સમગ્ર જિલ્લામાં વણ શોધાયેલા ટી.બી.ના દર્દીઓ શોધી અને તેમને પૂરતી સારવાર અને માર્ગદર્શન થકી રોગનો ફેલાવો અટકાવવા તથા રોગથી થતા મૃત્યુ અટકાવી રોગ મુક્તિની સફળતાનો દર વધારી ટી.બીના દૈત્યને જડમૂળથી નાથવા ગીર સોમનાથ આરોગ્ય વિભાગે કમર કસી છે.સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાંથી ટી.બી.નું નિર્મૂલન કરી જિલ્લાને ટી.બી. મુક્ત જિલ્લો બનાવવા આરોગ્ય વિભાગ દ્વારા સુનિયોજીત અભિયાન અંતર્ગત […]
Author: Admin Admin
BCCI અંડર-17 ઝોનલ કેમ્પમાં પસંદગી પામી, રાજ્ય અંડર-19 ટીમની કેપ્ટન પણ રહી ચૂકી છે
જામનગરની યુવા મહિલા ક્રિકેટર હર્ષિતાબા જાડેજાએ BCCI દ્વારા અમદાવાદમાં આયોજિત અંડર-17 બહેનોના ઝોનલ કેમ્પમાં પસંદગી મેળવી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-જામનગર ખાતે તેઓ ડિસ્ટ્રિક્ટ કોચ રીનાબા બી. ઝાલા હેઠળ તાલીમ મેળવી રહ્યા છે. હર્ષિતાબાએ તાજેતરમાં SGFI દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ગુજરાત રાજ્યની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમણે […]
ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂની ફેક્ટરી ઝડપાઈ, ત્રણ આરોપી પકડાયા, બે ફરાર
જામનગર એલસીબી પોલીસે કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ‘આર્ય એસ્ટેટ’માં દરોડો પાડ્યો છે. ‘ખોડલ કોલ ટ્રેડર્સ’ નામના ગોડાઉનમાંથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે. પોલીસે ત્રણ આરોપીઓને પકડ્યા છે – અરૂણભાઇ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી (43), મહિપાલસિંહ આશીષસિંહ રાણા (34) અને જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (25). જ્યારે બે આરોપીઓ – કિશનસીંગ શેખાવત […]
ગુનાહિત ઈતિહાસ ધરાવતા અશરફ ખફીએ બંદૂક સાથે પોઝ આપી ફોટો વાઈરલ કર્યો, જામનગર SOGએ કેસ કર્યો
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના અનુસાર, એસઓજી પોલીસે સોશિયલ મીડિયા પર હથિયારના ફોટા વાયરલ કરનાર શખ્સને પકડી પાડ્યો છે. એસઓજીના પીઆઈ બી.એન.ચૌધરીના માર્ગદર્શન હેઠળ, પોલીસે સોશિયલ મીડિયા પર નજર રાખી રહી હતી. દરમિયાન સ્ટાફને બાતમી મળી કે ઈન્સ્ટાગ્રામ આઈડી asraf.khafi.790 પર એક વ્યક્તિએ બંદૂક સાથે ફાયરિંગ કરતો હોય તેવો ફોટો અપલોડ કર્યો છે. […]
મોડપર ગામમાં નવું આરોગ્ય કેન્દ્ર બનાવાયું
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના 5000 ની વસ્તી ધરાવતા મોડપર ગામોમાં લોકોને પ્રાથમિક સારવાર માટે લાલપુર કે જામનગર સુધી જવુ ન પડે તે માટે નવું આરોગ્ય કેન્દ્ર બન્યું છે. તેમ ગામના અગ્રણી લખુભાઈ ગાગીયાએ જણાવ્યું હતું વધુમાં તેણે જણાવ્યું હતું કે ગામના લોકોને આવાગમન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે પેવર બ્લોક નાખવામાં આવ્યા છે આ […]
