Gujarat

મન હોલમાં બેસીને 40 વર્ષથી પંચાયતનો વહીવટ કરાય છે‎

નડીયાદથી પેટલાદ તરફ જતાં આવતું પીપળાતા ગામ મહાદેવ મંદિર તેમજ વહાણવટી માતાના મંદિરને કારણે જાણીતું છે. આ ગામની વસ્તી 20 હજાર ઉપરાંતની હોવાછતાં પણ અહીં હજી પંચાયતનું પોતાનું સારૂં મકાન નથી, જેની માંગણી છેલ્લા લાંબા સમયથી કરવામાં આવી રહી હોવાછતાં પણ હજીસુધી મકાન બન્યું નથી. પીપળાતા ગામમાં 10 સ્કુલ અને એક હાઇસ્કુલ આવેલી છે. બાલ […]

Gujarat

ખોટી નંબર પ્લેટવાળી કારમાંથી 2.72 લાખનો વિદેશી દારૂ જપ્ત, રાજસ્થાનના બે આરોપી ઝડપાયા

ચકલાસી પોલીસે નડિયાદના મહોળેલથી આડીનાર રોડ પર બાતમીના આધારે એક કારને અટકાવી હતી. કારમાંથી રૂપિયા 2.72 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના બે શખ્સો કરણસિંહ કિશોરસિંહ ચૌહાણ અને વિશ્રામ ગોરીલાલ ગડહાની ધરપકડ કરી છે. કારની તપાસ દરમિયાન પાછળની સીટ અને ડિકીમાંથી દારૂનો જથ્થો મળ્યો હતો. કારમાંથી બે ખોટી નંબર પ્લેટ પણ મળી […]

Gujarat

ચોમાસા પહેલાં પશવાળા ગામમાં રોડ-રસ્તાની સ્થિતિની સમીક્ષા, સરપંચો સાથે કરી ચર્ચા

ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેઓ તાલુકાના પશવાળા ગામે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન આજુબાજુના ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ ભીમાભાઈ જાદવ, રાવતભાઈ ગોહિલ અને ભરતભાઈ ગોહિલ સહિત ગ્રામજનોની હાજરીમાં રોડ-રસ્તાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યએ સ્થળ પર જ વિકાસ કામોની સમીક્ષા કરી હતી. તેમણે […]

Gujarat

250થી વધુ કેડેટ્સે ધાર્મિક સ્થળોએ ચલાવી જાગૃતિ ઝુંબેશ, દુકાનદારોને ગુલાબ આપી કરી અપીલ

ગીર સોમનાથ જિલ્લામાં “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ અંતર્ગત વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન 22 મેથી 5 જૂન સુધી ચાલશે. સુરક્ષા સેતુ સોસાયટી સ્ટૂડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પના કેડેટ્સ અને સોમનાથ ટ્રસ્ટના સફાઈ કર્મચારીઓએ સંયુક્ત પ્રયાસ શરૂ કર્યો છે. તેઓ સોમનાથ પરિસર, હમીરજી સર્કલ અને રામમંદિર વિસ્તારમાં પ્લાસ્ટિક નાબૂદી માટે કામ […]

Gujarat

પત્રકારોની ઉપસ્થિતિમાં સમાજ જાગરણના પાંચ પ્રવાહ પર ચર્ચા

વિશ્વ સંવાદ કેન્દ્ર, ગીર સોમનાથ જિલ્લા દ્વારા દેવર્ષિ નારદ જયંતીની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં જિલ્લા સંઘચાલક પ્રફુલભાઈ હરિયાણી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર પ્રાંત ગ્રામ વિકાસ સહ સંયોજક લક્ષ્મણભાઈ સોલંકીએ નારદજીના જીવન અને સંદેશાવાહક તરીકેના યોગદાન વિશે વાત કરી. તેમણે આધુનિક પત્રકારોને સત્ય અને ન્યાયના માર્ગે ચાલવા પ્રેરણા આપી. […]

Gujarat

કાર્યપાલક ઇજનેરનો આક્ષેપ – નોટિસ વગર કચેરી સીલ કરવી કાયદાકીય રીતે યોગ્ય નથી

ગીર સોમનાથ જિલ્લામાં ઉના પંચાયત સિંચાઈ પેટા વિભાગ કચેરીને જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) દ્વારા અડધી રાત્રે સીલ કરવાનો મામલો વિવાદમાં મૂકાયો છે. શુક્રવારે રાત્રે 2 વાગ્યે ડીડીઓએ સ્થાનિક અધિકારીઓ અને પંચાયત સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સુનિલ રાઠોડને કચેરી ખાતે બોલાવીને કચેરી સીલ કરી હતી. ડિજિટલ સાથેની વાતચીતમાં કાર્યપાલક ઇજનેર સુનિલ રાઠોડે જણાવ્યું કે, […]

Gujarat

અરબી સમુદ્રમાં લો-પ્રેશરને કારણે માછીમારી અને સ્નાન પર પ્રતિબંધ

અરબી સમુદ્રમાં લો-પ્રેશરની સ્થિતિને કારણે દિવના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ઊંચા મોજાઓને કારણે પ્રશાસને તાત્કાલિક પગલાં લીધા છે. દિવ પ્રશાસને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માછીમારો અને પર્યટકો માટે દરિયામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ફિશરીઝ વિભાગે માછીમારી ટોકન બંધ કરી દીધા છે. વિભાગે દરિયામાં રહેલી બોટોને પરત આવવા અથવા નજીકના સલામત […]

Gujarat

કન્યા વિદ્યાલય પાસે બે આખલા વચ્ચે યુદ્ધ, વાહનવ્યવહાર ખોરવાયો

ઉના શહેરમાં આખલાઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. આજે બપોરના સમયે કન્યા વિદ્યાલય પાસે બે આખલાઓ વચ્ચે યુદ્ધ થતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. આ ઘટનાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં આખલાઓ વચ્ચે યુદ્ધના દૃશ્યો હવે સામાન્ય બની ગયા છે. ભૂતકાળમાં આવા યુદ્ધોમાં રાહદારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હોવાના […]

Gujarat

બપોરે નડિયાદના રસ્તા સૂમસામ, કમોસમી વરસાદની આગાહી વચ્ચે લોકો ગરમીથી પરેશાન

ખેડા જિલ્લામાં આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જિલ્લાનું તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચ્યું છે. આ ગરમીની અસર મોડી સાંજ સુધી અનુભવાય છે. લોકો ઉકળાટનો સામનો કરી રહ્યા છે. નડિયાદમાં બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બની ગયા છે. લોકો ગરમીથી બચવા ઘરોમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો […]

Gujarat

કેમિકલ ભરેલું ટેન્કર હાઈવેની રેલિંગ તોડીને 20 ફૂટ ઊંડા ખાડામાં પડ્યું, કેમિકલ લીકેજ થતાં ફાયરની ટીમ કામે લાગી

નડિયાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચકલાસી પાસે શનિવારે બપોરે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કેમિકલ ભરેલું ટેન્કર (GJ 06 AT 6296) હાઈવેની રેલિંગ તોડીને 20 ફૂટ ઊંડા ખાડામાં પડ્યું છે. ટેન્કરમાં દહેજથી અમદાવાદ લઈ જવાતું 16,000 લિટર હાઈડ્રોજન પેરોક્સાઈડ કેમિકલ ભરેલું હતું. અકસ્માતમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. જોકે, ટેન્કર પલટી જતાં કેમિકલ લીકેજ […]