ચોમાસુ નજીક આવતાં મહેસાણા મનપાએ રાધનપુર રોડ પર પાંજરાપોળ પાસે રામોસણા તરફના ગંદા નાળામાં પાંચ વર્ષ બાદ મોટાપાયે સફાઈ શરૂ કરી છે. અહીં પાંચ ટ્રેક્ટર કામે લગાડાયા છે અને બે દિવસમાં 30 ટ્રેક્ટર કચરો ઉલેચાયો છે. હાલ જેસીબી થી કામ ચાલી રહ્યું છે. નાળામાં આગળ સફાઇ માટે એકાદ-બે દિવસમાં હિટાચી મશીન પણ ઉતારવામાં આવશે. કમળપથસામે […]
Author: Admin Admin
નાગલપુર સર્કલ ઉપર ટ્રાફિક સમસ્યા 200 મીટરમાં આવતાં ચાર કટ અને સ્ટોપલાઇનના અભાવે વકરે છે
અમદાવાદ-પાલનપુર હાઇવેના વાહનોની અવર-જવર વચ્ચે મહેસાણા શહેરના રાધનપુર સર્કલ બાદ બીજી સૌથી મોટી ટ્રાફિક સમસ્યા નાગલપુર સર્કલ પર સર્જાઇ રહી છે. વાહનોની સામાન્ય અવર-જવર વધતાં અહીં ટ્રાફિક સમસ્યા વકરી જાય છે. આ સ્થિતિ હવે રોજબરોજની બની ગઇ છે. પોલીસ અને પ્રજામાં ટ્રાફિક સેન્સના અભાવ સાથે નાગલપુર ચાર રસ્તાની બંને બાજુના રોડ ડિઝાઇનના કારણે વાહનોનો સામાન્ય […]
પાલાવાસણા સાંઈ રો-હાઉસ રસ્તામાં પાણી ભરાય છે, રોડ પણ તૂટેલો છે
મહેસાણાના પાલાવાસણા સર્કલ પર બની રહેલા ઓવરબ્રિજના બંને બાજુનો ડાયવર્ઝન રોડ મોટાભાગે સરખો કરી દેવાયો છે. વરસાદી પાણીના નિકાલની લાઇનનું પણ કામ કરાયું છે. તેમ છતાં આ ચોમાસામાં પણ એકબાજુના ભાગમાં વરસાદી પાણી ભરાઇ રહેવાની સમસ્યા યથાવત રહેશે. અહીંના વ્યવસાયકારો, સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને કલાકો સુધી પાણી ભરાઇ રહેવાની સમસ્યાનો સામનો કરવો પડે તે […]
બે શખ્સોએ યુવક પર હુમલો કરી સોનાની ચેઇન તોડી, જાનથી મારી નાખવાની ધમકી
સતલાસણા તાલુકાના ભાલુસણા ગામમાં એક ગંભીર ઘટના સામે આવી છે. ઉમરેયા રોડ પર આવેલા એક ખેતરના કૂવા પર બે શખ્સોએ હુમલો કર્યો હતો. આ ઘટના અંગે સતલાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી કાનજીભાઈ ભેમાભાઈ, જેઓ ભાલુસણા ગામના ચૌધરી વાસમાં રહે છે, તેમણે જણાવ્યું કે ભાલુસણાના ચૌહાણ ભાવેશસિંહ દલપતસિંહ અને શેષપુરાના ચૌધરી મનિષ મહેશભાઇ સાંજના […]
લાકડી-ધોકા વડે હુમલો, બંને પક્ષની ફરિયાદ બાદ 8 શખ્સો સામે ગુનો દાખલ
મહેસાણા તાલુકાના વડસ્મા ગામમાં રિક્ષા વિવાદે બે જૂથો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું છે. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે કુલ 8 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પ્રથમ ફરિયાદી ગણપતભાઈ વાહજીભાઈ રાવળ (45)ના જણાવ્યા મુજબ, ગામના રાવળ અજય રાજુભાઈ, રાવળ રાજુ છનાભાઈ અને આંબલિયાસણના ઠાકોર નિખિલજી રમેશજી રિક્ષામાં આવ્યા હતા. રાજુ છનાભાઈએ તેમના દીકરાને હેરાન કરવાનો આરોપ […]
વિદ્યાનગર રોડ પર એક વ્યક્તિ પર 4 શખ્સોનો હુમલો, CCTV ફૂટેજ વાયરલ
