નડિયાદ તાલુકાના વાલ્લા પ્રાથમિક શાળાએ તાજેતરની અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી છે. શાળાના રંગોળી કલાકાર અને ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે 11 કલાકની મહેનત કરીને 211 ફૂટની વિશાળ રંગોળી બનાવી છે. આ કલાકૃતિમાં 51 કિલો રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રંગોળીમાં વિમાન દુર્ઘટનાનું વાસ્તવિક દ્રશ્ય અને શ્રદ્ધાંજલિનો સંદેશ દર્શાવવામાં આવ્યો છે. […]
Author: Admin Admin
ગાંધીધામમાં પાર્સલ બોક્સમાંથી 65 લીટર વિદેશી દારૂ મળ્યો, બે આરોપી સામે કાર્યવાહી
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે નશાખોરી વિરુદ્ધની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. ઇન્સપેક્ટર એસ.વી.ગોજીયાની ટીમને બાતમી મળી હતી કે કચ્છ હાઈવે પર આવેલી ટ્રાન્સપોર્ટ કંપનીમાં પાર્સલ બોક્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી અને પાર્સલ લેવા આવેલા આરોપી મહેંદ્રસિંહ ઉર્ફે મુન્નો અરવિંદસિંહ જાડેજા (37, રહે. અંતરજાળ રવેચીનગર, ગાંધીધામ)ને પકડી પાડ્યો. તપાસમાં […]
પાલનપુરમાં જગન્નાથ ભગવાનનું મોસાળમાં સ્વાગત
પાલનપુરમાં રથયાત્રા અગાઉ ભગવાન જગન્નાથજી રવિવારે ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે મોસાળમાં પર્ધાયા હતા. જયાં સ્વાગત કરાયું હતુ. અહીં ભગવાન પાંચ દિવસ રહેશે. દરરોજ ભોજન પ્રસાદ સહિત ભજન સત્સંગના કાર્યક્રમો થશે. પાલનપુરમાં આગામી શુક્રવારે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નીકળશે. જેની શ્રીરામ સેવા સમિતી અને સમસ્ત હિંદુ સંગઠનો દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન પાંચ દિવસ […]
ચડોતરથી ગઢ જવાના રસ્તા પર ઓવરબ્રિજની એક બાજુનો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થયો
ચડોતરથી ગઢ જવાના રસ્તા પર આવેલા ઓવરબ્રિજની એક બાજુનો સર્વિસ રોડ વરસાદના કારણે પાણીમાં ગરકાવ થયો છે. આ રસ્તો 20 થી વધુ ગામોને પાટણ સાથે જોડે છે.પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચડોતર ગામથી ગઢ તરફ જવાના રસ્તા પર ચડોતર થી થોડા અંતરે થોડા સમય પહેલા એક ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. […]
ભાભરના રૂનીથી ચાત્રાના માર્ગની સાઇડોમાં બાવળોનું સામ્રાજ્ય
ભાભર તાલુકાના રૂની ગામથી ચલાદર, મેસપૂરા થઈને ચાત્રા ગામને સાંકળતા માર્ગની સાઇડોમાં બાવળોની ઝાડી વધી ગઇ છે. વળાંકમાં સામેથી આવતું વાહન જોઇ શકાતું ન હોઇ અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. તેમજ રોડ ઉપર પણ ખાડા પડી ગયા છે. ત્યારે બાવળની ઝાડીનું કટીંગ કરી રોડના ખાડા પુરી પેવર કરવામાં આવે તેવી પ્રજાજનોની માંગણી છે.
મુમનવાસનો પાણીયારી ધોધ જીવંત થયો અહીંનો સિંચાઇ ડેમ પણ 80% ભરાઈ ગયો
બે દિવસ પૂર્વે થયેલા ભારે વરસાદના પગલે મુમનવાસ નજીક આવેલા પાણીયારી ધોધ પણ જીવંત થઈ ગયો હતો. અને પાણી નીચે ગામના યુવાનોએ નાહવાની મજા માણી હતી. વરસાદ બાદ અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય સોળ કળાએ ખીલી ઉઠ્યું છે. મુમનવાસ ગામના યુવાન દેવેનભાઈ એ જણાવ્યું કે અહીંનો પાણીયારી ડેમ પણ લગભગ ભરાઈ જવાની તૈયારીમાં છે. હવે જો થોડો […]
ત્રણ બાઈકસવારમાંથી એક ઝડપાયો, બે ફરાર; રબારીવાસ પાસેની ઘટના
અંબાજી યાત્રાધામમાં મોબાઈલ સ્નેચિંગનો એક કિસ્સો સામે આવ્યો છે. રબારીવાસમાં આવેલા આપેશ્વર મહાદેવ મંદિર પાસે રાત્રે બનેલી ઘટનામાં ત્રણ બાઈક સવારોએ મોબાઈલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ ભાગી રહેલા આરોપીઓને ગબ્બર વિસ્તારના સ્થાનિક લોકોએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ આરોપીઓમાંથી બે ફરાર થવામાં સફળ રહ્યા, જ્યારે એક આરોપીને લોકોએ પકડી પાડ્યો હતો. સ્થાનિક […]
મધરાતે નવા બસપોર્ટ અને ડૉક્ટર હાઉસ વિસ્તારમાં શંકાસ્પદ લોકોની તપાસ કરી
પાલનપુર શહેરમાં રાત્રિ દરમિયાન થતી અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે પશ્ચિમ પોલીસે વિશેષ કામગીરી હાથ ધરી છે. પોલીસે નવા બસપોર્ટ અને ડૉક્ટરહાઉસ વિસ્તારમાં નાઈટ રાઉન્ડ દરમિયાન શંકાસ્પદ લોકોની તપાસ કરી હતી. પશ્ચિમ પોલીસ સ્ટેશનના PI પી.આર. મારુના નેતૃત્વમાં પોલીસ સ્ટાફે આ વિસ્તારમાં શંકાસ્પદ લોકોની ઓળખ તપાસી હતી. તેમના આધાર કાર્ડ સહિતના પુરાવાઓની ચકાસણી કરવામાં આવી હતી. […]
બનાસકાંઠામાં 5 વર્ષમાં 3.84 લાખથી વધુ પશુઓની સારવાર
બનાસકાંઠામાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીએ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. પશુપાલન વિભાગ હેઠળ કાર્યરત આ સેવા દર દસ ગામ માટે એક ફરતું પશુ દવાખાનું પૂરું પાડે છે. છેલ્લા પાંચ વર્ષમાં આ મોબાઈલ સેવાએ કુલ 3,84,145 પશુઓની સારવાર કરી છે. આમાં 1,38,685 મેડિકલ કેસ, 1,57,306 મેડિકલ સપ્લાય કેસ, 57,038 સર્જિકલ કેસ, […]
ભાભર આગણવાડી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આંગણવાડી કેન્દ્ર નંબર 9 ઉપર આજરોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે આંગણવાડીના બાળકોને તેમજ કિશોરીઓને યોગ વિશે સમજણ આપવામાં આવી તેમજ બાળકોને અને કિશોરીઓને યોગાસન કરાવવામાં આવ્યા હતા. તેમજ પુર્ણા યોજના અંતર્ગત કિશોરીઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ભાભર સીડીપીઓ હંસાબેન પંડ્યાના તેમજ સુપરવાઇઝર સોનલબેન બારૈયા. માર્ગદર્શન હેઠળ […]