Gujarat

નડિયાદ-ડાકોરના 36 કિમીના રોડ પર નમેલા 30થી વધુ ઝાડ જોખમી

નડિયાદ ડાકોર માર્ગ પર 30 થી વધુ નમેલા ઝાડ જોવા મળી રહ્યા છે. જેમાં થોડા સમય પહેલા આવેલા વાવાઝોડામાં આ માર્ગ ઉપર અને ઝાડ નમી પડ્યા હતા તે પણ તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા નથી. જેને લઈ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માત ભય જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લામાં થોડા સમય પહેલા આવેલા વાવાઝોડાને […]

Gujarat

ખેડાના બે શિક્ષકો મિનેષ પ્રજાપતિ અને દીપક સુથારનું સન્માન

ગાંધીનગરમાં યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં દેશના 14 રાજ્યોના 120 શિક્ષકોને પર્યાવરણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના બે શિક્ષકોનો સમાવેશ થયો હતો. કપડવંજ તાલુકાની મહમદપુરા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ મિનેશભાઈ પ્રજાપતિ અને મહેમદાવાદ તાલુકાના BRC કો-ઓર્ડિનેટર દીપકભાઈ સુથારને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. બંને શિક્ષકો પર્યાવરણ જાળવણી માટે લોકજાગૃતિનું કાર્ય […]

Gujarat

નાગોર ROB સર્વિસ રોડની કેનાલ જમીનથી 4 ફૂટ ઊંચી

નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ભીમાસર (અંજાર)થી ભુજ સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 341ના વિસ્તૃતિકરણની કામગીરી પૂર્ણતા ભણી છે. નાગોર રેલવે ઓવરબ્રીજનું કામ હવે માત્ર રેલ્વે ટ્રેક પર ગર્ડર બેસાડવા પૂરતું રહ્યું છે. આર.ઓ.બી.ની બાજુમાંથી નીકળતો સર્વિસ રોડ અનેક માટે મુશ્કેલરૂપ બનશે તેવું સ્થાનિક દુકાનદારો, ગોદામ માલિકો અને રહેવાસીઓ રોષ સાથે જણાવે છે. નાગોર ફાટકથી જીઆઇડીસી સુધી ગત […]

Gujarat

લખપત તાલુકાની 5 આંગણવાડી કેન્દ્રની વર્કર-હેલ્પર બહેનોને 5.50 લાખની ગ્રેજ્યુટી

લખપત તાલુકા સંકલિત બાલ વિકાસ ઘટક (ICDS) કચેરી દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. તાલુકાની પાંચ આંગણવાડી કેન્દ્રની કર્મચારી બહેનોને ગ્રેજ્યુટીના ચેક આપવામાં આવ્યા છે. દયાપર ICDS કચેરી ખાતે સીડીપીઓ શિલ્પાબેન સંઘારના માર્ગદર્શન હેઠળ આ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વિમળાબેન ભોઈયાએ ચાર વર્કર બહેનો અને એક હેલ્પર બહેનને કુલ રૂપિયા 5.50 લાખની ગ્રેજ્યુટી રકમના ચેક […]

Gujarat

ભારે ગરમીમાં દિવસે પંખા-કૂલર બેઅસર પુરવાર, વહેલો વરસાદ કેસર કેરી માટે વેરી બને તેવી ભીતિ

કચ્છમાં મહત્તમ તાપમાન સતત 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. દિવસ દરમિયાન ઉકળાટ વધવાથી લોકો ગરમીનો સામનો કરી રહ્યા છે. મોટાભાગના જિલ્લામાં ધાબડિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૂર્ય અને વાદળો વચ્ચે સંતાકૂકડીની રમત ચાલી રહી છે. અરબ સાગરમાં રચાયેલા લો પ્રેશરના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. વાતાવરણમાં આવેલા અચાનક ફેરફારથી ખેડૂતોની ચિંતા વધી છે. […]

