ઉના અને ગીર ગઢડા વિસ્તારમાં આજે સવારથી જ કમોસમી વરસાદનું આગમન થયું છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. વહેલી સવારથી જ બંને વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. વાદળછાયા વાતાવરણ અને ઉકળાટ વચ્ચે ઉના શહેરમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. આ વરસાદથી ખેડૂતોના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. હાલમાં લગ્નની સીઝન […]
Author: Admin Admin
નડિયાદ બસ સ્ટેશનમાં ચોમાસા પહેલા જ મસ મોટા ખાડા પડ્યા
નડિયાદ શહેરમાં આવેલા બસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં મુસાફરો આવતા હોય છે. જોકે, બસ મથકમાં વરસાદના કારણે મસ મોટા ખાડા પડી ગયા છે. જેને લઇ બસ મથકમાં આવતી બસ ખાડામાં પછડાતા રોજના 1 હજાર થી વધુ મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બસમાં પાછળ સવાર મુસાફરોને કમર તોડ માર સહન કરવાનો વારો આવ્યો છે. […]
સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોના આધારે ડીજે સંચાલક સામે FIR, લગ્ન પ્રસંગે જાહેરનામાનો ભંગ
ખેડા જિલ્લામાં ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે જિલ્લા વહીવટી તંત્રે કડક પગલાં લીધા છે. મોટા અવાજે અને રાત્રિ દરમિયાન ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કપડવંજ ગ્રામ્ય પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડિયોના આધારે પ્રથમ FIR નોંધી છે. વિડિયોમાં ડીજે વાહન પર 10થી 15 લોકો બેઠેલા જોવા મળ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે […]
28 છોડ સાથે એક શખ્સની ધરપકડ, FSL દ્વારા તપાસ બાદ ગાંજાના છોડ હોવાનું સાબિત થયું
ખેડા જિલ્લાના વસો તાલુકામાં બાજરીની ખેતીની આડમાં ગાંજાનું અવૈધ વાવેતર પકડાયું છે. વસો પોલીસે બામરોલી ગામમાં દરોડો પાડીને રૂપિયા 53,700ની કિંમતના ગાંજાના 28 છોડ જપ્ત કર્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે બામરોલી ગામના દાવડા રોડ પર આવેલા રોહિતવાસની પાછળના ખેતરમાં તપાસ કરવામાં આવી હતી. ત્યાંથી મહોત ઉર્ફે ગીરી શીવા ચૌહાણ નામનો શખ્સ મળી આવ્યો હતો. […]
જીવદયા પ્રેમીઓએ પીકઅપ ડાલું પકડ્યું, પશુઓને પાંજરાપોળમાં મોકલ્યા
પાલનપુર તાલુકામાં જીવદયા પ્રેમીઓએ કતલખાને જતા 26 પાડાઓને બચાવ્યા છે. સાંગ્રાથી ગોકુળપુરા રસ્તા પર એક પીકઅપ ડાલામાં ભેંસના બચ્ચાઓને ગેરકાયદેસર રીતે લઈ જવાતા હતા. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે પાડા-પાડીઓને ખૂબ જ ક્રૂર રીતે વાહનમાં ભરવામાં આવ્યા હતા. તેમને એકબીજા ઉપર એવી રીતે ગોઠવવામાં આવ્યા હતા કે તેમની ચામડી એકબીજા સાથે ઘસાય. આ તમામ પશુઓને […]
ઇ-કોમર્સ માટે GST નંબર આપવા 2000 રૂપિયાની માંગણી કરી, ACBએ રંગેહાથ પકડ્યો
પાલનપુરમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સેન્ટ્રલ GST કચેરીના ઇન્સ્પેક્ટરને લાંચ લેતા પકડી પાડ્યા છે. આરોપી હનુમાનપ્રસાદ રામકિશન બૈરવા, વર્ગ-2 અધિકારી તરીકે ફરજ બજાવે છે. ફરિયાદીના પિતાએ ઇ-કોમર્સ વ્યવસાય શરૂ કરવા માટે GST નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી હતી. આરોપી ઇન્સ્પેક્ટરે અરજદારને ફોન કરીને સ્થળ મુલાકાત માટે જાણ કરી. ત્યારબાદ ફરિયાદીના ઘરે જઈને વેરિફિકેશન કર્યું અને […]
હિન્દુ-મુસ્લિમ સમાજ સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા
તાલાલા ગીર ખાતે આજે સાંજે શાનદાર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સરદાર પટેલ ચોકથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં ફરી વળી હતી. યાત્રા દરમિયાન ‘ભારત માતા કી જય’ના નારા સાથે સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. આ યાત્રા જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ કરેલી કાર્યવાહીની ઉજવણીના […]
વાઇરલ વીડિયો બાદ પોલીસે કાર્યવાહી કરી, બે માથાભારે અને એક સગીર સામે ગુનો નોંધ્યો
ઉના શહેરના દેલવાડા રોડ પર જાહેરમાં થયેલી મારામારીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટનાની ગંભીર નોંધ લેતા જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા, પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરીએ તપાસનો આદેશ આપ્યો હતો. ઉના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.રાણાની આગેવાની હેઠળ વિવિધ ટીમો બનાવવામાં આવી. પોલીસે રવિભાઇ બાબુભાઇ બાંભણીયા (50 વર્ષ), […]
ક્રેનની મદદથી કામધેનુ ગૌશાળા ગ્રૂપે કર્યું રેસ્ક્યૂ, હાલ ગાયની સારવાર ચાલુ
વેરાવળના ભેટાળી ગામમાં એક ગાયને કુવામાંથી સફળતાપૂર્વક બચાવવામાં આવી છે. આ ઘટના ખેડૂત મનુભાઈ વાઢેરની વાડીમાં બની હતી. સવારના સમયે એક રખડતી ગાય અકસ્માતે વાડીમાં આવેલા ખુલ્લા કુવામાં પડી ગઈ હતી. વાડીના માલિકને આ અંગે જાણ થતાં તેમણે તરત જ ગામની કામધેનુ ગૌશાળા ગ્રૂપનો સંપર્ક કર્યો હતો. ગોસેવક જયદિપ ડોડિયા અને અન્ય યુવાનો તાત્કાલિક ઘટના […]
કર્મચારીઓને તમાકુ નિયંત્રણ અને COTPA કાયદા અંગે માર્ગદર્શન અપાયું
ગીર સોમનાથ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા વેરાવળ એસ.ટી. ડેપોમાં એક મહત્વપૂર્ણ સેન્સીટાઈઝેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડેપોના તમામ કર્મચારીઓની હાજરી નોંધાઈ હતી. તેમાં મેકેનિક સ્ટાફ, ડ્રાઇવર, કન્ડક્ટર, વહીવટી સ્ટાફ અને અપ્રેન્ટિસ સ્ટાફનો સમાવેશ થતો હતો. કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓને પેસિવ સ્મોકિંગથી થતા નુકસાન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી […]










