈ મળ્યું નથી. હજુ સુધી અમારી સાથે હાઇબ્રિડ મોડલ વિશે કોઈએ ચર્ચા કરી નથી. 8 નવેમ્બરે ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં BCCIના સૂત્રોને ટાંકીને દાવો કરવામાં […]

Gujarat

ગુજરાત કેડરના નવ પ્રોબેશનર આઈપીએસ અધિકારીઓએ રાજભવન ખાતે રાજ્યપાલની સૌજન્ય મુલાકાત લીધી

ગુજરાત કેડરના નવ પ્રોબેશનર આઈ.પી.એસ. અધિકારીઓ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાતે પહોંચ્યા હતા. આ અવસરે રાજ્યપાલે અધિકારીઓની અભિનંદન પાઠવી જરૂરિયાતમંદ દુઃખી વ્યક્તિનું દુઃખ દૂર કરવા હંમેશા પ્રયત્નશીલ રહેવાની શીખ આપી હતી. ગુજરાત કેડરના નવ પ્રોબેશનર આઈ.પી.એસ. અધિકારીઓએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ અવસરે રાજ્યપાલે કહ્યું કે, પોલીસ પ્રશાસનમાં લોકોની જે […]

Gujarat

લગ્નના ત્રીજા દિવસે જ સાસરિયાએ પોત પ્રકાશયુ, સાસુએ ગંગાજળથી દાગીના શુદ્ધ કર્યાને પતિએ ઘરમાંથી ધક્કામુક્કી કરી તગેડી મૂકી

ગાંધીનગરનાં ઉમિયા માતાના મંદીરમાં લગ્ન કરીને સાસરીએ ગયેલ પરિણીતાને પતિ સહિતના સાસરિયાએ નીચી જાતિની હોવાનું કહી શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. લગ્ન સમયે પુત્રવધૂને પહેરવા આપેલા દાગીના સાસુએ ત્રીજા દિવસે ગંગાજળથી શુદ્ધ કરી જાતિ વિષયક અપશબ્દો બોલ્યા હતા. તો પતિએ પણ મારઝૂડ કરીને ઘરમાંથી તગેડી મૂકતા પરિણીતાને પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની […]