કેનેડાની મુખ્ય ગુપ્તચર એજન્સી, કેનેડિયન સુરક્ષા ગુપ્તચર સેવા એ પહેલીવાર સત્તાવાર રીતે પુષ્ટિ આપી છે કે ખાલિસ્તાની ઉગ્રવાદીઓ “કેનેડિયન ભૂમિનો ઉપયોગ મુખ્યત્વે ભારતને લક્ષ્ય બનાવતી હિંસક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા, ભંડોળ એકત્ર કરવા અને યોજના બનાવવા માટે કરી રહ્યા છે.” કેનેડિયન સુરક્ષા ગુપ્તચર સેવા એ બુધવારે તેનો વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો, જેમાં કેનેડાની રાષ્ટ્રીય સુરક્ષા માટે […]
Author: Admin Admin
પલસાણાનાં એના ખાતે આગામી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની મિટિંગ યોજવામાં આવી
આગામી તારીખ 26 થી 28 જૂન દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનાં સુચારુ આયોજન અને માર્ગદર્શન અર્થે પલસાણા તાલુકાનાં એના ગામ સ્થિત સરદાર પટેલ વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર જિલ્લાનાં ટીપીઈઓ, બીટ નિરીક્ષકો, શિક્ષણ સેવા વર્ગ 2 નાં અધિકારીઓ શિક્ષણ નિરીક્ષકો, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો, બીઆરસી તથા સીઆરસી કો-ઓર્ડિનેટર્સ, માધ્યમિક અને ઉચ્ચતર […]
ભાયાવદર રેલ્વે સ્ટેશન રોડમાં કિચડ નું સામ્રાજ્ય રજૂઆત કરવા છતાં તંત્રના પેટમાં પાણી પણ હલતું નથી
ભાયાવદરમાં સાગર ચોકથી રેલવે સ્ટેશન રોડ પર ખાડા અને કીચડ હોવાથી વિદ્યાર્થીઓ તેમના વાલીઓ તથા રાહદારી તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ત્યારે આ રોડ ને શહેરનો મુખ્ય માર્ગ ગણવામાં આવે છે. નગરપાલિકા માટી નાખતી નથી અને આરએનબી નવો રોડ બનાવતી નથી. આ રોડ મોટી પાનેલી, સીદસર, જામજોધપુર, ભાણવડ, લાલપુર અને જામનગર ને […]
અમરેલી વિભાગના કોડીનાર એસટી ડેપો દ્વારા LRD પરીક્ષાર્થી માટે એક્સ્ટ્રા બસો નું સંચાલન કરાયું
ગત રવિવારે એલ આર ડી (પોલીસ) પરીક્ષા માટે એક અઠવાડિયા પેહલા થી જ આગોતરું આયોજન કરી કોડીનાર તાલુકા ના એક પણ પરીક્ષારથી ને સેન્ટર પર જવા આવા અગવડતા ન પડે કે લાઈન મા ન રહેવું પડે તેમ પૂર્વ આયોજન કરેલ કોડીનાર એસટી ડેપો દ્વારા ત્રણ બસ ભાવનગર અને બે બસ રાજકોટ ખાતે પરીક્ષાર્થીઓ માટે એક્સ્ટ્રા […]
ચાંદખેડા વિસ્તારમાં બે માળની મોર્ડન સ્કૂલ અને વાસણામાં લાઇબ્રેરી તેમજ સિવિક સેન્ટર બનાવવા મંજૂરી
18 જૂનના રોજ બુધવારે મળેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે માળની મોર્ડન સ્કૂલ તેમજ વાસણા વિસ્તારમાં રીડિંગ રૂમ અને સિવિક સેન્ટર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ચોમાસા દરમિયાન 40 લાખ જેટલા વૃક્ષો વાવવા પાછળ 70 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે જેમાં જીએસટીની રકમ ચૂકવવાને લઈને સવાલો ઉભા થયા હતા જેમાં તંત્રે […]
