Gujarat

બાળકોનું જન્મ પ્રમાણપત્ર માત્ર 15 મિનિટમાં મળશે

વેરાવળ-પાટ ણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વેરાવળ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જે બાળકોના જન્મ તા.1 -09 -2018 પછી થયા હોય તેવા બાળકોના જન્મનો દાખલો ફક્ત 15 મિનિટમાં મળી રહે તે પ્રકારની સુવિધા શરૂ કરવામાં આવી છે. કર્મચારીઓની ઉત્તમ પ્રકારની કામગીરી અને સુવિધાથી અરજદારોને સમયની પણ બચત થશે.વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા જન્મ-મરણ નોંધણી કચેરી દ્વારા ફક્ત 15 […]

Gujarat

ખેડૂતોને વળતરની માંગ સાથે માંડાવડ યાર્ડ પાસે આમરણાંત

માવઠાથી ખેડૂતોને નુકસાન થયું હોય વળતરની માંગ સાથે આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. ગત 7 મે ના રોજ ભયંકર કમોસમી વરસાદ પડવાને લીધે ખેડૂતોને નુકશાની થયેલ છે અને ખેડૂતોના ખેતરોનુ ધોવાણ પણ થયું છે જેને લઈને બીલખાના માજી સરપંચ મહેન્દ્ર નાગ્રેચાએ તાત્કાલિક અસરથી ખેડૂતોને વળતર ચુકવવાની તંત્રને રજુઆત કરી હતી પરંતુ હજુ સુધી સરકાર […]

Gujarat

વાડી વિસ્તારમાં ગોઠવેલા પાંજરામાં 5-6 વર્ષનો દીપડો પકડાયો, એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો

સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામની વાડી વિસ્તારમાંથી એક દીપડો પકડાયો છે. સ્થાનિક ખેડૂતોએ વારંવાર દીપડાના સગડ જોવા મળતા હોવાની જાણ વન વિભાગને કરી હતી. વન વિભાગે તાત્કાલિક પગલાં લેતા વિસ્તારમાં પાંજરા ગોઠવ્યા હતા. ખેડૂત કાળાભાઈ ઓઘડભાઈ બાંભણિયાની વાડીમાં વહેલી સવારે આ દીપડો પાંજરામાં પકડાયો હતો. વન વિભાગે છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ વિસ્તારમાં પાંજરા મૂકીને દીપડાને પકડવાની […]

Gujarat

31 મે એ સોમનાથમાં સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશન વર્કશોપ, સરકારી-ખાનગી ક્ષેત્રના પ્રતિનિધિઓ જોડાશે

ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (જી.આર.આઈ.ટી) દ્વારા રિજિયોનલ માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે સોમનાથમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપની તૈયારીઓ માટે જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. વિકસિત ભારત વિઝન-2047 અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વિકાસ માટે કલેક્ટરે વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ પાસેથી સૂચનો મેળવ્યા છે. આમાં ઉદ્યોગકારો, ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ધાર્મિક અને […]

Gujarat

પત્નીને લઈને ભાગી જવાના મામલે આરોપીએ બે લોકો પર છરા વડે હુમલો કર્યો, બંને ગંભીર

ઠાસરા તાલુકાના કાલસર ગામે પત્નીને લઈને ભાગી જવાના મામલે એક શખ્સે બે લોકો પર છરા વડે હુમલો કર્યો છે. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાલસર ગામના નવી નગરી વિસ્તારમાં રહેતા સત્તારખાન પઠાણનો પુત્ર આરીફમિયા ગોહિલની પત્નીને લઈને ભાગી ગયો હતો. આ કારણે આરીફમિયાએ પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. આ બાબતે […]

Gujarat

1470 કેમ્પમાં 29 હજારથી વધુ લોકોની તપાસ, 2238 શંકાસ્પદ કેસ મળ્યા

ખેડા જિલ્લામાં વિશ્વ હાયપરટેન્શન દિવસની ઉજવણી અંતર્ગત વ્યાપક જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત અને આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા 17 મે થી 16 જૂન સુધી આ અભિયાન યોજાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 1470 સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં 29,020 લોકોની હાયપરટેન્શન માટે અને 29,092 લોકોની ડાયાબિટીસ માટે તપાસ કરવામાં […]

Gujarat

ઝાલાપુરા પ્રાથમિક શાળા પ્રથમ, 4 શાળાઓને A++ ગ્રેડ મળ્યો

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મહેમદાવાદ તાલુકામાં સ્કૂલ એક્રેડિટેશન (ગુણોત્સવ 2.0) 2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત તાલુકાની 170 શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. મૂલ્યાંકનમાં કાચ્છઈ ક્લસ્ટરની ઝાલાપુરા પ્રાથમિક શાળાએ સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સ્કૂલ એક્રેડિટેશન દરમિયાન અધ્યાપન-અધ્યયન, શાળા વ્યવસ્થાપન અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંસાધનોનો […]

Gujarat

3.69 લાખ ઘરોમાં નળ કનેક્શન, સોનૈયા ગામમાં 400 ઘરોને પાણી મળ્યું

ખેડા જિલ્લામાં જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ યોજનાએ 100 ટકા લક્ષ્યાંક હાંસલ કર્યો છે. જિલ્લામાં કુલ 3,69,324 ઘરોમાં નળ કનેક્શન આપવામાં આવ્યા છે. ગળતેશ્વર તાલુકાના સોનૈયા ગામમાં સરકારની ઓગમેન્ટેશન-સુધારણા યોજના હેઠળ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. ગળતેશ્વરથી 12 કિલોમીટર દૂર આવેલા આ ગામની વસતી 2025 પ્રમાણે 1,161 છે. ગામમાં ઠાસરા-ગળતેશ્વર ઉત્તર જૂથ યોજના અંતર્ગત […]

Gujarat

50 વિદ્યાર્થીઓએ 13 દિવસ સુધી વિવિધ પ્રયોગાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો

ડૉ. કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ખેડા દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ગણિત પ્રત્યે રુચિ વધારવા માટે ઉનાળુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST)ના માર્ગદર્શન હેઠળ આ શિબિર એચ એન્ડ ડી પારેખ હાઈસ્કૂલ, ખેડા ખાતે યોજાયો હતો. 15 મે થી 27 મે સુધી ચાલેલા આ શિબિરમાં 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો […]

Gujarat

પોલીસકર્મી બાઈક ચાલક પાસેથી નાણાંકીય વ્યવહાર કરતા હોવાનું જોવા મળ્યું, ASI અને લોક રક્ષક સસ્પેન્ડ, DYSPને તપાસ સોંપાઈ

ખેડા જિલ્લામાં સેવાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક વિવાદિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમા પોલીસ કર્મચારી અને તેના મળતિયા લોક રક્ષક દળના જવાન રોડ પર મોટરસાયકલ ચાલક પાસેથી નાણાંકીય વ્યવહાર કરતા નજરે પડે છે. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ આ મામલાની ગંભીર નોંધ લીધી છે. વાયરલ વિડિયોમાં દેખાતા સેવાલીયા પોલીસના ASI નિલેશ પાટીલ […]