ગત વર્ષ ઑક્ટોબરમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી, ઇઝરાયલની બાંધકામ કંપનીઓએ કથિત રીતે સરકાર પાસેથી પેલેસ્ટિનિયન મજૂરોની જગ્યાએ ભારતીય કામદારોને નોકરી પર રાખવાની મંજૂરી માંગી હતી. જે બાદ ઈઝરાયલની કંપનીઓએ ગુજરાત હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી કામદારો લીધા છે. જે કામદારોમાં પંચમહાલ અને દાહોદ જિલ્લાના અનેક લોકો ઇઝરાયલ ખાતે […]
Author: Admin Admin
વાણિયાવાડથી પીપલગ સુધી 2 કિમી વિસ્તારમાં 1200 વૃક્ષો રોપવાનું કાર્ય શરૂ
નડિયાદને વધુ હરિયાળું બનાવવાના પ્રયાસ રૂપે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ ‘માં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ’ના સહયોગથી મેઘા વૃક્ષારોપણ ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. વાણિયાવાડ ક્રોસિંગથી પીપલગ ગામ સુધીના લગભગ 2 કિલોમીટરના વિસ્તારમાં રોડની બંને બાજુએ 1200 વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વૃક્ષારોપણ કાર્યક્રમની વિશેષતા એ છે કે વૃક્ષો […]
18 વર્ષીય અક્ષયનો મૃતદેહ મળ્યો, 22 વર્ષીય અમિતની શોધખોળ જારી
ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં 3 યુવકો ડૂબ્યા હોવાનો બનાવ સામે આવ્યો હતો. જોકે સેવાલીયા પોલીસે તપાસ કરતા ત્રણ નહીં પણ ટીંબાના મુવાડ ગામના બે યુવકો ડુબ્યા હતા. જે પૈકી એકનો મૃતદેહ ગતરોજ મળી આવ્યો હતો. જ્યારે બીજો યુવાનની કોઈ ભાળ મળી આવી નહોતી. ઘટનાના 24 કલાક જેટલો સમય વિત્યો છતાં બીજા ડુબેલા યુવાનનો […]
સામાન્ય ચૂંટણીમાં 79.58% અને પેટા ચૂંટણીમાં 66.85% મતદાન, 10 તાલુકા મથકે સવારે 9થી મતગણતરી
ખેડા જિલ્લામાં 22 જૂને યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ 25 જૂને જાહેર થશે. જિલ્લામાં કુલ 99 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. આમાં 84 સામાન્ય અને 15 પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે. મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું. સામાન્ય ચૂંટણીમાં 79.58 ટકા અને પેટા ચૂંટણીમાં 66.85 ટકા મતદાન નોંધાયું છે. સરપંચ અને સભ્ય પદ માટે કુલ […]
રબારી વાડ, નાના કુંભનાથ અને વીકેવી રોડ પર પાણી ભરાયા
નડિયાદ શહેરમાં સોમવારે એક કલાકના ગાળામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. શહેરના રબારી વાડ વિસ્તાર, નાના કુંભનાથ રોડ અને વીકેવી રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ વિસ્તારોમાં પાણી ભરાવાથી નાગરિકોની અવરજવર પ્રભાવિત થઈ છે. લોકોને આ માર્ગો પરથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. આ વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા […]
દંતાલીમાં રસ્તા પર કાદવ કિચડ થઇ જતાં બાળકો સ્કૂલે જઇ શકતા નથી
ખેડા જિલ્લાના વસો તાલુકાના દંતાલી ગામમાં બિસ્માર માર્ગને લઈને રહીશો પરેશાન થઈ ગયા છે. દંતાલી ગામમાંથી વાડીયા વિસ્તારમાં તેમજ ગામમાં આવવા જવાનો રસ્તો કાદવ કિચ્ચડવાળો અને બિસ્માર હોવાને કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વસો તાલુકાના દંતાલી ગામમાં આવેલા વાડીયા વિસ્તારમાં રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. માર્ગ ઉપર કાદવ કીચડ ફેલાઈ […]
પોલીસ, ફૂડ-ડ્રગ અને નાર્કોટિક્સ વિભાગના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને કર્યું માર્ગદર્શન
નડિયાદની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ દુરુપયોગ અને ગેરકાયદેસર વેપાર વિરોધી દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં નડિયાદ પોલીસ વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને નાર્કોટિક્સ વિભાગના નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. ચુડાસમા, ફૂડ એન્ડ ડ્રગ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર ખુશબુ […]
મુખ્યમંત્રીએ 133 કરોડ મંજૂર કર્યા, જર્જરિત મકાનોના સ્થાને આધુનિક આવાસો બનશે
નડિયાદના પ્રગતિનગર વિસ્તારમાં 900 જર્જરિત મકાનોના સ્થાને નવા આધુનિક આવાસો બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટ માટે રૂપિયા 133 કરોડની રકમ મંજૂર કરી છે. સ્થાનિક ધારાસભ્ય પંકજ દેસાઈની સતત રજૂઆતો બાદ આ પ્રોજેક્ટને ‘ખાસ કેસ’ તરીકે મંજૂરી મળી છે. આજે પ્રગતિનગરમાં ધારાસભ્ય દેસાઈની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત […]
નડિયાદ-ડાકોર રોડ પરથી 19 કિલો ગાંજા સાથે બે પકડાયા, ચાર ફરાર
એસઓજી ખેડા પોલીસે નડિયાદ-ડાકોર રોડ એક્સપ્રેસ હાઈવેના બ્રીજ પરથી રૂ.1.90 લાખની કિંમતનો 19.060 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન સહેજાદખાન ફિરોઝખાન પઠાણ (રહે. શાલીમાર હોટલ પાછળ, સંધાણા, માતર) અને મનીષા સંદીપ પાખરે (રહે. માલેગાંવ, મહારાષ્ટ્ર)ને પકડી પાડ્યા હતા. […]
જાગૃત નાગરિકની 181 પર કૉલ બાદ અભયમ ટીમે મહિલાને સુરક્ષિત આશ્રયમાં પહોંચાડી
કઠલાલ તાલુકાના એક અંતરિયાળ ગામમાં એક અજાણી મહિલાની હાજરી જોઈને જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કર્યો. નાગરિકે જણાવ્યું કે મહિલા કોઈ પ્રશ્નોના જવાબ આપી રહ્યા નથી અને મદદની જરૂર છે. મહિલા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી. ટીમે મહિલા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની માનસિક સ્થિતি અસ્વસ્થ હોવાને […]