ઉનાના સામતેર ગામમાં એક પિતાની અંતિમયાત્રામાં તેમની ચાર પુત્રીઓએ સમાજમાં નવી મિસાલ કાયમ કરી છે. હિરાભાઈ સુરાભાઈ ચૌહાણના અવસાન બાદ તેમની ચારેય પુત્રીઓએ અર્થીને કાંધ આપી અને સ્મશાન સુધી લઈ જઈને અંતિમ સંસ્કાર કર્યા. હિરાભાઈને કોઈ પુત્ર ન હોવાથી તેમની ચારેય પુત્રીઓએ આગળ આવીને પુત્રની ફરજ નિભાવી. તેમની પુત્રીઓએ માત્ર અર્થીને કાંધ જ નહીં આપી, […]
Author: Admin Admin
વેરાવળમાં પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ નહીં થાય તો દંડનીય કાર્યવાહી
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરની મુખ્ય બજારોમાં વિવિધ સામાજિક સંસ્થાઓ અને આગેવાનોના સહયોગથી લોકો પાસે રહેલી પ્લાસ્ટિકની થેલીના બદલામાં કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટિક મુક્ત વિશ્વ થીમ પર વિવિધ કાર્યકરો થકી લોકોને જાગૃત કરવા માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત શુક્રવારે […]
દૂધનાથ મહાદેવ મંદિર પાસે વીજળીના તાર પર પડ્યું વૃક્ષ, કોઈ જાનહાનિ નહીં
ઉના તાલુકાના મોઠા ગામમાં બપોરના સમયે અચાનક પવનની ગતિ વધી ગઈ હતી. આ સમયે મોઠાથી રામેશ્વર તરફ જતા માર્ગ પર દૂધનાથ મહાદેવ મંદિરની બાજુમાં એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ PGVCLના વીજળીના તારો પર પડતાં આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ PGVCLની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ […]
તાલાલા વેરાવળ રોડ પર અકસ્માત, ક્રિકેટ રમતા 7 વર્ષના બાળકને ટ્રકે અડફેટે લીધો, સારવાર દરમિયાન મોત
તાલાલા વેરાવળ રોડ પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. સાત વર્ષના બાળક મનન પરસોતમભાઈ ગોહિલનું ટેમ્પોની અડફેટે આવવાથી મોત નિપજ્યું છે. ઘટના સમયે મનન રોડની નજીક ક્રિકેટ રમી રહ્યો હતો. આ દરમિયાન પૂર ઝડપે આવી રહેલા ટેમ્પો ચાલકે તેને અડફેટે લીધો હતો. ગંભીર ઈજાઓ પામેલા બાળકને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં […]
15 દિવસમાં માર્ગ મકાન વિભાગ દ્વારા 5 કિલોમીટરનો રોડ બનાવ્યો
ખેડા તાલુકાના વાસણાટોલ થી નવાગામ સુધી નવીન ડામર રોડની કામગીરી શરૂ કરવામાં આવતા વાહન ચાલકોએ રાહત શ્વાસ લીધો છે. છેલ્લા 15 દિવસમાં રોડ વિભાગ દ્વારા વાસણા ટોલથી પાંચ કિલોમીટર નાયકા ગામ સુધી હાલ બે લેયરમાં નવીન ડામર રોડની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં નાયકા થી નવાગામ સુધીના રોડની કામગીરી હાથ ધરવામાં આવશે. […]
નેશમાં 10 દિવસ અગાઉ ધરાશાય થયેલા વૃક્ષ જૈસે થે હાલતમાં
ઠાસરા તાલુકાના નેશ ગામમાં વાવાઝોડાને લઈ એક વૃક્ષ ધરાશાયી થયું હોવા છતા 10 દિવસથી જે સે થે હાલતમાં જોવા મળે છે. તંત્રને રજુઆત કરવા છતા વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. જોકે, આ માર્ગ ઉપર હનુમાનજી મંદિર અને બીજા ગામોને જોડતો મુખ્ય માર્ગ છે. ત્યારે આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે […]
સંતરામ ટ્રસ્ટમાં 160 મહિલાઓની તપાસ, 35 ટકા મહિલાઓમાં ગાંઠ મળી
નડિયાદના શ્રી સંતરામ મંદિર દ્વારા બ્રહ્મલીન લક્ષ્મણદાસજી મહારાજની સમાધિ તિથિ નિમિત્તે એક વિશેષ મેમોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વર્તમાન મહંત રામદાસજી મહારાજની પ્રેરણાથી શ્રી સંતરામ જનસેવા ટ્રસ્ટ સંચાલિત સંતરામ લેબોરેટરી અને સોનોગ્રાફી સેન્ટરમાં આ કેમ્પ યોજાયો. ખેડા જિલ્લામાંથી કુલ 160 મહિલાઓએ આ કેમ્પમાં નોંધણી કરાવી. સચોટ નિદાન માટે દરરોજ 10 દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી […]
545.51 લાખના ખર્ચે 12 રસ્તાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન
નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ પીપળાતા ગામમાં RCC અને ડામર રસ્તાઓના નિર્માણ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂપિયા 545.51 લાખનું રોકાણ કરવામાં આવ્યું છે. નવ રસ્તાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમાં પીપળાતા-ગાંધીપુરા રોડ 54.54 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો છે. પીપળાતા શાંભાપુરા પ્રા.શાળાથી સતનાપુરાનો રસ્તો 37.72 લાખમાં પૂર્ણ થયો છે. ખોડિયાર માતા […]
સિવિલ હોસ્પિટલ જવાના માર્ગ ઉપર વગર વરસાદે જળબંબાકારની સ્થિતી
નડિયાદ શહેરમાં સિવિલ હોસ્પિટલની પાસે આવેલી જૂની પાણીની ટાંકીમાંથી લિકેજ થતાં અને તે જર્જરિત હોવાનું કહીને નવી ટાંકી બનાવવામાં આવી હતી. જોકે, આ નવી ટાંકી હજી શરૂ થાય તે પહેલાં જ તેમાંથી લીકેજ થતાં શનિવારે રાત્રે હજારો લિટર પાણીનો વેડકાફ થયો હતો. આ પાણી માર્ગ પર વહેતાં રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવરમાં પણ હાલાકી વેઠવી પડી […]
વયમર્યાદાને કારણે સેવા પૂર્ણ કરનાર શિક્ષકોને શિક્ષણ પરિવારની શુભેચ્છાઓ
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાની વિવિધ સરકારી પ્રાથમિક શાળાઓમાંથી 17 શિક્ષકો 58 વર્ષની વયમર્યાદા પૂર્ણ થતાં નિવૃત્ત થયા છે. આ પ્રસંગે તાલુકાની શિક્ષણ ટીમ અને બીઆરસી ભવન મહેમદાવાદ તરફથી તેમને વિશેષ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. નિવૃત્ત થયેલા શિક્ષકોએ તેમની કારકિર્દી દરમિયાન શાળાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. તેમણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ ઉપરાંત સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ મહત્વપૂર્ણ યોગદાન […]










