Gujarat

51 મણ લીલો ચારો રખડતી ગાયોને આપી જીવદયાનું કાર્ય કર્યું

અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે માંડવી જી.ટી. હાઈસ્કૂલના 1995 બેચના મિત્રોએ જીવદયાનું કાર્ય કર્યું છે. મિત્ર મંડળના ફંડમાંથી રખડતી ગાયો માટે 51 મણ લીલા ચારાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સેવા કાર્યમાં દર્શન ઓઝા, સંજય મારાજ, ચંદ્રેશ માલમ, નિખિલ વાસાણી, રમેશ વેકરીયા, હર્ષદ સોમેથા, શિવજી વેકરીયા, સાગર ભાનુશાલી અને જયેશ […]

Gujarat

ભારતનગર, મહેશ્વરીનગર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાલિકાની કામગીરી સામે રોષ

ગાંધીધામ શહેરમાં ચોમાસા પહેલાં જ જળભરાવની સમસ્યા સર્જાઈ છે. સામાન્ય વરસાદમાં પણ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે. ભારતનગર, 9/B, મહેશ્વરીનગર અને જનતા કોલોની વિસ્તારોમાં સામાન્ય વરસાદથી જ 2-3 ફૂટ પાણી ભરાઈ જાય છે. આ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થાનો અભાવ વર્ષોથી જોવા મળે […]

Gujarat

ભારે પવન સાથે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા, વાહનચાલકોને મુશ્કેલી

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે ગરમી બાદ ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે અચાનક વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદને કારણે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને ધાનેરા-ડીસા રોડ પર આવેલા મુખ્ય બજાર વિસ્તારમાં પાણી ભરાવાથી વાહનચાલકોને ભારે […]

Gujarat

વાવના દેવપુરા પાટિયા પાસે પાંચ માસનું મૃત ભ્રૂણ મળ્યું

વાવ તાલુકાના દેવપુરા પાટિયા નજીક મીઠા જતા રોડ પર રવિવારે પાંચથી છ માસના ભ્રૂણનો મૃતદેહ મળ્યો હતો. કોઈ અજાણી સ્ત્રીએ પોતાનું પાપ છુપાવવા માટે ભ્રૂણને જન્મ આપ્યા બાદ મૃત હાલતમાં રસ્તાની બાજુમાં ત્યજી દીધો હતો. ઘટનાની જાણ થતા વાવ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભ્રૂણને વાવ રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યું. ત્યાં પી.એમ. કરાવ્યા બાદ […]

Gujarat

ટીંબાચુડીના ખેડૂતોએ વરસાદનું એક એક ટીપું જમીનમાં ઉતાર્યું, પરિણામ એ આવ્યું 22% લોકો ખેતી કરવા લાગ્યા

સિધ્ધપુર-પાલનપુર વચ્ચે આવેલા ટીંબાચુડીમાં 2000ની વસ્તી છે 450 પરિવારો રહે છે. ગામમાં 300 વીઘાથી વધારે સરકારી પડતર જમીન છે અને 1700 વીઘાથી વધારે ખેડૂતોની માલિકીની જમીન છે ગામમાં 6 તળાવ અને 7 ચેકડેમ છે. છતાં છેલ્લા 20-22 વર્ષથી ગામમાં ખેતીલાયક સિંચાઈ માટે પાણીની ખૂબ જ અછત હતી તળિયા ખલાસ થઈ ગયા હતા. 2 વર્ષ પહેલા […]

Gujarat

પાલનપુરમાં સૌથી વધુ 71 મિમી વરસાદ, વડગામમાં 28 મિમી નોંધાયો

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 24 કલાકમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ પાલનપુરમાં 71 મિમી નોંધાયો છે. વડગામમાં 28 મિમી વરસાદ પડ્યો છે.અન્ય વિસ્તારોમાં ધાનેરામાં 23 મિમી, થરાદમાં 4 મિમી વરસાદ નોંધાયો છે. દાંતીવાડા, અમીરગઢ અને દાંતા વિસ્તારમાં 2-2 મિમી વરસાદ પડ્યો છે. ખેડૂતોની ચિંતા વધી છે કારણ કે […]

Gujarat

લીંબડી વિદ્યાનગર સોસાયટીના રહીશોએ પાણીની નંખાતી લાઈનનો વિરોધ કર્યો

લીંબડી વિદ્યાનગર સોસાયટીના રહીશોએ નંખાઈ રહેલી પાણીની લાઈનનો વિરોધ કર્યો હતો. પાણીની લાઈન નાંખતી વખતે રસ્તા, સોર્સ કૂવાને નુકસાન પહોંચતું હોવાની રાવ ઊઠી છે. જોકે બાજુની સોસાયટીના લોકોએ કામને આવકાર્યુ હતું. લીંબડી શહેરના રેલવે સ્ટેશન આજુબાજુના વિસ્તારોમાં પાણીની લાઈન નાંખવાની કામગીરી શરૂ છે.‌ પાણીની લાઈન નાંખતી વખતે પાકા રસ્તા તૂટી જતાં લોકોમાં રોષ સાથે દુઃખ […]

Gujarat

અખીયાણા ગામ પાસે ટ્રકમાં ભરેલો 5,556 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

પાટડી તાલુકાના અખીયાણા ગામ પાસે ઠંડા પીણાની બોટલોની આડમાં વિદેશી દારૂની 5,556 બોટલો સાથે ટ્રક ઝડપાઈ હતી. આ દરોડામાં બે આરોપીઓ ઝબ્બે કરાયા હતા. સુરેન્દ્રનગર એલસીબી ટીમે વિદેશી દારૂની બોટલો નંગ-5,556, બે મોબાઈલ, એક ટ્રક અને ઠંડા પીણાની 1320 બોટલો મળી કુલ 61.04 લાખનો મુદામાલ ઝબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ, […]

Gujarat

વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા વીજળી પડતાં એક ઘરમાં આગ લાગી તેમજ પશુઓ મોતને ભેટ્યા

જિલ્લામાં શનિવારે આખી રાત વરસાદ થયો હતો. જેના કારણે રાત્રે 8થી રવિવારે સવારે 8 કલાક એમ 12 કલાકમાં 356 મીમી વરસાદ થયો હતો. જેમાં ધ્રાંગધ્રા 19, દસાડા 74, લખતર 46, વઢવાણ 26, મૂળી, 40, ચોટીલા 36, સાયલા 26, ચુડા 5, લીંબડી 29, થાન 55 મીમી વરસાદ થયો હતો. જ્યારે રવિવારે પણ વાદળછાયું વાતાવરણ રહેવા સાથે […]

Gujarat

ઠંડા પીણાની આડમાં 61 લાખનો વિદેશી દારૂ, બે આરોપી ઝડપાયા

સુરેન્દ્રનગર એલસીબી પોલીસે પાટડી તાલુકાના અખીયાણા ગામ પાસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે એક ટ્રકમાંથી વિદેશી દારૂની 5,556 બોટલો જપ્ત કરી છે. આરોપીઓએ દારૂની હેરાફેરી માટે ઠંડા પીણાની બોટલોનો ઉપયોગ કર્યો હતો. પોલીસે કુલ 61.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલમાં વિદેશી દારૂની 3,420 બોટલો અને 2,136 બીયર ટીન, બે મોબાઈલ ફોન, એક ટ્રક […]