કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજિત સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-3નો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. આ ટુર્નામેન્ટ લિમ્કા બુક ઓફ વર્લ્ડમાં સૌથી મોટી ઓપન ડે-નાઈટ ટુર્નામેન્ટ તરીકે રેકોર્ડ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. ત્રણ માસના સમયગાળામાં 520થી વધુ ટીમો ભાગ લેશે. 30 એપ્રિલ 2025ના રોજ પાંચ રોમાંચક મેચો રમાઈ હતી. પ્રથમ […]
Author: Admin Admin
બોગસ માપણી સીટથી મંજૂર થયેલા લેઆઉટ પ્લાનની મંજૂરી રદ, 34 પ્લોટ ધારકોના કરોડો રૂપિયા ફસાયા
ગીર સોમનાથના વેરાવળમાં કરોડોની કિંમતી જમીનના લેઆઉટ પ્લાનમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. પ્રભાસ પાટણના સર્વે નંબર 842/બ/પૈકીની જમીનમાં બોગસ માપણી સીટના આધારે લેઆઉટ પ્લાન મંજૂર કરાવવામાં આવ્યો હતો. આ મામલે નગરપાલિકાએ લેઆઉટ પ્લાનની મંજૂરી રદ કરી છે. માપણી સીટમાં 10 મીટરના રસ્તાને બદલે 18 મીટરનો રસ્તો બતાવીને લેઆઉટ પ્લાન મંજૂર કરાવવામાં આવ્યો હતો. આ […]
ખંભાળિયા ઘી નદી ખામનાથ ડાયવર્ઝન માર્ગ ઉપર અંધારા ઉતર્યા, લોકો પરેશાન
ખંભાળિયામાં ઘી નદી પરનો વર્ષેા જૂનો પુલ જર્જરીત થયા બાદ તેને નવો બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે આ પુલ નજીકથી ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે. પરંતુ આ ડાયવર્ઝનમાં કોઈપણ જગ્યાએ સ્ટ્રીટ લાઈટો ન હોય રાતના સમયે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયામાં ઘી નદી પર ખામનાથ પાસે 120 […]
રૂકિમણી માતાજીને ઠંડક આપતા વસ્ત્રાલંકાર અને પુષ્પ શૃંગાર કરાયો
દ્વારકાધીશ મંદિરમાં અક્ષય તૃતીયાના પાવન અવસર પર વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના મુખ્ય પટ્ટરાણી રાજરાજેશ્વરી રૂકિમણી માતાજીને ઠંડક આપતા વિશેષ વસ્ત્રાલંકાર પહેરાવવામાં આવ્યા છે. આ સાથે પુષ્પોથી સુંદર શૃંગાર કરવામાં આવ્યો છે. આ વિશેષ મનોરથનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં ઉમટ્યા હતા. ભક્તોએ રૂકિમણી માતાજીના દર્શનનો લાભ લીધો અને ધન્યતા અનુભવી હતી.
આરપીએફ અને ડોગ સ્ક્વોડ દ્વારા મુસાફરો-સામાનની તપાસ શરૂ, સુરક્ષા વધારાઈ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે દ્વારકા રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. દ્વારકાના જગત મંદિરમાં દરરોજ હજારો યાત્રીકો રેલવે માર્ગે આવતા હોવાથી પશ્ચિમ રેલવેએ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી છે. સ્ટેશન પર આરપીએફના વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ડોગ સ્ક્વોડને પણ તૈનાત કરવામાં આવી છે. સ્ટેશનના તમામ મુખ્ય અને ભીડભાડવાળા વિસ્તારોમાં નિયમિત […]
ભગવાનને બે મહિના સુધી ચંદન અને પુષ્પ શૃંગાર, ઠંડા ભોગ ધરાવાશે
દ્વારકાધીશ જગતમંદિરમાં વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના પાવન પર્વ નિમિત્તે ભગવાન દ્વારકાધીશને ઋતુ અનુસાર ચંદન વાઘાનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે. આગામી બે મહિના સુધી શ્રીજીને ગરમીની ઋતુને અનુરૂપ ચંદનના લેપ સાથે દરરોજ વિશિષ્ટ પુષ્પ શૃંગાર કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ઠાકોરજીને શીતળતા આપતા વિશેષ વસ્ત્રો પહેરાવવામાં આવશે. આજે બપોરે 12 વાગ્યે શ્રીજીની વિશેષ શૃંગાર […]
દેવભૂમિ દ્વારકાના મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર, કચેરીઓમાં કામકાજ ઠપ્પ
દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહેસૂલી કચેરીના કર્મચારીઓએ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા દિવંગતોને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી, ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી વર્ગ-3 મહામંડળના આંદોલનને સમર્થન આપવા માસ સીએલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના મોટી સંખ્યામાં નાયબ મામલતદારો હડતાળ પર ઉતર્યા હતા. હડતાળના કારણે જિલ્લાની ઝોનલ કચેરીઓનું કામકાજ ખોરવાયું […]
તળાવ ખોદકામથી લઈ આશ્રયસ્થાન સુધીની વ્યવસ્થાઓની વિસ્તૃત ચર્ચા, કંટ્રોલરૂમ 24 કલાક ચાલુ રહેશે
ખંભાળિયા જિલ્લા સેવા સદનમાં આગામી ચોમાસાની પૂર્વતૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર અને નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયાએ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં ગત વર્ષની કામગીરી અને વરસાદના આંકડાઓની સમીક્ષા કરવામાં આવી. તળાવોના ખોદકામ, જર્જરિત મકાનોનો સર્વે, વૃક્ષો અને વીજલાઈનનું નિરીક્ષણ, નાળાની સફાઈ જેવી આવશ્યક કામગીરી પર ચર્ચા થઈ. સ્થળાંતર માટે […]
3800 કર્મચારીઓ માસ CL પર, બદલી-પ્રમોશનમાં અન્યાય સહિત પડતર માંગો મુદ્દે વિરોધ
ગુજરાત રાજ્યના મહેસૂલી કર્મચારીઓએ આજે બુધવારે પોતાની વિવિધ પડતર માગણીઓને લઈને માસ સી.એલ. પર ઉતર્યા છે. રાજ્યભરમાં કુલ 3800 જેટલા મહેસૂલી કર્મચારીઓ આ આંદોલનમાં જોડાયા છે. ગીર સોમનાથ જિલ્લા સેવા સદન ઇણાજ બહાર વેરાવળ-તાલાલા હાઇવે પર મહેસૂલી કર્મચારી મંડળના ગુજરાત પ્રમુખ જામસંગ પરમારની આગેવાનીમાં કર્મચારીઓએ દેખાવો કર્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં એકલા 225થી વધુ કર્મચારીઓ […]
ઘાસચારો વેચતા બે શખ્સોએ પાલિકા કર્મચારીઓને ધમકી આપી, ગુનો દાખલ થયો
ગીર સોમનાથના વેરાવળમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી દરમિયાન નગરપાલિકાની ટીમ સાથે ગંભીર ઘટના સામે આવી છે. જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા બે શખ્સોએ પાલિકાની ઢોર પકડ ટીમ સાથે માથાકૂટ કરી હતી. આરોપીઓએ ટીમને ભૂંડી ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ શહેરમાં જાહેરમાં ઘાસચારો વેચવા અને રખડતા પશુઓ […]










