Gujarat

ભાણવડના હાથલા ગામે શનિ જ્યંતીએ ભાવિકોનું ઘોડાપુર, રાત્રિથી લોકો ઉમટ્યા

દ્વારકા જિલ્લાના ભાણવડના હાથલા ગામે આવેલા અત્યંત પ્રાચીન ઐતિહાસિક તથા પુરાતત્વ દ્વારા રક્ષિત એવા શનિદેવ પનોતી દેવી મંદિરે શનિ જ્યંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તથા ભાવિકોના ઘોડાપુર ઉમટ્યા હતા. મંગળવારે શનિ જ્યંતી હતી પણ સોમવારે પણ ચૌદસ અમાસ ભેગી થતી હોય રાત્રે બાર વાગ્યાથી ભાવિકોનું આગમન શરૂ થયું હતું તો નજીકના વિસ્તારોમાંથી ભાવિકો વિશાળ […]

Gujarat

કલેકટરે હોસ્પિટલોમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને દવાઓના પુરવઠાની વ્યવસ્થા તપાસી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સજ્જ થઈ રહ્યું છે. ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર આર.એમ. તન્નાની અધ્યક્ષતામાં કોવિડની તૈયારીઓ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કલેકટરે જિલ્લામાં કોવિડના કેસોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર અને આર.ટી.પી.સી.આર. કીટની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવી હતી. ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને […]

Gujarat

ઉનાળુ વેકેશનના અંતિમ પખવાડિયામાં દ્વારકા પંથકમાં માનવ મહેરામણ ઉમટયો

દર વર્ષની જેમ આ વર્ષે પણ હાલમાં ચાલી રહેલા ઉનાળું વેકેશનના અંતિમ દિવસોમાં યાત્રાધામ દ્વારકામાં દર્શનાર્થીઓ તથા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. ભારત પાકીસ્તાન વચ્ચે ટેન્શનના દિવસો શાંત થયા બાદ પુનઃ દ્વારકામાં મોટી સંખ્યામાં ટુરીસ્ટ જોવા મળી રહયા છે. દ્વારકાધીશ જગતમંદિરમાં તેમજ ગોમતી ઘાટ પર વહેલી સવારથી બપોર સુધી અને સાંજથી રાત્રિ સુધી ભાવિકોનો […]

Gujarat

કલ્યાણપુરના સીદસર ગામે આધેડ કૂવામાં પડ્યા, ભાણવડમાં 70 ફૂટ ઊંડા કૂવામાં નંદી પડ્યો

કલ્યાણપુર તાલુકાના સીદસર ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. બાપાલાલસિંહ બહાદુરસિંહ જાડેજા (ઉંમર 53) પોતાની વાડીએ પાણી ભરવા ગયા હતા. બુધવારે તેમનો પગ લપસી જતાં તેઓ કૂવામાં પડી ગયા હતા. સ્થાનિક રહેવાસીઓએ તરત જ ખંભાળિયા ફાયર વિભાગને જાણ કરી. જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા. લાંબી કાર્યવાહી બાદ […]

Gujarat

26 જુલાઈથી ટ્રેન કાનપુર સેન્ટ્રલને બદલે ગોવિંદપુરી સ્ટેશને રોકાશે

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને યાત્રીઓની સુવિધા માટે મહત્વનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 22969/22970 ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસના સ્ટોપેજમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન કાનપુર સેન્ટ્રલને બદલે ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર રોકાશે. ટ્રેન નંબર 22970 બનારસ-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ 26 જુલાઈ, 2025થી ગોવિંદપુરી સ્ટેશન પર સવારે 3.25 વાગ્યે આવશે અને 3.30 વાગ્યે પ્રસ્થાન કરશે. બીજી […]

Gujarat

વઘાસિયા હોસ્પિટલના ડૉ. હડિયલ સામે બેદરકારીનો આરોપ, એક મહિનામાં ત્રીજો કેસ

તાલાલાની વઘાસિયા હોસ્પિટલમાં પીપળવા ગામની કવિબેન નંદાણીયાની પ્રસૂતિ દરમિયાન મૃત્યુ થયું છે. મૃતકના પરિવારજનોએ ડૉક્ટર હડિયલ પર બેદરકારીનો આરોપ મૂક્યો છે. પોલીસે પેનલ ડૉક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. તાલાલા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે. ડૉ.હડિયલ સામે એક મહિના પહેલા સરકારી આરોગ્ય કેન્દ્રમાં બે પ્રસૂતાના મૃત્યુનો આક્ષેપ લાગ્યો હતો. આ ઘટના […]

Gujarat

100 બાળકોએ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનમાં ભાગ લીધો, પરિસરમાંથી કચરો એકત્ર કર્યો

ઉના તાલુકાની સોનારી પ્રાથમિક શાળામાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા મિશન લાઈફ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વેકેશન દરમિયાન પણ 100 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો. ગીર ફાઉન્ડેશન ગાંધીનગરના ભાવેશભાઈ ત્રિવેદીએ બાળકોને પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણ વિશે માહિતી આપી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાળાની આસપાસના વિસ્તારમાંથી પ્લાસ્ટિક કચરો એકત્રિત કર્યો. ભાવેશભાઈએ પ્લાસ્ટિકના રિસાયકલિંગ […]

Gujarat

તાલાલા, કોડીનાર સહિત ચાર તાલુકામાં નુક્કડ નાટક દ્વારા જનજાગૃતિ અભિયાન

ગીર સોમનાથ જિલ્લામાં પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાની આગેવાની હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ ઉજવણી 22 મે, 2025થી શરૂ થઈ રહી છે. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા તાલાલા, કોડીનાર, સૂત્રાપાડા અને ઉના વિસ્તારમાં નુક્કડ નાટકોનું આયોજન કરવામાં આવ્યું છે. આ […]

Gujarat

તાલાલા વનતંત્રે વન્ય જીવોને રંજાડ કરતા 3 શખ્સોને પકડી પાડ્યા

ગીર પશ્વિમના મેં. ડી.સી.એફ. તોમરના માર્ગદર્શન હેઠળ વન્યપ્રાણી સબબ ગુનાહિત પ્રવૃતિ અટકાવવા માટે તાલાલા રેન્જના આરએફઓ ધવલ વઘાસીયાની સૂચના મુજબ પેટ્રોલિંગની કામગીરી દરમિયાન 28મે 2025નાં રાત્રિનાં 1 વાગ્યાની આસપાસ પી. કે. વાળા વનપાલ સાથે મનીષભાઈ રવીયા ફોરેસ્ટ ગાર્ડ, આર.ડી. સોલંકી વ.ર.સ. તેમજ રાહુલભાઈ વાઢેર, ઇમરાનભાઈ બ્લોચ લેબરનાઓ દ્વારા તાલાલા રેન્જની તાલાલા રાઉન્ડમાં હડમતીયા બીટના હડમતીયા […]

Gujarat

પોલીસે પ્રવાસીઓને દૂર કર્યા, બે વ્યક્તિ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી

સોમનાથના સમુદ્ર કિનારે પ્રવાસીઓની સલામતી માટે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે સમુદ્રમાં સ્નાન કરવા પર પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડ્યું છે. વાવાઝોડાની સ્થિતિને કારણે સમુદ્રમાં ભારે કરન્ટ હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે. અગાઉ અનેક પ્રવાસીઓએ આ સમુદ્રમાં તણાઈને જીવ ગુમાવ્યા છે. આમ છતાં કેટલાક સહેલાણીઓ જાહેરનામાનું ઉલ્લંઘન કરીને સમુદ્રમાં જોખમી સ્નાન કરી રહ્યા […]