Gujarat

ભાવનગર-બોટાદનાં ગામડાં બેટમાં ફેરવાયાં

ગુજરાત રાજ્યમાં અત્યંત ભારે વરસાદે જીવનયાત્રાને થોભાવી દીધી છે. પ્રકૃતિના આ તાંડવે રાજ્યના વિવિધ હિસ્સાઓમાં મોટેપાયે નુકસાન પહોંચાડ્યું છે અને લોકોને અત્યંત મુશ્કેલીમાં મૂકી દીધા છે. બોટાદ જિલ્લાના ખાંભડા ગામમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. અહીં નળિયાવાળાં સહિત અનેક ઘરો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયાં છે. આ દૃશ્યો ખરેખર હૃદયવિદારક છે, કારણ કે સ્થાનિક લોકોએ પોતાનું […]

Gujarat

ભાવનગરના નારી અને કમળેજ ગામમાં પૂરના પાણીમાં ફસાયેલા 58 લોકોને સુરક્ષિત બહાર કઢાયા

ભાવનગરના નારી ગામ પાસે આવેલા મીઠાના અગરમાં પાણી ભરાઈ જતાં 33 લોકો ફસાઈ ગયા હતા. આ લોકોમાં પશુપાલકો અને મીઠાના અગરમાં કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. લોકો ઘરે પરત ન ફરતા તેમના પરિવારજનોએ ડિઝાસ્ટર વિભાગને જાણ કરી હતી. તરત જ ગ્રામ્ય મામલતદાર બળદેવ બેલદાર અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બોટ દ્વારા […]

Gujarat

વિસનગરમાં પ્રથમ વરસાદમાં કાદવ-કીચડથી શહેરીજનો તોબા

વિસનગર શહેરમાં સોમવારે સાંજે પડેલા વરસાદ બાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં થયેલા કાદવ-કીચડને કારણે શહેરીજનો પરેશાન થઇ ઉઠ્યા છે. શહેરના કાંસા એન.એ. વિસ્તારના ગુરૂકુળ નજીક પાઇપલાઇન નાંખવાની કામગીરી માટે ખોદકામમાં પાણી ભરાઇ જતાં પરિસ્થિતિ એ ટલી હદે વિકટ બની છે કે આ સ્થળેથી નીકળવું પણ મુશ્કેલ બની જવા પામ્યું છે. ઉપરાંત શિવનાથ બંગ્લોઝ, થલોટા રોડ, […]

Gujarat

દારૂના નશામાં ચાલકે કમાણા ચોકડી પર 50 હજારની સરકારી મિલકતને નુકસાન કર્યું, ફરિયાદ નોંધાઈ

વિસનગર શહેરમાં આઈ.ટી.આઈ રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેરના પાંચ સ્થળોએ હાઇટ બેરિયર લગાવવામાં આવ્યા છે. મંગળવારે રાત્રે એક ગંભીર ઘટના બની હતી. કપચી ભરેલું ડમ્પર કડા તરફ જઈ રહ્યું હતું. કમાણા ચોકડી પાસે લગાવેલા મજબૂત હાઇટ બેરિયરને ડમ્પરે ટક્કર મારી. આ ટક્કરથી બેરિયરની […]

National

મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રા બીજી વખત ED સમન્સથી દૂર રહ્યા

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ, એક મોટા ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા યુકે સ્થિત શસ્ત્ર સલાહકાર સંજય ભંડારી સાથે જાેડાયેલા મની લોન્ડરિંગ કેસમાં બીજી વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ તેમની નિર્ધારિત જુબાનીમાં ગેરહાજર રહ્યા, એમ સત્તાવાર સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું. ઇડી દ્વારા તેમને ૧૦ જૂને હાજર ન થયા બાદ મંગળવારે (૧૭ જૂન) હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું. […]

National

‘ઠગ લાઈફ‘ના સ્ક્રીનિંગ મામલે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીશું : કર્ણાટક નાયબ મુખ્યમંત્રી શિવકુમાર

