Gujarat

જમનાવડ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ

જમનાવડ ગામના તમામ ખેડુત મિત્રો માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પીપળીયા તથા જિલ્લા વહીવટી તંત્રનાં સહયોગથી જમનાવડ ગામે તા.29/05/2025 ને ગુરુવારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ખેડૂતોને લગતી અદ્યતન ટેકનોલોજીની માહિતી આપવામાં આવી. જેમાં કૃષિ યાંત્રિકરણ, સોઈલ હેલ્થ કાર્ડ, ડ્રોનની ઉપયોગીતા, પ્રાકૃતિક ખેતી, ખાતરોની માહિતી, સરકારી યોજનાઓની માહિતી તથા પ્રદર્શન રાખેલ હતું […]

Gujarat

47 મુસાફર માટે આરામદાયક સેવા, 15 ગામના લોકોને ફાયદો થશે

આંકોલવાડી ગીર અને સુરત વચ્ચે નવી એસ.ટી. વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાથી તાલાલા આસપાસના 15 ગામના હજારો પરિવારોને લાભ થશે. આ ગામોના લોકો સુરત, વરાછા, કાપોદ્રા, સરથાણા, વેડ રોડ અને કતારગામ વિસ્તારોમાં વસવાટ કરે છે. વોલ્વો બસ આંકોલવાડી ગીરથી સાંજે 5:00 વાગ્યે ઉપડશે અને વહેલી સવારે સુરત પહોંચશે. સુરતથી સાંજે 7:00 […]

Gujarat

700થી વધુ ભક્તોએ છ કલાક સુધી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરી

મૂળી સ્વામિનારાયણ મંદિરના કોઠારી પ્રેમજીવનસ્વામીના અક્ષરવાસ નિમિત્તે વડતાલ મંદિરના રવિસભા હોલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવાર, 28 મેના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં ઝાલાવાડ પ્રદેશના 700થી વધુ સ્ત્રી-પુરુષ હરિભક્તોએ છ કલાક સુધી અખંડધૂનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે લાલજી મહારાજ, વડતાલ મંદિરના ચેરમેન ડો.સંતવલ્લભદાસજી સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમપ્રકાશદાસજી સ્વામી, મૂળીધામના કૃષ્ણવલ્લભદાસજી અને હાથીજણ […]

Gujarat

તમામને આઇસોલેશનમાં રાખવામાં આવ્યાં, લેબ રિપોર્ટની રાહ

નડિયાદમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. નવા ચાર શંકાસ્પદ દર્દીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ સાત દર્દીઓ નોંધાયા છે, જેમાંથી ત્રણને સારવાર બાદ રજા આપવામાં આવી છે. જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર, નવા મળેલા ચાર દર્દીઓના સેમ્પલ સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ કોરોના પોઝિટિવ છે કે નહીં તેની પુષ્ટિ […]

Gujarat

નડિયાદમાં કાંસ પર તાણી બાંધેલા 60 દબાણો તોડાયા, પાણીનો રસ્તો કરવા હવે સફાઇ કરાશે

નડિયાદ શહેરમાં કાંસ ઉપર આડેધડ કરવામાં આવેલાં દબાણો મનપાની ટીમ દ્વારા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત શહેરના ખેતા તળાવના ઢાળ પાસે તેમજ જીમખાના પાસે કાંસના 8 મીટરના પટ્ટા પર આવેલાં 60થી વધુ કાચા – પાકા દબાણો મનપાની ટીમ દ્વારા દૂર કરીને કાંસની સફાઇ માટેનો માર્ગ મોકળો કરવામાં આવ્યો હતો. નડિયાદ શહેરમાં […]

Gujarat

મૈત્રી ઠાકરે નૈરોબી-મોમ્બાસામાં હનુમાનચાલીસા પર ભરતનાટ્યમ રજૂ કરી હજારો દર્શકોને મંત્રમુગ્ધ કર્યા

નડિયાદના પીજ રોડ પર રહેતી 18 વર્ષિય મૈત્રી ઠાકરે નાની ઉંમરમાં જ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. તેણીએ ભારતીય સંસ્કૃતિના વારસાને જીવંત રાખી પરદેશની ધરતી પર પરફોર્મન્સ આપી સૌના દિલ જીતી લીધા છે. કેન્યાના નૈરોબી અને મોમ્બાસા ખાતે મૈત્રી ઠાકરે હનુમાનચાલીસા પર અંદાજીત સાડા સાત મીનીટ સુધી ભરતનાટ્યમ રજૂ કરી હજારો પ્રેક્ષકોના દિલમાં ભારતીય સંસ્કૃતિનો […]

Gujarat

સીટી જીમખાના પાસે JCB દ્વારા દબાણો તોડાયા, દારૂ બનાવવાના સાધનો પણ મળ્યા

નડિયાદ મહાનગરપાલિકાએ ચોમાસા પહેલાં પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત મુખ્ય કાંસને ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી છે. સીટી જીમખાના પાછળ ખાડ વિસ્તારમાં કરાયેલા કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે ખાડ વાસમાં કાંસ પર બનાવેલા નાના-મોટા દબાણો અને શૌચાલયો તોડી પાડવામાં આવ્યા હતા. આજે શુક્રવારે પણ સીટી જીમખાના પાછળના વિસ્તારમાં JCB મશીન દ્વારા દબાણો દૂર કરવાની […]

Gujarat

અપરા એકાદશી નિમિત્તે લોહાણા મહિલા મિત્ર મંડળે 151 કિલો કેરી અર્પણ કરી

ખંભાળિયામાં શ્રીજી સોસાયટી નજીક આવેલી શ્રી ગિરિરાજજી હવેલી ખાતે અપરા એકાદશીના શુભ અવસરે લોહાણા મહિલા મિત્ર મંડળે આંબા મનોરથનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ફૂલ મંડળી અને સત્સંગ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આંબા મહોત્સવ દરમિયાન શ્રી ગિરિરાજજીના ચરણોમાં 151 કિલોથી વધુ કેરી અર્પણ કરવામાં આવી હતી. આ ત્રિવિધ ભક્તિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ […]

Gujarat

ખંભાળિયાના રામનાથ સોસાયટી પાસે ખૂંટિયાનો આતંક

ખંભાળિયાની ભાગોળે રામનાથ સોસાયટી તથા જૂની લોહાણા મહાજન વાડી પાસે ખુટિયાએ આતંક મચાવ્યો હતો.જેના પગલે અફડા તફડી સાથે દોડધામ મચી જવા પામી હતી.પાલિકા દ્વારા મહા઼મહેનતે ખુટીયાને થાંભલા સાથે બાંધી દેતા લોકોએ રાહત અનુભવી હતી.જોકે,એક મહિલા સહિત ત્રણ લોકો ઉપરાંત બેક વાહનો પણ ખુટીયાની હડફેટે ચડયાનુ જાણવા મળ્યુ હતુ. ખંભાળીયા શહેરમાં આડેધડ ફરતા ખુટિયા આખલાને અગાઉ […]

Gujarat

કોરોના સંભવિત સંક્રમણ સામે દ્વારકા જિલ્લો સજ્જ

સમગ્ર ભારત તથા ગુજરાત અને ખંભાળીયાની નજીકના જામનગર સુધી કોરોનાનો નવો વેરીએન્ટ સંક્રમણ થઈ ગયું છે ત્યારે દ્વારકા જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારી તથા સંભવિત સંક્રમણ માટે પુરી તૈયારીઓ કરાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર આર.એમ.તન્ના તથા અધિક નિવાસી કલેકટર ભુપેશ જોટાણીયાના માર્ગદર્શનમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચિરાગ ચોલીસા દ્વારા સમગ્ર જિલ્લામાં વ્યવસ્થા ગોઠવાઈ […]