પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગે અમીરગઢ તાલુકાના ગંગાસાગર ખાતે બચાવ સાધનોનું નિદર્શન કર્યું હતું. ફાયર ઓફિસર પ્રદીપ બારોટના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. ફાયર વિભાગ પાસે આપત્તિ સમયે બચાવ કામગીરી માટે વિવિધ આધુનિક સાધનો ઉપલબ્ધ છે. નિદર્શન દરમિયાન, પાણીમાં ડૂબી ગયેલા વ્યક્તિને રિમોન્ટની મદદથી કેવી રીતે બચાવી શકાય તે દર્શાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત બચાવ […]
Author: Admin Admin
પાલનપુરના ગઠામણ ગામમાં 75 વર્ષથી હિન્દુ-મુસ્લિમ વારાફરતી બને છે સરપંચ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું ગઠામણ ગામ કોમી એકતાની મિસાલ છે. આ ગામમાં આઝાદીથી આજ સુધી એકપણ વાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. ગામમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો રહે છે. ગામમાં દર પાંચ વર્ષે સરપંચની નિમણૂક સર્વસંમતિથી થાય છે. એક ટર્મમાં હિન્દુ સમાજમાંથી સરપંચની વરણી થાય છે. બીજી ટર્મમાં મુસ્લિમ સમાજમાંથી સરપંચની નિમણૂક થાય […]
મહિલા સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિત તમામ સભ્યોની સર્વસંમતિથી વરણી
બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા એક મહત્વપૂર્ણ વિકાસ થયો છે. વડગામની જોઈતા ગ્રામ પંચાયત સમરસ બની છે. અંધારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી અલગ પડ્યા બાદ જોઈતા ગ્રામ પંચાયતનું સંચાલન મહિલાઓના હાથમાં આવ્યું છે. જોઈતા ગ્રામ પંચાયતમાં સામાન્ય મહિલા અનામત સીટ હોવાથી સરપંચ પદે મંજુલાબેન ચાવડાની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી સરપંચ તરીકે મનીષાબેન ચાવડાને નિયુક્ત […]
થરાદના આજાવાડા રામપુરા વિસ્તારમાં વરસાદી ઝાપટાં
બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે દિવસભર અસહ્ય ગરમી બાદ સાંજના સુમારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં વાદળો ગોરંભાયા હતા. પાલનપુર સહિતના પંથકમાં ઠંડો પવન ફૂંકાયો હતો. જ્યારે થરાદના આજાવાડા રામપુરા બાજુનાં વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા. જીલ્લામાં વર્તમાન સમયે બાજરીની કાપણી ચાલી રહી છે. વરસાદ આવતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.
સોમનાથ પ્રભાસ પાટણ રામરાખ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિક સમસ્યા
સોમનાથ પ્રભાસ પાટણ રામરાખ ચોકમાં જાહેર અવરજવરનો રાહદારી રસ્તો હોવા છતાં આ રામરાખ ચોકમાં જાહેર રસ્તા પર દબાણ કરી વાહનોના પાર્કિંગના થપ્પા લાગે છે જેને કારણે નાના મોટા વાહનો પસાર થઈ શકતા નથી એટલું જ નહીં ઇમર્જન્સીમાં ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને પણ પસાર થવું મુશ્કેલ બને છે પોલીસ તંત્રે આ અંગે સખ્ત પગલાં લેવા જરૂરી […]
70% થી વધુ માર્ક્સ મેળવનાર 100 વિદ્યાર્થીઓને શિલ્ડ અને રોકડ પુરસ્કાર અપાયા
ઉના શહેરમાં મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 10, 11 અને 12માં 70% થી વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. 90% થી વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે રોકડ રકમ, શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. સમાજમાંથી નિપજેલા ત્રણ ડૉક્ટર્સ, એક એડવોકેટ અને એમ.કોમ., બી.એડ. તથા બી.સી.એ.ના વિદ્યાર્થીઓને પણ સન્માનિત […]
ડાકોરમાં પાલિકાના બગીચામાં મૂકેલી મૂર્તિઓ ખંડિત, 3 વાંસળી ચોરાઇ ગઇ
ડાકોર શહેરમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ગાર્ડન અને પાર્કિંગ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે. જેમાં આ પાર્કિંગમાં નાખવામાં આવેલી મૂર્તિઓ ખંડિત હાલતમાં જોવા મળી રહી છે. આ વચ્ચે પૂનમ અને રવિવારે મોટી સંખ્યામાં ભક્તોની અવર જવર હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી. તેમાં પાર્કિંગ અને તેની આસપાસના વિસ્તારમાં […]
માઘરોલી નજીક યુવકને નીલગાયના 25થી વધુના ટોળાએ ખેડૂતને રગદોળી નાખતા મોત
નડિયાદ તાલુકાના માંઘરોલી નજીક નીલગાયના ટોળાંએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માત થયા બાદ માર્ગ ઉપર પટકાયેલા યુવકના માથા ઉપરથી 25થી વધુ નીલ ગાયનું ટોળું પસાર થવાની સાથે યુવકના માથામાં નીલ ગાયોએ પગથી ગંભીર ઈજા પહોંચાડી હતી. યુવકના મોતને પગલે હાલમાં પરિવાર આઘાતમાં છે. માંઘરોલીમાં રહેતા મયંકભાઇ ચંદુભાઈ પટેલ ( ઉં. […]
એક મહિના સુધી ચાલેલી શિબિરમાં 680 બાળકોએ 20 પ્રવૃત્તિઓમાં ભાગ લીધો
નડિયાદ બાલકન-જી-બારી ખાતે 34મી ગ્રીષ્મ શિબિરનું સમાપન થયું છે. સંસ્થા પ્રમુખ દિનશા પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા સમાપન સમારોહમાં દાતા અમરિશ દેસાઈ અને ધર્મેશભાઈ એચ.શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં 680 બાળકોએ ભાગ લીધો હતો. એક મહિના સુધી ચાલેલી આ શિબિરમાં કોઈ અઘટિત ઘટના બની ન હતી. બાળકોએ 20 જેટલી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. […]
સરદારભવનથી મફતલાલ મિલ સુધી પગપાળા રેલી, વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક નાબૂદીનો સંદેશ
નડિયાદમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વન વિભાગ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સરદાર ભવનના બાગમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે પ્લાસ્ટિક વપરાશ પર અંકુશ અને પર્યાવરણ જતન માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. નગરજનોને પર્યાવરણ સંવર્ધન અંગે જાગૃત કરવા પગપાળા રેલીનું આયોજન કરાયું હતું. રેલી સરદાર પટેલ ભવનથી સંતરામ મંદિર થઈને મફતલાલ […]










