Gujarat

વીજ પુરવઠો ખોરવાયો, વાતવારણમાં ઠંડક પ્રસરી

ખેડા જિલ્લામાં સામાન્ય રીતે જૂનથી શરૂ થતો વરસાદ આ વર્ષે પખવાડિયા વહેલો આવ્યો છે. સોમવારની મોડી રાત્રે અસહ્ય બાફ અને ઉકળાટ વચ્ચે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. ગતરોજ ઝરમર વરસાદ શરૂ થયા બાદ સારું વરસાદી ઝાપટું પડ્યું હતું. આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે, વરસાદને કારણે નડિયાદ શહેરના અનેક વિસ્તારોમાં વીજ […]

Gujarat

17,300 ફૂટ ઊંચા ‘માઉન્ટ ફ્રેન્ડશિપ’ શિખર પર ચઢાઈ કરીને ‘No Drugs Campaign’નો સંદેશ આપ્યો

વલ્લભ વિદ્યાનગર ખાતે કાર્યરત સેતુ ટ્રસ્ટના પર્યાવરણ જાગૃતિ કો-ઓર્ડિનેટર વ્રજ પટેલે હિમાચલ પ્રદેશની પીર પંજાલ રેન્જમાં આવેલ ૧૭,૩૦૦ ફૂટ ઊંચા “માઉન્ટ ફ્રેન્ડશિપ” શિખર પર ચઢાઈ કરીને “No Drugs Campaign” નો સંદેશ ફેલાવ્યો હતો. Invincible NGO દ્વારા આયોજિત આ સાહસિક મિશનમાં ગુજરાતના ૯ યુવાન પર્વતારોહકોની ટીમે ભાગ લીધો હતો. ટીમે ૨૫ મેના રોજ યાત્રાની શરૂઆત કરી […]

Gujarat

સોજીત્રા વિધાનસભામાં તારાપુર ખાતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

તારાપુર સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સોજીત્રા વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા એક મહત્વપૂર્ણ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એક રાષ્ટ્ર એક ચૂંટણી વિષે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એક સાથે યોજવાનો છે. આનાથી વારંવાર થતી ચૂંટણીઓના ખર્ચ ઘટશે. સરકારી નીતિઓનો સમયસર અમલ થશે અને […]

Gujarat

આંકલાવના વાંટા વિસ્તારમાં હડકાયા કુતરાએ 13 વ્યક્તિઓને બચકા ભર્યા

આંકલાવ શહેરના વાટા વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી એક હડાકાયા કુતરાનો ત્રાસ વધી ગયો છે. ઘરની બહાર રમતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને બચકા ભરીને ગંભીર ઇજા પહોંચાડી છે. અત્યાર સુધીમાં 5 બાળકો, 3 મહિલા અને 5 વૃદ્ધોને બચકા ભરી લેતા તાત્કાલિક સારવારા માટે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. આંકલાવ પાલિકા દ્વારા રખડતા કુતરાના નિવારણ માટે કોઇ પગલા […]

Gujarat

ખંભાત, તારાપુર, સોજિત્રા અને માતર પંથકમાં 302 કિમી કાંસની સફાઇ કરાઈ

ખંભાત, તારાપુર, સોજિત્રા અને માતર પંથકમાં ભારે વરસાદના મુખ્ય કાંસ ઓવરફ્લો થતા વરસાદી પાણી આજુબાજુના ગામોમાં ઘુસી જતા હોવાથી ભારે નુકસાન થતુ હતું. જેને ધ્યાને લઇ પેટલાદ સિંચાઇ વિભાગ હેઠળ આવેલ નાના મોટા 247 કાંસ જે 625 કિમી લંબાઇ ધરાવે છે. પેટલાદ સિંચાઇ વિભાગની કચેરીમાં સ્ટાફ મર્યાદિત હોવા છતા 130 ગામોને આવરી લેતા કાંસની સફાઇનું […]

Gujarat

સામરખા ચોકડી પર વરસાદી પાણી ભરાઇ રહેતા રોગચાળાની દહેશત

સામરખા ચોકડી થી ભાલેજ ઓવરબ્રિજ સુધીના માર્ગ પર સામાન્ય વરસાદી પાણી ભરાઇ જાય છે. પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન હોવાથથી પાંચ થી છ દિવસ ભરાઇ રહેતા હોવાથી રોડ તુટી જાય છે. તેમજ વરસાદી પાણી સોસાયટીઓમાં ઘુસી જાય છે. સતત પાણી ભરાઇ રહેતા જીવાતો નો ઉપદ્વવ વધી ગયો છે.જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઇ રહી […]

Gujarat

રક્તદાન કેમ્પમાં 130 બોટલ એકત્ર, શિવયજ્ઞ અને ગૌસેવાનું આયોજન

ડીસા એપીએમસીના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી હતી. મિત્ર વર્તુળ દ્વારા આયોજિત મહા રક્તદાન કેમ્પમાં 130થી વધુ બોટલ રક્ત એકત્ર થયું. કેમ્પમાં પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા, પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જીવનધારા ચેરીટેબલ […]

Gujarat

રાત્રે રોડ પરના બમ્પને કારણે બુલેટ સ્લીપ થતાં 20 વર્ષીય યુવકનું મોત

બનાસકાંઠા જિલ્લાના ડીસા-રાણપુર રોડ પર એક દુર્ઘટના સામે આવી છે. દાંતીવાડા તાલુકાના ગોઢ ગામના 20 વર્ષીય અમિત પ્રવીણભાઈ ઠાકોર બુલેટ પર સવાર હતા. રાત્રીના સમયે રોડ પર નવનિર્મિત રિફ્રેશ રોડમાં બનાવેલો બમ્પ સ્પષ્ટ દેખાતો ન હતો. અમિતનું બુલેટ જમ્પ પરથી પસાર થતી વખતે અચાનક સ્લીપ થયું. આ અકસ્માતમાં તેઓ રોડ પર પટકાયા અને ગંભીર ઈજાઓને […]

Gujarat

મોકડ્રીલમાં પ્રથમ જર્યોતિર્લિંગ સોમનાથ મંદિર પણ બ્લેક આઉટ રહ્યું ,લોકોની સ્વયંભુ શિસ્ત

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ દરમિયાન બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું હતું. વેરાવળના નાગરિકોએ બજારોમાં અને શહેરમાં સ્વયંભૂ લાઈટો બંધ રાખતાં અંધારપટ છવાયો હતો. ઓપરેશન શિલ્ડ અન્વયે વેરાવળ કૉસ્ટગાર્ડ ખાતે સિવિલ ડિફેન્સના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ હતી. ડ્રોન એટેક સમયે આપાતકાલીન સેવાઓની સક્રિયતા સુનિશ્ચિત કરવામાં આવી હતી. વેરાવળ કોસ્ટ ગાર્ડ ખાતે દ્વિતીય નાગરિક […]

Gujarat

સ્વચ્છ ભારત મિશનના બ્રાંડ એમ્બેસેડરે 3R અભિગમ સમજાવ્યો, કાપડની થેલીના ઉપયોગનું સૂચન

વેરાવળમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પર્યાવરણ બચાવો ઝુંબેશ અંતર્ગત એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના યોગભવન ખાતે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સેમિનારમાં નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન સિકોતરિયા, સેનિટેશન ચેરમેન રાજુભાઈ ગઢીયા અને ચીફ ઓફિસર પાર્થિવભાઇ પરમાર […]