નાની ખામી હશે તો પણ પાઈલટને ઉડાન રદ કે મોડી કરવાનો આદેશ
એરઈન્ડિયાના વિમાન ક્રેશની ઘટનામાં એન્જિન ફેલિયર માનવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી પ્રતિદિન ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ સેક્ટર પર ઓપરેટ થતા એર ઇન્ડિયાના 15 સહિત 160 કેટલાક જેટલા સંચાલિત થતા વિમાનોમાં એન્જિન કે કોકપિટ કે અન્ય ભાગોમાં નાની પણ એરર જણાશે તો ઉડાન ભરશે નહી. એરલાઈન કંપનીઓએ પેસેન્જરોની સુરક્ષા – સલામતીના ભાગરૂપે પાયોલટે ફ્લાઈટ […]
નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી, વાહનો ડૂબ્યા, દુકાનોમાં નુકસાન
ગોધરા શહેરમાં ગઈકાલે મોડી રાતે અચાનક શરૂ થયેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ધોધમાર વરસાદથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. બી એન ચેમ્બરમાં પાર્ક કરેલી બાઈકો પાણીમાં ડૂબી ગઈ છે. બી વી ગાંધી પેટ્રોલ પંપ પાસેની સ્ટેશનરી દુકાનમાં પાણી ભરાતાં પાઠ્યપુસ્તકોને નુકસાન થયું છે. રસ્તા પર […]
ભારતીય કોર્પોરેટ કાયદા સેવા, ડિફેન્સ એરોનોટિકલ ક્વોલિટી એશ્યોરન્સ સર્વિસ અને કેન્દ્રીય શ્રમ સેવાના પ્રોબેશનરી અધિકારીઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
ભારતીય કોર્પોરેટ લૉ સર્વિસ, ડિફેન્સ એરોનોટિકલ ક્વોલિટી એશ્યોરન્સ સર્વિસ અને સેન્ટ્રલ લેબર સર્વિસના પ્રોબેશનરોએ રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તમારી સિદ્ધિ તમારા દૃઢ નિશ્ચય અને દ્રઢતાનું પ્રતિબિંબ છે. જાહેર સેવાના પડકારોનો સામનો કરતી વખતે, તેમણે યાદ રાખવું જાેઈએ કે તેમના ર્નિણયો અને કાર્યોમાં જીવન […]
કેદારનાથ ટ્રેક રૂટ પર પથ્થર ધસી પડતાં ૨ શ્રદ્ધાળુઓના મોત, ૩ ઘાયલ
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ યાત્રા ટ્રેકિંગ રૂટ પર જંગલચટ્ટી ઘાટ નજીક બુધવારે એક ટેકરીની ટોચ પરથી પથ્થરો નીચે પડતાં ઓછામાં ઓછા બે યાત્રાળુઓના મોત થયા હતા અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. સવારે ૧૧.૨૦ વાગ્યે ભૂસ્ખલન થયું હતું અને પથ્થરો ટેકરી પરથી નીચે ધસી પડ્યા હતા, જે યાત્રાળુઓ, પાલખી અને કુલી […]
IMD દ્વારા ઓડિશામાં ૨૪ જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી, ૧૪ જિલ્લાઓ માટે ચેતવણી જાહેર કરી
ભારતીય હવામાન વિભાગ દ્વારા ૨૪ જૂન સુધી ઓડિશામાં અનેક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગે ગુરુવાર સવાર સુધી ઓડિશાના ૩૦ માંથી ૧૪ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે. IMD એ મયુરભંજ અને કેઓંઝર જિલ્લાઓ માટે રેડ વોર્નિંગ (પગલાં લો) જારી કરી છે જ્યારે સુંદરગઢ, ઝારસુગુડા, સંબલપુર, દેવગઢ, અંગુલ અને બાલાસોર જિલ્લાઓને […]










