વેરાવળમાં પાલિકા તંત્રની પ્રી-મોનસૂન કામગીરીની પોલ કમોસમી વરસાદના સામાન્ય ઝાપટામાં જ ખૂલી ગઈ છે. શહેરની મુખ્ય બજાર સુભાષ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ સાથે ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળ્યા છે, જેના કારણે વેપારીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિસ્તારના વેપારી સંજયભાઈ મેરવાનાએ જણાવ્યું કે, પાલિકા તંત્ર […]
Author: Admin Admin
25 મેના રોજ PM મોદી કરી શકે છે ફ્લેગ ઓફ, મુસાફરોને થશે સમયની બચત
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શનાર્થીઓ માટે આનંદના સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25મેના રોજ ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદથી સોમનાથ વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ નવી વંદે ભારત ટ્રેન શરૂ થવાથી મુસાફરોના પ્રવાસ સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે. વેસ્ટર્ન રેલવેના DRUCC મેમ્બર અનિષ રાચ્છે આ અંગેની શક્યતા વ્યક્ત કરી છે. વેરાવળ રેલવે સ્ટેશન […]
તાલાલા-ગીર પંથકમાં 2 ઇંચ વરસાદ, કેસર કેરી સહિત તલ-બાજરીના પાકને અસર
ગીર સોમનાથ જિલ્લામાં આજે સવારથી કમોસમી વરસાદે માહોલ બદલી નાખ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. છેલ્લા બે દિવસથી અસહ્ય ઉકળાટ બાદ આજે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તાલાલા ગીર પંથકમાં કમોસમી વરસાદે વૈશાખ માસમાં અષાઢી માહોલ સર્જી દીધો છે. તાલાલાના […]
પરણિત યુવક અને યુવતીએ હરસિધ્ધિ સોસાયટી પાસે સજોડે ગળેફાંસો ખાધો
વેરાવળ શહેરની હરસિધ્ધિ સોસાયટી પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વહેલી સવારે સોસાયટીના છેવાડાના ભાગે આવેલી અવાવરુ જગ્યામાં એક યુવક અને યુવતીના મૃતદેહ ઝાડ પર લટકતા મળી આવ્યા હતા. સ્થાનિક લોકોએ આ અંગે તરત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતાં વેરાવળ સીટી પોલીસના PSI જી.એન.કાછડ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. […]
કોડીનારમાંથી ચોરાયેલી 3 બાઈક પોલીસ દ્વારા શોધી પરત અપાઈ
કોડીનાર શહેરમાં રહેતા ત્રણ વ્યકિતના બાઈકની ચોરી થઈ જતા ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ કોડીનાર પોલીસ દ્વારા આ ત્રણેય બાઈકને શોધી કાઢવામાં આવી હતી. અને ફરિયાદીને પરત આપવામાં આવી હતી. આ અંગેની મળતી વિગત મુજબ કોડીનાર શહેરમાં રહેતા દિનેશભાઈ કરશનભાઈ ચોહાણની સ્પેલેન્ડર બાઈક નં.જીજે- 11 એએન 3340, ચંદ્રકાન્તભાઈ લવજીભાઈ સૂચકનું એક્ટિવા નં.જીજે- 11-32 જે 5649 […]
તાલાલા પંથકમાં ભારે પવન સાથે દોઢ ઈંચ વરસાદ
તાલાલા સહિત ગીર પંથકમાં આજે સવારથી આગાહી મુજબ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને ભારે પવન ફંકાયા બાદ ધોધમાર વરસાદ શરૂ થતા એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. ભારે પવન ફૂંકાતા કેરીનો થોડો બચેલો પાક પણ ખરી પડતા કેરીના પાકને કુદરતનો વધુ એક ફટકો પડતા કેરી ઉત્પાદક ખેડૂતો હતાશ બની ગયા હતા. તાલાલા પંથકમાં […]
22 મે થી 5 જૂન સુધી ધાર્મિક સ્થળોની સફાઈ, મેરેથોન અને જાગૃતિ કાર્યક્રમો યોજાશે
ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ ‘વિશ્વભરમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી’ રાખવામાં આવી છે. 22 મે થી 5 જૂન સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. […]
કહ્યું- વેરાવળ-સોમનાથમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, સ્થાનિક પોલીસ આરોપીઓને રોકવામાં નિષ્ફળ
વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા આજે ગુજરાત રાજ્યના પોલીસ મહાનિરીક્ષક (DGP)ને મળવા પહોંચ્યા હતા અને સોમનાથ-વેરાવળ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂના વેપાર મુદ્દે ગંભીર રજૂઆત કરી. ધારાસભ્યએ જણાવ્યું કે, તેઓએ અગાઉ પણ આ મુદ્દે જિલ્લાની પોલીસને લેખિત ફરિયાદ કરી હતી છતાં કોઈ ઠોસ પગલાં લેવાયા નથી. અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે વિમલ ચુડાસમાએ દાવો […]
25 તારીખ સુધી યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે, ખેડૂતોને સૂચના
વેરાવળ એપીએમસીએ ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને વેરાવળ માર્કેટિંગ યાર્ડ આગામી ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એપીએમસીના સેક્રેટરી કનકસિંહ પરમારે જણાવ્યું કે, તારીખ 25 સુધી યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે. આ નિર્ણય યાર્ડમાં આવતા […]
મોબાઇલ વેચાણની જાહેરાતમાં છેતરપિંડી કરનાર યુવક સામે 6 ગુના નોંધાયા
સુત્રાપાડા પોલીસે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સાયબર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી છે. આરોપી જયેશ ઉર્ફે ડેવિલ ઝાલા (ઉ.વ.23) છેલ્લા બે વર્ષથી પોલીસથી ફરાર હતો. આરોપી મોબાઇલ ખરીદ-વેચાણની જાહેરાતોમાં છેડછાડ કરી પોતાનો મોબાઇલ નંબર મૂકતો હતો. ગ્રાહકો પાસેથી ઓનલાઇન પેમેન્ટ મેળવ્યા બાદ ફોન બંધ કરી દેતો હતો. આરોપી સામે રાજકોટ, સુરત, જૂનાગઢ અને ગીર સોમનાથમાં […]










