Gujarat

સોમનાથ LCBએ UPના 4 શખસની ધરપકડ કરી, 90 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

ગીર સોમનાથ એલસીબી પોલીસે આંતરરાજ્ય ચોર ગેંગને પકડી પાડી છે. સોમનાથ બાયપાસ સફારી સર્કલ પાસેથી ઉત્તર પ્રદેશના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગે ગુજરાતના 11 શહેરમાં 104 દુકાનમાંથી રોકડની ચોરી કરી હતી. પકડાયેલા આરોપીઓમાં સંજયકુમાર બડેરા, વિભાગ ડબાસ, વિશાલ કોહલી અને વિજય ડબાસનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના વતની […]

Gujarat

ફિશરીઝ વિભાગની તાકીદ છતાં માછીમારો પરત ફર્યા નથી, સુરક્ષાની દૃષ્ટિએ પરત ફરવા આદેશ

અરબી સમુદ્રમાં ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ અને ચક્રવાતની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આમ છતાં, 503 જેટલી ફિશિંગ બોટો હજુ પણ અરબી સમુદ્રમાં કાર્યરત છે. ફિશરીઝ વિભાગના અધિકારી વિમલ પંડ્યા અને સિક્યુરિટી ગાર્ડ લાખાભાઈ ચાવડાએ આપેલી માહિતી મુજબ, આજે બપોરે 12 વાગ્યા સુધીની સ્થિતિએ આ બોટો હજુ દરિયામાં છે. […]

Gujarat

આવતીકાલે ટાવરચોકથી સાંજે 5:30 વાગ્યે પ્રારંભ, શહેરના મુખ્ય માર્ગો પર નીકળશે રેલી

વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ ઉજવણી અંતર્ગત વેરાવળમાં આવતીકાલે વૉકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વૉકેથોન ટાવરચોકથી શરૂ થશે. રેલી સટ્ટાબજાર, સ્વામિનારાયણ મંદિર, સુભાષ રોડ અને શાકમાર્કેટ થઈને પુનઃ ટાવરચોક સુધી જશે. આજ રોજ કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં વૉકેથોનની વિગતવાર રૂપરેખા તૈયાર કરવામાં આવી. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ “વૈશ્વિક […]

Gujarat

6 દુકાનોમાંથી 1500 કિલો પ્લાસ્ટિક જપ્ત, પાલિકા તંત્ર આગામી દિવસોમાં પણ અભિયાન ચાલુ રાખશે

ગીરસોમનાથના વેરાવળ નગરપાલિકા તંત્રે પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. પાલિકાની ટીમે શહેરની છ દુકાનોમાં તપાસ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન દરમિયાન ૐ માર્કેટિંગ, એચ.કે.પ્લાસ્ટિક, નેશનલ એસેન્સ સ્ટોર અને લીલાશાહ પ્લાસ્ટિક સહિતની પેઢીઓમાંથી કુલ 1500 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. ચીફ ઓફિસર પાર્થિવ પરમારના જણાવ્યા અનુસાર, […]

Gujarat

DDOએ પોલીસ સાથે અચાનક કાર્યવાહી કરી, રેકોર્ડની તપાસ બાદ કચેરી સીલ કરી

ઉનાની પંચાયત સિંચાઈ પેટા વિભાગની કચેરીમાં મધરાતે મોટી કાર્યવાહી થઈ છે. જિલ્લા વિકાસ અધિકારી નેહલ ભાપકર એડિશનલ કલેક્ટર સાથે અચાનક ઉના પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક અધિકારીઓને જાણ કર્યા વિના બોલાવ્યા હતા. પોલીસની હાજરીમાં સિંચાઈ વિભાગના અધિકારી સુનિલ રાઠોડને બોલાવી કચેરી ખોલાવી હતી. સરકારી રેકોર્ડની તપાસ કર્યા બાદ રાત્રે 2 વાગ્યે કચેરીને સીલ મારી દેવામાં આવી […]