પંચમહાલને 3-1થી હરાવી જામનગર ચેમ્પિયન, પંચમહાલને સિલ્વર મેડલ
મહેસાણા જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે 14થી 18 મે 2025 દરમિયાન ખેલ મહાકુંભ 3.0નું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં ફુટબોલ (પુરુષ વિભાગ)માં રાજ્યના વિવિધ ઝોનમાંથી 5 ટીમોએ ભાગ લીધો. રોમાંચક ફાઇનલ મેચમાં જામનગર અને પંચમહાલની ટીમો આમને-સામને આવી. જામનગરે 3-1થી મેચ જીતી પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે પંચમહાલની ટીમે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો. વિજેતા ટીમોને કલેક્ટર શ્રી […]
આઈ.ટી.આર.એના બોટેનિકલ ગાર્ડનમાં ઔષધીઓ ઉપર ક્યુ આર કોડ મુકાયા
2020માં રાષ્ટ્રીય મહત્વના સંસ્થાનનો દરજ્જો પામેલા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઈન આયુર્વેદ સંસ્થાનના પરિસરમાં તેમજ સસોઈ ડેમ પાસે આવેલા તેના બોટોનિકલ ગાર્ડનમાં ભરપુર માત્રામાં ઔષધિય મુલ્ય ધરાવતા દુર્લભ છોડો સહિતના છોડ, વનસ્પતિઓ, વૃક્ષો આવેલા છે.જેનો ઉપયોગ પણ લોક ઉપચાર-રીસર્ચમાં થાય છે. આયુર્વેદના જ્ઞાતાઓ તો આવા છોડ-વૃક્ષ-વનસ્પતિને ઓળખી જ લે તે સ્વાભાવિક છે પરંતુ લોકો […]
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડરે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાના જામનગર સ્થિત ફાર્મહાઉસમાંથી ઘોડે સવારી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. મેદાન પર બોલિંગ અને બેટિંગથી કમાલ કરનાર જાડેજા ક્રિકેટમાંથી બ્રેક દરમિયાન પોતાના ફાર્મહાઉસમાં સમય વિતાવવાનું પસંદ કરે છે. ગુજરાતના આ ક્રિકેટર ઘોડાઓના શોખીન છે. તેઓ નિયમિતપણે સોશિયલ મીડિયા પર પોતાના પ્રિય ઘોડાઓ સાથેની તસવીરો […]
નદી કિનારે બાવળની ઝાડીમાંથી 179 ઇંગ્લિશ દારૂના ચપટા સાથે એક શખ્સ ઝડપાયો
જામનગર જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવાના અભિયાન અંતર્ગત પોલીસે મહત્વની સફળતા મેળવી છે. પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના મુજબ એલસીબી પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એલસીબી સ્ટાફને મળેલી બાતમીના આધારે જામનગર શહેરમાં સ્મશાનની પાછળ, નદીના કિનારે બાવળની ઝાડીમાંથી દિવ્યરાજસિંહ જીતુભા પરમારને પકડી પાડવામાં આવ્યો છે. આરોપી નાગેશ્વર રોડ, […]
આણંદમાં રૂા.8 કરોડના ખર્ચે પહેલો સ્વિમિંગ પુલ બનશે, એક સાથે 200 લોકો તરી શકશે
આણંદ શહેર 125 વર્ષ સુધી નગરપાલિકા રહી હતી. છેલ્લાં 25 વર્ષથી 1.50 લાખ ઉપરાંત વસ્તી હોવા છતાં આનંદ પ્રમોદ અને વ્યાયામ માટેના પુરતી સુવિધા હતી નહીં. ખાસ કરીને પાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલ ન હોવાથી બાળકો સહિત સૌ કોઇને સ્વિમિંગ માટે ખાનગી સ્વિમિંગ પૂલમાં જવું પડતું હતું. જેથી મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો અને યુવાનો સ્વિમિંગ […]