ઉના શહેરમાં દિવસે દિવસે અસામાજિક તત્વોની દાદાગીરી વધી રહી છે. શહેરના વિદ્યાનગર રોડ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં 4થી 5 શખ્સોએ એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. ઘટનાસ્થળ નજીકની દુકાન લાગેલા CCTV કેમેરામાં હુમલાની આ સમગ્ર ઘટના કેદ થઇ છે. આ ગંભીર ઘટના […]
કલેક્ટર સહિત 14 અધિકારીઓને હાઈકોર્ટની નોટિસ, 80 મકાનો તોડી પડાયા હતા
સોમનાથમાં શંખ સર્કલ નજીક કરાયેલા ડીમોલેશનનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. 6 અસરગ્રસ્તોએ કોર્ટમાં અરજી કરી છે. તેમના આક્ષેપ મુજબ, આધાર-પુરાવા હોવા છતાં તંત્રએ કોઈ નોટીસ આપ્યા વગર એકતરફી ડીમોલેશન કર્યું હતું. 4 એપ્રિલ 2025ના રોજ સોમનાથ શંખ સર્કલ નજીક 80 જેટલા રહેણાંક મકાનો સહિતના દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું. સ્થાનિક લોકોની મદદે આવેલા […]
તમામ બોટોને તાત્કાલિક કાંઠે પરત ફરવા આદેશ, ટોકન ઇસ્યુ પણ બંધ
ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાને લઈને અરબી સમુદ્રમાં માછીમારી પર ફરી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફિશરીઝ વિભાગની વડી કચેરી ગાંધીનગર દ્વારા તમામ માછીમારી બોટોને તાત્કાલિક પરત ફરવા આદેશ આપવામાં આવ્યો છે. વેરાવળના મદદનીશ મત્સ્યોધોગ નિયામક વિશાલ ગોહેલના જણાવ્યા અનુસાર, 15 મે સુધી માછીમારી પર પ્રતિબંધ હતો. ત્યારબાદ છૂટછાટ આપવામાં આવી હતી. પરંતુ 17 મેથી […]
નેશનલ હાઈવે પર ડિવાઈડર તોડી બેફામ દોડતા ડમ્પરો, કારને અડફેટે લીધી
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરીયા ગામમાં નેશનલ હાઈવે પર માટી ભરેલા ડમ્પરોએ આતંક મચાવ્યો છે. ડમ્પરે એક કારને અડફેટે લીધી હતી, જેમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં રાણવસી અને માઢગામની નદીમાંથી ખાનગી કંપની દ્વારા માટી ખનન કરવામાં આવી રહ્યું છે. આ માટી ભરેલા ડમ્પરો નિયમોનું ઉલ્લંઘન કરી રોંગ સાઈડમાં દોડી રહ્યા […]
70 બહેનોની ઉપસ્થિતિમાં કારગિલ વોરિયર સહિત માજી સૈનિકોનું સન્માન કરાયું
વેરાવળ નગરમાં કેશવ સ્મારક સમિતિ અને મહિલા સમન્વય દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ વિષય પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં દેશની ત્રણેય સેનાના – જમીન, આકાશ અને નૌસેનાના બહાદુર સૈનિકો અને અધિકારીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી. કાર્યક્રમમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ, ભારત વિકાસ પરિષદ અને સંપર્ક વિભાગના 70 જેટલા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ […]










