ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલ જનરલ પોલ મર્ફી અને તેમની ટીમે ગઈકાલે જામનગરની મુલાકાત લીધી હતી. તેમની સાથે વાઇસ કોન્સ્યુલ યાન સિંકલેર અને મુંબઈ સ્થિત વિદેશી બાબતોના સંશોધન અધિકારી ઐશ્વર્યા વર્મા પણ જોડાયા હતા. પ્રતિનિધિમંડળે ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જનસંપર્ક કાર્યાલયની મુલાકાત લીધી હતી. બંને દેશો વચ્ચે વેપાર, ઉદ્યોગ, રમતગમત, શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે સહયોગની શક્યતાઓ અંગે ચર્ચા થઈ […]
Author: Admin Admin
ચૂંટણી કાઉન્ટ ડાઉન
આવતીકાલે યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે ઓલપાડ કોલેજ ખાતે મતદાન પ્રક્રિયામાં સહભાગી સ્ટાફને મતદાન માટે મતપેટી સહિતની વિવિધ સામગ્રી વિતરણ કરવામાં આવી. પોતાને ફાળવેલ મતદાન મથક પહોંચતા પૂર્વે મતદાન સંબંધિત સામગ્રીને ઝીણવટપૂર્વક ચકાસવામાં વ્યસ્ત ચૂંટણી અધિકારીગણ કેમેરામાં કેદ થયો તે પ્રસંગની તસવીર. તસવીર: વિજય પટેલ (ઓલપાડ)
પાલેજની એચ.એચ.એફ.એમ.સી. પબ્લિક સ્કૂલમાં સમન્વય ૨૦૨૫ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
શ્રેય મળે કે ન મળે, શ્રેષ્ઠ આપવા પ્રયત્નશીલ રહેવું એ જ જીવન છે : ડૉ. મતાઉદ્દીન ચિશ્તી ભરૂચનાં પાલેજ નજીક આવેલી એચ.એચ.એફ.એમ.સી. પબ્લિક સ્કૂલ ખાતે કડીવાલા ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમન્વય-૨૦૨૫ કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો. જેની શરૂઆત તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવી હતી. આ તકે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને બે મિનિટનું મૌન પાળી […]
પતિ સહિત 5 લોકોએ દૂધ ડેરીએથી પત્નીને ઉઠાવી, 24 કલાક બાદ છોડી મૂકી
પંચમહાલના શહેરા તાલુકાના બોરડી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બોરડી ગામના માછી ફળિયામાં રહેતી શર્મિષ્ઠાબેન માછીનું તેમના પતિ સહિત પાંચ લોકોએ અપહરણ કર્યું છે. 18મી જૂન 2025ના રોજ સાંજે સાત વાગ્યે શર્મિષ્ઠાબેન દૂધ ડેરીએથી પરત ફરી રહ્યા હતા. તે સમયે તેમના પતિ મહેશભાઈ કાળુભાઈ માછી, કાળુભાઈ રૂપાભાઈ માછી, અજયભાઈ સુરેશભાઈ માછી, રણજીતભાઈ ચાવડા […]
10 ઈંચ વરસાદથી સુખી નદી બે કાંઠે વહી, જનજીવન પ્રભાવિત
ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા પંચમહાલ જિલ્લા જાંબુઘોડા તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. ગત રાત્રિથી શરૂ થયેલો વરસાદ સવાર સુધી ચાલુ રહ્યો હતો. આ દરમિયાન 10 ઈંચ (334 એમએમ) વરસાદ નોંધાયો છે. વરસાદની આ ધમાકેદાર શરૂઆતથી સમગ્ર વિસ્તારનું જનજીવન પ્રભાવિત થયું છે. સુખી નદીમાં પાણીની આવક વધતા તે બે કાંઠે વહેતી જોવા મળી હતી. જોકે, સવાર […]
68 મતદાન મથક પર 340 કર્મચારીઓ તહેનાત, 189 સુરક્ષાકર્મીનો બંદોબસ્ત
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવતીકાલે 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં 24 સામાન્ય અને 3 પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે. મતદાન પ્રક્રિયા માટે કુલ 68 મતદાન મથકો સ્થાપવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ ચૂંટણી માટે વહીવટી તંત્રે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી છે. કાંકરી સ્થિત પી.એમ. મોડેલ સ્કૂલમાં ડિસ્પેચ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. અહીંથી મતદાન પેટીઓ […]
ખેતરમાંથી પરત ફરતા 28 વર્ષીય યુવકનું કેનાલમાં મોત
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગુણેલી ગામમાં એક અકસ્માત સામે આવ્યો છે. ગુણેલી ગામના સુખાભાઈ પ્રભાતભાઈ બારીઆ (28) પોતાના ખેતરમાં દરૂ નાખવા ગયા હતા. ઘરે પરત ફરતી વખતે તેમના ઘરની પાછળ આવેલી કેનાલમાં ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. સ્થાનિક લોકોએ સુખાભાઈને ટ્રેક્ટર નીચેથી બહાર કાઢ્યા હતા. છાતીનો ભાગ દબાઈ જવાથી ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. […]
સંતરામ મંદિર ખાતે ખેડા જિલ્લા ભાજપે સભા યોજી, પૂર્વ CM રૂપાણી સહિત મૃતકોને યાદ કર્યા
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ખેડા જિલ્લા ભાજપે નડિયાદના સંતરામ મંદિર ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું. સત્સંગભવન ખાતે યોજાયેલી આ સભામાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને સંજયસિંહ મહિડા પણ કાર્યક્રમમાં જોડાયા હતા. સભામાં […]
ખેડા જિલ્લામાં વિવિધ સ્થળોએ યોગ દિવસ ઉજવણી કાર્યક્રમનું આયોજન, અંદાજિત 4 લાખ જેટલા લોકો ભાગીદારી નોંધાવશે
‘યોગા ફોર વન અર્થ, વન હેલ્થ’ થીમ અને ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત 21 જૂને નડિયાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, પીપલગ રોડ ખાતે જિલ્લા કક્ષાનો યોગ દિવસ ઉજવણી કાર્યક્રમ સવારે 5:30 થી 7:45 કલાક દરમિયાન આયોજિત કરવામાં આવશે. આ વિષયના અનુસંધાને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેકટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન […]
એક્ટ્રેસે કહ્યું- ‘હું સેટ પર બહુ વાતો કરતી, શાહરુખ કહેતો આને કોઈ ચૂપ કરાવો, તે ખૂબ ગુસ્સા વાળો લાગતો’
બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ અને એક્ટર શાહરુખ ખાને પહેલી વાર ફિલ્મ ‘બાઝીગર’માં સાથે કામ કર્યું હતું. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં કાજોલે ‘બાઝીગર’ના સેટ પર શાહરુખ સાથેની પોતાની પહેલી મુલાકાતની વાત જણાવી. કાજોલે ‘રેડિયો નશા ઓફિશિયલ’ ને જણાવ્યું કે ‘બાઝીગર’ નું શૂટિંગ 1 જાન્યુઆરીએ ચાલી રહ્યું હતું. તે સમયે તે સાડા 17 વર્ષની હતી. તેણે નવા વર્ષની પૂર્વ […]