Gujarat

108 સેવાના કર્મચારીઓનું સન્માન, EM CARE & VET CARE પુસ્તકનું વિમોચન

પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ઉત્તર ગુજરાત ઝોન પાયલોટ દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના 108 કર્મચારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે ગુજરાતમાં 108ની સેવાનો સરેરાશ રિસ્પોન્સ ટાઇમ 14.47થી ઘટીને 14.34 થયો છે. તેમણે 108ને માનવતાની સેવા અને વિશ્વાસનું પ્રતીક ગણાવી. […]

Gujarat

અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી 16.13 લાખના દારૂ સાથે ટ્રક ચાલક ઝડપાયો

અમીરગઢ પોલીસ સ્ટાફ સોમવારે સવારે 7 કલાકે પીઆઈ એસ.કે.પરમારની આગેવાનીમાં બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાન ચેકિંગ કરી રહ્યા હતા. ત્યારે આબુરોડ તરફથી આવતા ટ્રક નંબર આરજે-14-જીડી-5820 શંકાસ્પદ લાગતાં ટ્રકને ઉભુ રખાવી પોલીસે તપાસ હાથ ધરી હતી. ટ્રકની પાછળના ભાગે બનાવેલા ગુપ્તખાનામાંથી રૂપિયા 16,13,640 ની કિંમતની 1296 દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ટ્રક ડ્રાઈવર રાજકુમાર મેધય […]

Gujarat

વોર્ડ નં. 2 અને 3ની 40 સોસાયટીઓમાં બોરનું પાણી ન આવતું હોઇ નાણાં ખર્ચી ટેન્કર મંગાવવા મજબૂર

ધરોઇ થી પાલનપુર શહેરને સાંકળતી પીવાના પાણીની પાઇપ લાઇનમાં વડગામના મોરિયા નજીક ભંગાણ સર્જાયું છે. જેના કારણે છેલ્લા બે દિવસથી પાલનપુરવાસીઓને ધરોઇનું પાણી મળતું નથી. બીજી તરફ નગરપાલિકા દ્વારા બોરમાંથી અપાતુ પાણી ડહોળુ આવી રહ્યું હોઇ શહેરીજનોની હાલાકી વધી છે. જોકે,મંગળવારે બપોર સુધીમાં ધરોઇ જુથ યોજનાનો પાણી પુરવઠો પૂર્વવત થઇ જશે તેમ ધરોઇ જુથ યોજનાના […]

Gujarat

પાલનપુર પાલિકામાં ભ્રષ્ટાચાર,પાણી અને સફાઈ મુદ્દે કોંગ્રેસનાં ધરણાં

પાલનપુર નગરપાલિકામાં જિલ્લા કોંગ્રેસ દ્વારા સોમવારે ભ્રષ્ટાચાર, પાણી અને સફાઈના મુદ્દે ધરણા યોજી વિરોધ નોધાવ્યો હતો.પાલિકા વારંવાર વેરો વધારતી હોવા છતાં નાગરિકોને મૂળભૂત સુવિધાઓ મળતી નથી. પાલિકાની કામગીરી સામે વિરોધ નોંધાવતા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ, પાલિકાના સભ્યો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. પાલિકાની કામગીરી સામે વિરોધ નોંધાવતા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ, પાલિકાના સભ્યો અને કાર્યકરોને પોલીસે […]

Gujarat

અનુસૂચિત જાતિ સામે વધતા હુમલાના બનાવો સામે આવેદન

બનાસકાંઠા,અમરેલી અને પાટણમાં અનુસૂચિત જાતિ સામે હુમલાના બનાવો સામે આવ્યા હતાં. જેમાં અમીરગઢના ડાભેલામાં વાલ્મીકી સમાજના લગ્ન પ્રસંગે ડી.જે. બંધ કરાવી મારામારી કરી હતી.જેથી સામાજીક સમરસતા મંચ દ્વારા સોમવારે ક લેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. અમીરગઢ તાલુકાના ડાભેલા ગામે વાલ્મીકિ સમાજના લગ્ન પ્રસંગે ડી.જે. વગાડતા સવર્ણોએ મારામારી કરી હતી. ડીસાના પાલડીમાં શિવમંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં […]