વર્ષ 2020 માં વિશ્વની સાથે ગુજરાત અને ખેડા જિલ્લામાં પણ કહેર બોલાવનાર કોવિડની રિ-એન્ટ્રીને લઈને દુનિયા ફરી ચિંતામાં મુકાઈ છે ત્યારે નડિયાદ શહેરમાં જિલ્લાનો પહેલો કોવિડ પોઝિટિવ દર્દી મળી આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. વર્ષ 2020 થી 2021 સુધીના કોરોનાકાળમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે ફરી એકવાર કોરોનાએ દસ્તક દેતાં રાજ્ય સહિત જિલ્લામાં […]
Author: Admin Admin
રસાદી કાંસની સફાઈ કામગીરી શરૂ, કમિશનરે સ્થળની મુલાકાત લીધી
નડિયાદ મહાનગરપાલિકાએ ચોમાસાની સીઝન પહેલાં વરસાદી કાંસની સફાઈ કામગીરી શરૂ કરી છે. એસ.એન.વાણિયા એજન્સીને વરસાદી કાંસની સફાઈનું ટેન્ડર મળ્યું છે. એજન્સીએ ચકલાસી ભાગોળ પાસે ફતેપુરા રોડ પરની વરસાદી કાંસની સફાઈ શરૂ કરી છે. વહેલી સવારથી કાંસમાંથી વેલ, કચરો અને કાદવ દૂર કરવામાં આવ્યો છે. પાણીના યોગ્ય નિકાલ માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. મનપાના […]
601 બાળકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું, 7 કોચ દ્વારા બેટિંગ-બોલિંગની તાલીમ
ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા નડિયાદમાં 21 દિવસનો ક્રિકેટ તાલીમ કેમ્પ ચાલી રહ્યો છે. આ કેમ્પમાં અંડર-14 વયજૂથના બાળકોને તાલીમ આપવામાં આવી રહી છે. કેમ્પમાં 601 તાલીમાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી દરરોજ 575થી વધુ બાળકો તાલીમમાં હાજરી આપે છે. 5 એપ્રિલથી શરૂ થયેલો આ કેમ્પ 25 મે સુધી ચાલશે. સાત નિષ્ણાત કોચ દરરોજ સવારે બે […]
લગ્ન અને ખોટી વાતોના મુદ્દે ધારીયા-ડંડાથી હુમલો, 8 ઘાયલ, બંને પક્ષોએ નોંધાવી ફરિયાદ
મહેમદાવાદના ગોઠાજ ગામમાં બે પાડોશી પરિવારો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું છે. લગ્નમાં ન આવવા દેવા અને ખોટી વાતો ફેલાવવાના મુદ્દે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને પક્ષો વચ્ચે થયેલી મારામારીમાં કુલ 8 વ્યક્તિઓ ઘાયલ થયા છે. પ્રથમ ફરિયાદી નોફીજમીયા પીરૂમીયા મલેકના જણાવ્યા અનુસાર, મહેબુબમીયા રફીકમીયા મલેક સહિત ચાર વ્યક્તિઓએ લાકડાના ડંડા સાથે તેમના […]
કુરનમાં સરહદી સંત્રીઓ તૈયાર કરવા માટે લોકોને નાગરિક સંરક્ષણની તાલીમ અપાઇ
જિલ્લા મેજિસ્ટ્રેટના માર્ગદર્શન હેઠળ સિવિલ ડિફેન્સ ઓફિસ, ભુજ દ્વારા કચ્છના સરહદી કુરન ગામે નાગરિક સંરક્ષણ દળની પાયાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિક કલેકટર અને નાગરિક સંરક્ષણના નાયબ નિયંત્રક ધવલ પંડ્યા દ્વારા આ તાલીમની જરૂરિયાત અને મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે કચ્છ જેવા વિશાળ અને દુર્ગમ વિસ્તારમાં નાગરિકોની ભૂમિકા અત્યંત મહત્વની […]
26મીએ નવમી વખત કચ્છ આવશે, મુખ્યમંત્રી તરીકે 80થી વધુ વખત આવ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી મેના રોજ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. આ તેમની વડાપ્રધાન તરીકેની નવમી કચ્છ મુલાકાત હશે. મોદી અને કચ્છનો નાતો ખૂબ જૂનો છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 80થી વધુ વખત કચ્છની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન તરીકે તેમની પ્રથમ મુલાકાત 2015માં ત્રણ દિવસ માટે હતી. તે દરમિયાન તેમણે માતાના મઢની મુલાકાત લીધી હતી. […]
માંડવીનો બાડા સમુદ્રી કિનારો કાચબાનું મોસાળ, 150થી 200 વર્ષનું હોય છે આયુષ્ય
દર વર્ષે 23 મે નો દિવસ વિશ્વ ટર્ટલ દિવસ તરીકે ઉજ્વવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ છે વિશ્વના ટર્ટલ (દરિયાઈ કાચબા) અને ટોર્ટૉઇસ (જમીન પર રહેતા કાચબા) વિશે જાગૃતિ ફેલાવવી અને તેમની પ્રજાતિઓની રક્ષા માટે લોકોમાં જાગૃતિ લાવવી. કાચબાના નામ પરથી પડેલું કચ્છનું નામ અને તેનો દરિયા કાંઠો સૌથી વિશાળ અને વૈવિધ્યસભર દરિયાઇ જીવન […]
ચકલાસીમાં 40 લાખના ખર્ચે બનેલી ગટરના ઢાંકણા એક વર્ષમાં જ તૂટ્યા
નડિયાદ તાલુકામાં આવેલી ચકલાસી નગરપાલિકામાં એક વર્ષ પહેલા 40 લાખથી વધુ ના ખર્ચે ગટરનું કામકાજ કરવામાં આવ્યું હતું. જેમાં ચકલાસી નગરમાં આવેલા પ્રમુખસ્વામી માર્ગથી ચકલાસી પોલીસ સ્ટેશન જવાના માર્ગ ઉપર ગટરનું કામકાજ કરવામાં આવ્યું હતું. ત્યારે કોન્ટ્રાક્ટર અને ચકલાસી નગરપાલિકાના ચીફ ઓફિસરની મિલી ભગત ના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ અનુસાર કામ ન કર્યું હોવાનું સ્થાનિકો […]
મહેમદાવાદમાં 76 કોડેઈન યુક્ત બોટલો સાથે એક શખ્સની ધરપકડ, બીજા આરોપી સામે કાર્યવાહી
ખેડા જિલ્લામાં નશીલા પદાર્થોનો કારોબારનો બેરોકટોક વેપલો થઈ રહ્યો છે. જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ દ્વારા મહેમદાવાદમાંથી કફ સિરપનો ગેરકાયદે જથ્થો મળી આવ્યો છે. કોડેઈન યુક્ત કફ સિરપની બોટલ નંગ 76 કિંમત રૂપિયા 13,293 કબ્જે કરાઈ છે સાથે એક ઈસમને ઝડપી લેવાયો છે. આ બનાવમાં આ કફ સિરપની બોટલોનો જથ્થો આપનાર ઈસમ સામે પણ પોલીસે […]
સોડપુરમાં ટ્રકના ચોરખાનામાંથી 41.45 લાખનો વિદેશી દારૂ પકડાયો, બે આરોપી ઝડપાયા
સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) પોલીસે નડિયાદ તાલુકાના સોડપુર ગામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે સોડપુર ગામના બળિયાદેવ મંદિર પાસેથી એક ટ્રક (GJ 24 X 5674)ને અટકાવી તપાસ કરી હતી. ટ્રકમાં લોખંડનું ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. જેમાંથી વિદેશી દારૂની 17,651 બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત રૂપિયા 41.45 લાખ છે. પોલીસે ટ્રક, બે મોબાઈલ ફોન […]










