Gujarat

બસ સ્ટેન્ડ, અંબાજી મંદિર રોડ સહિત અનેક વિસ્તારોમાં સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે

વેરાવળ શહેરની પીજીવીસીએલની પેટા વિભાગ કચેરી દ્વારા તા. 29/05/2025ને ગુરુવારે 11 કેવી સીટી ફીડરનું સમારકામ હાથ ધરવામાં આવશે. આ સમારકામને કારણે સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. વીજ પુરવઠો બંધ રહેનાર વિસ્તારોમાં બસ સ્ટેન્ડની સામેનો ભાગ, અંબાજી મંદિર રોડ, ખાદી ભંડાર પાસેનો વિસ્તાર, અમરદીપ હોસ્પિટલ, બંસીધર કોમ્પ્લેક્સ અને ઘનશ્યામ […]

Gujarat

રામ મંદિરથી 51 પોથી સાથે યાત્રા નીકળી, 7 દિવસ ચાલશે ધાર્મિક કાર્યક્રમો

પ્રભાસ પાટણમાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તીર્થ પુરોહિત સોમ્પુરા બ્રાહ્મણ સમાજે ધાર્મિક આયોજન કર્યું છે. 28 મેથી 3 જૂન સુધી વેણેશ્વર ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ યોજાશે. આજે રામ મંદિરથી ભૂદેવોની બહોળી સંખ્યામાં વાજતે-ગાજતે પોથીયાત્રા નીકળી હતી. સમાજના પ્રમુખ હેમલ ભટ્ટના જણાવ્યા મુજબ, બ્રહ્મપુરી બ્રોશ્વર મહાદેવ અને મહિષાસુરમર્દિની માતાજીના મંદિરોના જીર્ણોધાર માટે આ કાર્યક્રમનું આયોજન […]

Gujarat

મજાકમાં કહેલા શબ્દોથી શરૂ થયેલી તકરાર હત્યામાં પરિણમી, આરોપી ઝડપાયો

વેરાવળ ભીડીયા દરિયા કાંઠે મરઘાઈ માતાના મંદિર પાસે એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ કેસમાં આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે. સમગ્ર ઘટના ની માહિતી આપતા વિભાગીય પોલીસ અધિકારી વી.આર.ખેંગારે જણાવ્યું હતું કે, ઘટના 27 મે 2025ની રાત્રે 9 વાગ્યે બની હતી. મહેશભાઈ તેમના મિત્રો સાથે દરિયા કિનારે માછલી પકડવાની ગળીના ભાગ […]

Gujarat

કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા માટે વિશેષ માર્ગદર્શન અને એપ્લિકેશન લોન્ચ

ઈણાજ જિલ્લા પંચાયતના સભાખંડમાં આંગણવાડીના બાળકોને સુપોષિત બનાવવાના અભિયાન અંતર્ગત પોષણ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પોષણ સંગમ એપ્લિકેશન, મોડ્યુલર અને વાલી કાર્ડની માહિતી આપવામાં આવી હતી. એન.એન.એમ. યોજનાના નાયબ નિયામક નેહા કંથારિયાએ જણાવ્યું કે બાળકોના પોષણમાં જનભાગીદારી મહત્વની છે. તેમણે પોષણને જીવનશૈલીનો ભાગ બનાવવા પર ભાર મૂક્યો હતો. રાજકોટ વિભાગના નાયબ નિયામક […]

Gujarat

કોડીનાર અંબુજા પાવર પ્લાન્ટમાંથી લાખોના સાધનોની ચોરીમાં 3 ઝબ્બે

કોડીનારમાં અંબુજા કંપનીના થર્મલ પાવર પ્લાન્ટના સ્ટોર રૂમમાંથી લાખોના ઇલેક્ટ્રીક સાધનોની થયેલી ચોરીનો ગુનો સર્વેલન્સ સ્કવોડ ગણતરીની કલાકોમાં ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લીધા હતા. અંબુજા પાવર પ્લાન્ટના સ્ટોરમાં થયેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલને શોધી કાઢવા માટે કોડીનાર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડની અલગ અલગ ટીમો તપાસમાં હતી તે દરમિયાન ચોરીના ગુનામાં પકડાયેલ […]

