Gujarat

14.94 લાખના ખર્ચ છતાં રસ્તાનું કામ અધૂરું, કોંગ્રેસે બોર્ડ મૂકી વિરોધ નોંધાવ્યો

નડિયાદ શહેર કોંગ્રેસે ભ્રષ્ટાચાર સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે જ્યાં કામમાં ગેરરીતિ થઈ હોય ત્યાં બોર્ડ મૂકવાનું અભિયાન શરૂ કર્યું છે. 19 જાન્યુઆરી 2024ના રોજ ઝલક રોડથી ડેરી રોડ સુધીના રસ્તાના રિસરફેસિંગનું કામ શરૂ થયું હતું. આ કામ પાછળ રૂપિયા 14.94 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. જો કે, આજ […]

Gujarat

17 વર્ષની કિશોરી વેન્ટિલેટર પર, 65 વર્ષના વૃદ્ધ સહિત કુલ ત્રણ એક્ટિવ કેસ

ખેડા જિલ્લામાં કોરોના વાયરસના કેસોમાં વધારો નોંધાયો છે. શનિવારે મોડી સાંજે વધુ બે નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ત્રણ થઈ ગઈ છે. નવા નોંધાયેલા બે કેસોમાં 17 વર્ષની કિશોરી અને 65 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કિશોરીની સ્થિતિ ગંભીર હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી […]

Gujarat

નડિયાદ મનપાએ 50થી વધુ જર્જરિત મકાનના માલિકોને નોટિસ ફટકારી

નડિયાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. ત્યારે શહેરમાં જર્જરિત મકાનો અને દુકાનદારોને મહાનગરપાલિકા દ્વારા નોટિસો ફટકારવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં આવેલી 50 થી વધુ જર્જરિત મકાનોને નોટિસ ફટકારી દેવામાં આવી છે. ત્યારે મકાન માલિકો દ્વારા રીપેરીંગની કામ હાથ ધરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં શહેરમાં […]

Gujarat

વડતાલના આનંદપૂરામાં લગ્ન સ્થળે જાનૈયા અને કન્યા પક્ષ વચ્ચે મારા મારી, 5ને ઇજા

વડતાલના આનંદપૂરામાં જાન લઇ પરણવા ગયેલા નડિયાદના બામરોલીના રહીશોને કડવો અનુભવ થયો હતો.જેમાં વરરાજા લગ્ન મંડપમાં પહોંચી ગયા બાદ કોઇ બાબતે જાનૈયા અને લગ્ન સ્થળે હાજર લોકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. આ બનાવમાં કેટલાક શખ્સોએ પાંચ થી સાત વ્યક્તિને ડંડા અને લાકડી વડે મારમાર્યો હતો.જેમાં એક યુવકને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો […]

Gujarat

તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, મહિપતસિંહ ચૌહાણે મોબાઈલના મર્યાદિત ઉપયોગની સલાહ આપી

વસો તાલુકા મથકે વસો કસ્બા ખિદમત ગ્રુપ દ્વારા ચોથો ઈનામ વિતરણ સમારોહ યોજાયો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ લવાલના મહિપતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. નડિયાદના જાણીતા ડેન્ટલ સર્જન ડૉ. રમીઝ વ્હોરા અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. સમારોહમાં ગાયનેક ડૉ. હન્ના વોહરા અને એમબીબીએસ ડૉ. અસ્મા વોહરાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. […]

Gujarat

ભારત વિકાસ પરિષદ અને શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક-ચોપડાનું વિતરણ

નડિયાદમાં ભારત વિકાસ પરિષદ અને શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના સંયુક્ત પ્રયાસથી એક મહત્વપૂર્ણ શૈક્ષણિક સહાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી આત્મ સિદ્ધિ શાસ્ત્ર રચના ભૂમિ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બીવીપી શાખા પ્રમુખ ભાવેશ રાઠોડ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમદ રાજચંદ્ર મિશનના […]

Gujarat

મીરજાપર સભા સ્થળ નજીકના માર્ગો બપોરે 1થી સાંજે 7 વાગ્યા સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિદૂર બાદ પ્રથમવાર કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. તેમની ભુજ મુલાકાતને લઈને કલેકટર આનંદ પટેલે ટ્રાફિક નિયંત્રણનું જાહેરનામું બહાર પાડ્યું છે. કલેકટરના હુકમ મુજબ, 26 મે 2025ના રોજ બપોરે 1થી સાંજે 7 વાગ્યા સુધી ભુજ શહેરના કેટલાક માર્ગો બંધ રહેશે. 36 કવાટર્સ ત્રણ રસ્તાથી એરપોર્ટ ત્રણ રસ્તા, કોડકી ચાર રસ્તા, ત્રિમંદિર […]

Gujarat

સંતો-મહંતો સહિત અનેક અગ્રણીઓએ ભાવાંજલિ સભામાં યાદ કર્યાં, શિક્ષણ ક્ષેત્રે કરેલા કાર્યોની પ્રશંસા કરી

ભચાઉના સ્વામિનારાયણ ગુરુકુળના સ્થાપક શાસ્ત્રી કૃષ્ણદાસજીની ભાવાંજલિ સભા યોજાઈ હતી. આ સભામાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ સ્વામીજીના કાર્યોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નમક ઉદ્યોગકાર બાબુભાઈ ભીમાભાઈ હુંબલે જણાવ્યું કે, તેમનો સ્વામીજી સાથેનો પરિચય ભુજ સ્વામિનારાયણ બોર્ડિંગમાં થયો હતો. સ્વામીજીના પ્રયાસોથી ભુજોડીનું શૈક્ષણિક સંકુલ પ્રથમ અમુક વર્ષ માટે અને પછી કાયમી ધોરણે નજીવી રકમમાં મેળવવામાં […]

Gujarat

વોલ પેઇન્ટિંગ દ્વારા સશસ્ત્ર દળોની બહાદુરીને સલામ

માંડવી નગરપાલિકાએ ડો. ચુનીલાલ વેલજી મહેતા ઉદ્યાનમાં ઓપરેશન શિંદુરની યાદમાં વિશેષ વોલ પેઇન્ટિંગનું નિર્માણ કર્યું છે. આ પહેલ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ અને ધારાસભ્ય અનિરુદ્ધ દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. નગરપાલિકાના અધ્યક્ષ હરેશ વિંઝડાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે આતંકવાદ સામે […]

Gujarat

11 કેવી દક્ષ ફીડરમાં સમારકામ, સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે

વેરાવળ શહેરમાં આવતીકાલે તા. 24 મે, શનિવારે વીજ પુરવઠામાં કાપ મૂકવામાં આવશે. પીજીવીસીએલની પેટા વિભાગ કચેરી દ્વારા 11 કેવી દક્ષ ફીડરનું સમારકામ હાથ ધરવામાં આવશે. સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. આ વિસ્તારોમાં શિવજીનગર, આદિત્ય પાર્ક, સોલંકી ટાયરની પાછળનો વિસ્તાર, ક્રિષ્ના સોસાયટી અને નમસ્તે હોટલ પાસેનો વિસ્તાર સામેલ છે. […]