Gujarat

શનિવારે મોડી રાત્રિ દરમિયાન જિલ્લામાં કડાકા ભડાકા સાથે 12 કલાકમાં 356 મીમી વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારે આખો દિવસ વાદળછાયા વાતાવરણ બાદ સાંજે વરસાદ થયો હતો. ત્યારબાદ આખી રાત કડાકા ભડાકા સાથે વરસાદ થતા રાત્રિના 8થી સવારના 8 કલાક સુધીમાં 356 મીમી વરસાદ થયો હતો. જેમાં થાનમાં એક યુવાનનું અને 13 પશુના જ્યારે મૂળીમાં 3 પશુના વીજળી પડતાં મોત થયા હતા. ચોટીલામાં અમુક વિસ્તારોમાં 10 કલાક વીજપુરવઠો બંધ ચોટીલામાં […]

Gujarat

લખતર સ્ટેટ હાઈવે ઉપર રાત્રે હીટ એન્ડ રન, 1 યુવકનું મોત

લખતર વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે. આ હાઇવે પર તા.14 જૂનના રોજ ઓળક – છારદ વચ્ચે ટ્રક અને ડમ્પરનો અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ જ દિવસે રાત્રિના સમયે વરસાદ શરૂ હતો. તે દરમિયાન લખતર નજીક જ સ્ટેટ હાઇવે ઉપર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી વિગત અનુસાર, લખતર પરા વિસ્તારમાં […]

Gujarat

ગ્લોબલ વોર્મિંગ સામે સહકારી મંડળીઓની લડત, 77000 વૃક્ષના રોપણનો સંકલ્પ કરાયો

સુરેન્દ્રનગર જિલ્લો સૌથી ઓછા વૃક્ષો પૈકી એક જિલ્લા તરીકે ઓળખાય છે. ત્યારે વૃક્ષ વગરના જિલ્લાનું મ્હેણુ ભાંગવા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સુરસાગર ડેરી દ્વારા 1500થી વધુ વૃક્ષોના રોપાનું રોપણ કરાયું હતું. જ્યારે સહકારી મંડળીઓ દ્વારા 77,000 વૃક્ષ રોપવાનો સંકલ્પ કરાયો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગરમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સુરસાગર ડેરી […]

Gujarat

પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને રોપા આપી મતદાન માટે પ્રેરિત કરાયા

જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્રે વિશ્વ પર્યાવરણ દિવસે પર્યાવરણ જાળવણી સાથે મતદાન જાગૃતિનો અભિનવ પ્રયોગ કર્યો છે. ચાપરડાના બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને રોપા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જનરલ ઓબ્ઝર્વર હીરાલાલે પર્યાવરણ અને મતદાનના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું. કલારંગ નાટ્ય મંડળે ‘એક મતથી શું ફેર […]

Gujarat

સેવા માટે રાખેલા ચોટીલાના યુવકે લાકડીથી માર માર્યો, 35 હજારની લૂંટ કરી ફરાર

જૂનાગઢના ગિરનાર પર્વત નજીક આવેલા ભારતવન આશ્રમમાં મહંત પર હુમલાની ઘટના સામે આવી છે. આશ્રમમાં સેવા માટે રહેતા ચોટીલાના એક યુવકે મહંત પર લાકડી વડે હુમલો કરી 35,000 રૂપિયાની લૂંટ ચલાવી છે. ભારતવન ટ્રસ્ટના મંત્રી બાબુલાલ પરસાણાના જણાવ્યા મુજબ, કેટલાક દિવસ પહેલા ચોટીલાનો એક યુવક રામદાસ બાપુના આશ્રમમાં આવ્યો હતો. યુવકે પોતાની નબળી આર્થિક સ્થિતિ […]

Gujarat

ભવનાથમાં હસ્ત મેળાપ સમયે ગીર ફોરેસ્ટમાંથી સિંહો લટાર મારવા આવ્યાં, મહેમાનોએ મોબાઈલમાં દૃશ્યો કેદ કર્યા

જૂનાગઢના ભવનાથ તળેટી વિસ્તારમાં એક અનોખી અને આશ્ચર્યજનક ઘટના બની છે. ગિરનારના જંગલમાંથી બેથી વધુ સિંહો અચાનક એક લગ્ન પ્રસંગના નજીક લટાર મારતા દેખાયા હતા. એક તરફ હસ્ત મેળાપ માટે મંત્રોચ્ચાર થતો હતો ત્યારે સર્જાયેલા આ દૃશ્યે ત્યાં હાજર મહેમાનોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. સિંહોએ શાંતિથી રસ્તો પાર કર્યો હતો અને જંગલ તરફ પાછા વળી […]

Gujarat

સરપંચની ચૂંટણીના ફોર્મ મુદ્દે યુવક પર પૂર્વ સરપંચ સહિત 5નો હુમલો

ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતા તેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે સરાડીયા ગામે સરપંચની ચૂંટણીના ફોર્મ મુદ્દે યુવક પર પૂર્વ સરપંચ સહિત 5 શખ્સે હુમલો કરતા યુવાનને જૂનાગઢ ખાતે સારવારમાં ખસેડાયો હતો. ઘટનાને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી ત્રણ શખ્સની અટક કરી તપાસ હાથ ધરી હતી. માણાવદર તાલુકાના સરાડીયા ગામના 43 વર્ષીય મનદીપભાઈ […]

Gujarat

બાંટવામાં ગટરનું કામ શરૂ પણ ડાયવર્ઝન અપાયો એ જોખમી !

બાંટવાના ભીમનાથ રોડમાં ભૂગર્ભ ગટર જામ થઈ ગઈ હોય ભુંગળા બદલવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.અને લોકોને ખ્યાલ પણ ન આવે એ રીતે ગારીમાંથી રસ્તો કાઢવામાં આવ્યો છે.તેમના પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. નવાઈની વાત તો એ છે કે આઠ મહિના પહેલાં અહીં સીસી રોડ બનાવવામાં આવ્યો હતો.અને બે વર્ષથી ગટર જામ થઈ […]

Gujarat

16 જૂને અરબીસમુદ્રમાં સિસ્ટમ બનશે, માત્ર દરિયાકાંઠે જ વરસાદ પડશે, 22મીએ ચોમાસાનું આગમન થશે

માવઠા બાદ વાતાવરણ ખુલ્લું થયું છે હાલ પવનની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે.આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 16 જૂન આસપાસ અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે જો કે સાર્વત્રિક વરસાદ નહીં પડે પરંતુ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. અને ચોમાસાના આગમનની વાત કરીએ તો 21 થી […]

Gujarat

દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા 50 લાખ જપ્ત, પેઢી સંચાલક બુટલેગરના નાણાકીય વ્યવહારોની નોંધ રાખતો, ​​​​​​​8 સામે GCTOC હેઠળ ગુનો દાખલ

જુનાગઢ પોલીસે હિંમતનગરના ટાવર રોડ પર આવેલી આર.કે. આંગડીયા પેઢીમાં દરોડો પાડ્યો છે. આ દરોડામાં દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા રૂ. 50 લાખ જપ્ત કરવામાં આવ્યા છે. જુનાગઢના ટોપ-25 લિસ્ટેડ બુટલેગરમાં સામેલ ધીરેન ઉર્ફે ડી.કે.શેઠ અમૃતલાલ કારીયા સામે તપાસ ચાલી રહી છે. તે હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતો હતો. આ માટે તેણે ખોટા […]