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારે મંગળવારે કન્નડ કાર્યકર્તાઓને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાની અપીલ કરી હતી, જેમાં રાજ્ય સરકારને કમલ હાસન અભિનીત ફિલ્મ ‘ઠગ લાઈફ‘નું પ્રદર્શન સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ૭૦ વર્ષીય અભિનેતાની કન્નડ ભાષા વિશેની ટિપ્પણીએ મોટો વિવાદ ઉભો કર્યા બાદ કન્નડ કાર્યકરો ફિલ્મના પ્રદર્શન સામે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. […]

National

૫૬૭ કિલો ગાંજાના કેસમાં વોન્ટેડ, દિલ્હીના ‘ડ્રગ લોર્ડ‘ ધર્મવીરની રાજસ્થાનમાંથી ધરપકડ

દિલ્હી પોલીસે નરેલાના સિંઘુ બોર્ડર પરથી “ડ્રગ્સ લોર્ડ” તરીકે જાણીતા ૫૦ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારી જણાવ્યું હતું કે, “ડ્રગ્સ લોર્ડ”, જેની ઓળખ ધર્મવીર ઉર્ફે પલ્લા તરીકે થઈ છે, તે દિલ્હી અને રાજસ્થાન બંનેમાં પોલીસને વોન્ટેડ હતો. “સોમવારે, ક્રાઈમ બ્રાન્ચની એક ટીમને ગુપ્ત માહિતી મળી હતી કે ધરમવીર નરેલામાં સિંઘુ બોર્ડર પર […]

National

હિમાચલ પ્રદેશના મંડીમાં ખરાબ હવામાનને કારણે બસ ખીણમાં ખાબકતાં બે લોકોના મોત, ૨૪ ઘાયલ

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મંગળવાર, ૧૭ જૂનના રોજ ભારે વરસાદ વચ્ચે એક પેસેન્જર બસ રસ્તા પરથી લપસીને ૨૦૦ મીટર ઊંડી ખીણમાં ખાબકતાં બે લોકોના મોત થયા હતા અને લગભગ ૨૫ લોકો ઘાયલ થયા હતા. સરકાઘાટ નજીક પત્રીઘાટ વિસ્તારમાં ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રસ્તા પરથી નીચે પડી ગઈ હતી. બસમાં લગભગ […]

National

ભાજપના ધારાસભ્ય વિશાલ પ્રશાંતની પત્ની અને ભૂતપૂર્વ ધારાસભ્ય સુનીલ પાંડેની પુત્રવધૂ ઐશ્વર્યા રાજે મિસિસ બિહાર ૨૦૨૫ સૌંદર્ય સ્પર્ધા જીતી

ભાજપના ધારાસભ્ય વિશાલ પ્રશાંતની પત્ની અને બિહારના ભૂતપૂર્વ ધારાસભ્ય સુનીલ પાંડેની પુત્રવધૂ ઐશ્વર્યા રાજને મિસિસ બિહાર ૨૦૨૫નો તાજ પહેરાવવામાં આવ્યો છે. રાજ્યભરની પરિણીત મહિલાઓની ઉજવણી માટે તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આ જાહેરાત કરવામાં આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર આ સમાચાર શેર કરતા ઐશ્વર્યાએ લખ્યું, “સ્વપ્નોથી વાસ્તવિકતા સુધી – તમારી છોકરી હવે મિસિસ બિહાર ૨૦૨૫ છે!” તેણીએ […]

International

ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વચ્ચે તેહરાનમાં ભારતીયોને શહેરની બહાર ‘સુરક્ષિત સ્થળે‘ જતું રહેવા દૂતાવાસે ભારતીયોને વિનંતી કરી

ઈરાનમાં ભારતીય દૂતાવાસે મંગળવારે તેહરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના વ્યક્તિઓ ને સલાહ આપી હતી કે તેઓ શક્ય હોય તો પોતાના સંસાધનોનો ઉપયોગ કરીને શહેર છોડી દે અને રાજધાનીની બહાર સલામત સ્થળે સ્થળાંતર કરે, કારણ કે મધ્ય પૂર્વ ક્ષેત્રમાં તણાવ સતત વધી રહ્યો છે. આ સલાહકાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તીવ્ર બની રહેલા […]