Gujarat

તાલાલાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત, તબીબ સામે બેદરકારીનો આરોપ

તાલાલા તાલુકાના પીપળવા ગામના પ્રસુતા કવિબેન જયેશભાઈ નંદાણીયાનું પ્રસુતિની સારવાર દરમિયાન તાલાલાની ખાનગી હોસ્પિટલના ડો. અક્ષય હડિયલની બેદરકારીથી મોત થયાની મૃતકના પતિ જયેશભાઈ રામભાઈ નંદાણીયાએ લેખિત ફરિયાદ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈ તારીખ 25 મેના રોજ સાંજે 5 વાગ્યે મહિલાને ડો. અક્ષય હડિયલ પાસે બતાવવા લઈ ગયા હતા. તેઓએ આજે જ નોર્મલ […]

Gujarat

આંકોલવાડી- તાલાલા- સુરત એસટી, વોલ્વો બસ શરૂ

તાલાલા સહિત ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા ભાગના ગામડાઓમાંથી લોકો ધંધા વ્યવસાય માટે સુરત સાથે સંકળાયેલા છે. તાલાલા આંકોલવાડી થી દરરોજ વિવિધ ટ્રાવેલ્સની સાત બસો સુરત માટે ઉપડે છે. તાલાલા તાલુકાના લોકોને સસ્તી અને સરકારી બસ સેવા પૂરી પાડવા માધુપુર (ગીર)ના સામાજિક કાર્યકર વિજયભાઇ હિરપરાએ એસટી તંત્રને લેખીત રજૂઆત કરી હતી. તે બાદ એસટી વિભાગે […]

Gujarat

22 જૂને મતદાન, 25મીએ મતગણતરી, 27મીએ પ્રક્રિયા પૂર્ણ થશે

ગીર સોમનાથ જિલ્લામાં 153 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને આજથી (28 મે) આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થયો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે પ્રાંત કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે ચૂંટણી અંગેની માહિતી આપી હતી. ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર […]

Gujarat

ગીર સોમનાથમાં તમાકુ, તમાકુની બનાવટ વેચનાર વેપારીઓની દુકાનોમાં તપાસ

ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા તાલાલા અને કોડીનાર ખાતે તમાકુ અને તમાકુની બનાવટ વેચનાર વેપારીઓની દુકાનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ અંતર્ગત COTPA-2003 એક્ટની કલમ 6(અ) અન્વયે “18 વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુ કે તમાકુની બનાવટ વેચવી તે ગુનો બને છે” ચેતવણી દર્શાવતા બોર્ડ તમાકુ કે તમાકુની બનાવટ વેચનાર દુકાનદારે બોર્ડ લગાવવાનું ફરજીયાત […]

Gujarat

વરસાદી માહોલ અને ભારે કરંટ વચ્ચે પ્રવાસીઓની બેદરકારી, પોલીસ બંદોબસ્ત છતાં કોઈ રોકટોક નહીં

સોમનાથના ગાંડા તુર વિસ્તારમાં આજે પ્રવાસીઓની બેદરકારી જોવા મળી રહી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે સમુદ્ર સ્નાન પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં પ્રવાસીઓ નિર્ભયપણે સમુદ્રમાં સ્નાન કરી રહ્યા છે. વર્તમાન સમયમાં વરસાદી વાતાવરણને કારણે સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. મહાકાય મોજાઓ ઉછળી રહી છે અને દરિયો અત્યંત અશાંત છે. આવી પરિસ્થિતિમાં સમુદ્ર સ્નાન જીવલેણ સાબિત […]