Gujarat

5 ગામના રહીશોએ રજૂ કરેલા પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારીઓને સૂચના

ગીર સોમનાથના રોણાજ ગામમાં જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં રાત્રિસભા યોજાઈ હતી. આ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કલેક્ટરે ગ્રામજનો સાથે સંવાદ કરી વિવિધ સરકારી યોજનાઓની માહિતી મેળવી હતી. તેમાં સાક્ષરતા દર, આશ્રયસ્થાન, ટેન્ડર પ્રક્રિયા, જન્મ-મરણની નોંધણી, પી.એચ.સી.માં પાણીની વ્યવસ્થા અને વિવિધ સહાય યોજનાઓનો સમાવેશ થાય છે. તેમણે ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ […]

Goa

20 મિનિટના મેઘતાંડવમાં 25થી વધુ વૃક્ષો-વીજ થાંભલા ધરાશાયી, વાહનોને નુકસાન

વેરાવળ-સોમનાથ પંથકમાં આજે સાંજે 6 વાગ્યાના સુમારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. મીની વાવાઝોડા જેવા તોફાની પવન સાથે આવેલા વરસાદે વિસ્તારમાં ભારે તારાજી સર્જી હતી. વીસ મિનિટ સુધી ચાલેલા મેઘતાંડવમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 25થી વધુ વૃક્ષો અને અનેક વીજ થાંભલાઓ ધરાશાયી થયા […]

Gujarat

બે દીકરીઓના લગ્ન પ્રસંગે મીની વાવાઝોડાએ મંડપ કર્યો ધરાશાયી, કોઈ જાનહાની નહીં

ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પાંડવા ગામમાં એક પરિવાર માટે આનંદના પ્રસંગમાં કમોસમી વરસાદનો કહેર કર્યો હતો. રમેશભાઈ મારડીયાની બે દીકરીઓના લગ્ન પ્રસંગ દરમિયાન કુદરતે ભારે પવન અને વરસાદનું વિઘ્ન નાખ્યું. ગઈકાલે સાંજના સમયે અચાનક ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. મીની વાવાઝોડા જેવી સ્થિતિએ લગ્ન મંડપ અને સમિયાણાને ધરાશાયી કરી દીધા હતા. આ ઘટનામાં […]

Gujarat

મરચા માર્કેટમાં 70 પરિવારોના ઝૂંપડા ધરાશાયી, લાખોનું નુકસાન

વેરાવળના ભાલકા મંદિર નજીક આવેલા મરચા માર્કેટમાં વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. માર્કેટમાં રહેતા 70થી વધુ પરિવારોના ઝૂંપડા ધરાશાયી થયા છે. આ પરિવારો જેતપુરથી મરચાનો વેપાર કરવા માટે અહીં આવ્યા હતા. મરચા માર્કેટમાં 10 જેટલા દંગા ધરાશાયી થયા છે. મોટી માત્રામાં મરચું પલળી જવાથી વેપારીઓને નોંધપાત્ર નુકસાન થયું છે. દરેક સ્ટોલ ધારકને 15થી 20 હજાર […]

Gujarat

ખાત્રજમાં વાત્રક નદીમાં પુલ બનાવી ગેરકાયદે રેતી ખનન, ભૂમાફિયા સામે તંત્ર વામણું પુરવાર

મહેમદાવાદના કનીજમાં ખનન માફિયાઓ દ્વારા ખાત્રજ ગામમાંથી પસાર થતી વાત્રક નદીના કિનારાઓ ખોદી નાખ્યા બાદ હવે નદીના વચ્ચેથી ગેરકાયદે રેતી કાઢવામાટે નદી પર પુલ બનાવાઈ રહ્યો છે. જેમાં આ નદીમાં મોટી ગાડીઓ, હાઈવા, ટ્રેક્ટર જેવા વાહનો જઈ શકે તે માટે અને નદીના પાણી અડચણ રૂપના બંને તે માટે વાત્રક નદીમાં મોટા ભૂંગળા નાખીને નદીનું વહેણ […]