ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા પ્રભાસ પાટણમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જુનાગઢ રેન્જ આઇજીપી નિલેષ જાજડીયાની સૂચના મુજબ આ કાર્યક્રમ યોજાયો હતો. રામમંદિર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 350થી વધુ લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક વી.આર. ખેંગાર સહિત વિવિધ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર્સ હાજર રહ્યા હતા. […]
Author: Admin Admin
મહેસુલી કર્મચારી મંડળે વિવિધ માંગણી સાથે ધરણા શરૂ કર્યા, ધારદાર રજૂઆત કરવામાં આવી
ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ પ્રશ્ર્નો નાં ઉકેલ લાવવા ની માંગણી સાથે ગીર સોમનાથ જિલ્લા મથકે ધરણાં પર બેસી પોતાનાં વિભાગ નાં પડતર પ્રશ્ર્ન નો વહેલીતકે ઉકેલ લાવવા માંગણી કરી હતી . મહેસુલી કર્મચારી મંડળ દ્વારા ગુજરાત સરકાર સામે નાયબ મામલતદાર ક્લાર્ક તથા મહેસુલી તલાટી સંવર્ગ નાં કર્મચારીઓ ની પ્રિ – સર્વિસ નું […]
વેરાવળમાં પ્રતિબંધ હોવા છતાં ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકતા ફરિયાદ દાખલ
વેરાવળમાં તાજેતરમાં પૂર્ણ થયેલ સફાઈ અભિયાન બાદ કચરાના પોઇન્ટ વાળી જગ્યાઓએ પાલિકા તંત્રએ સીસીટીવી કેમેરા ગોઠવી દીધા હતા.ત્યારે મેડિકલ સ્ટોરના માલિક ત્યાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકતા નજરે પડતા કાર્યવાહી કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજાના વડપણ હેઠળ, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬માં થયેલ જોગવાઈ મુજબ બાયોમેડિકલ વેસ્ટનું સેગ્રીગેશન, ટ્રીટમેન્ટ અને […]
હરિયાણાના યુવાનની સોમનાથ થી 1761 કિમી અયોધ્યા સુધી રન ફોર રામ યાત્રા
અયોધ્યા મંદિર બનવાની શરૂઆત થઈ ત્યારથી જ લોકોએ પોતાનું કંઈક ને કંઈક યોગદાન આપ્યું છે ત્યારે મહેનત એટલે કે શ્રમનું યોગદાન આપવાના હેતુ અને લોકોમાં ભગવાન શ્રીરામનું જીવન કેવું રહ્યું તે અંગે જાગૃતતા આવે તે માટે હરિયાણાના ગુરુગ્રામના યુવાને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાંનિધ્યથી અયોધ્યા શ્રીરામ મંદિર સુધીની અલ્ટ્રા મેરેથોન દોડનો પ્રારંભ કર્યો.જેમાં તે લગભગ 35 […]
થર્મલ નજીક હાઇવે સર્વિસ રોડ વગર કારણે બંધ કરી દેવામાં આવતાં ચાલકોને 10 કિમીનો ફેરો
અમદાવાદ ઈન્દોર હાઇવે પર જલારામ સ્કૂલ થી થર્મલ ચોકડી વચ્ચેથી નર્મદા કેનાલ પસાર થાય છે. તારે આ કેનાલ સર્વિસ રોડ બંધ કરવામાં આવી રહ્યો છે. જેને લઇ કેનાલ પાસેના 10 થી વધુ ગામોના લોકોને ફેરો મારવા માટે મજબૂર બન્યા છે. જેને લઈ સરપંચ દ્વારા નર્મદા કેનાલ પાસેનો માર્ગ તાત્કાલિક ચાલુ કરવા માટે માંગ કરવામાં આવી […]
ખેડા જિલ્લાની તમામ કચેરીઓમાં કામગીરી ઠપ્પ, અરજદારોને ધક્કા
ખેડા જિલ્લાના મહેસૂલી કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓના સમાધાન માટે આજે માસ સીએલ પર ઉતર્યા છે. આના કારણે જિલ્લાની મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, જમીન સુધારણા કચેરી અને જિલ્લા કલેક્ટર કચેરીમાં કામગીરી સંપૂર્ણપણે બંધ રહી છે. ગુજરાત મહેસૂલ વિભાગના કર્મચારીઓ લાંબા સમયથી વિવિધ માંગણીઓ સાથે રજૂઆતો કરી રહ્યા છે. અગાઉ ખેડા જિલ્લા રેવન્યુ એસોસિએશનના પ્રમુખ મિતેશભાઈ અને […]
ટ્રક ભટકાતા વીજ પોલ તૂટી પડ્યો 5થી વધુ ગામોમાં પુરવઠો ખોરવાયો
ઠાસરા તાલુકાના અજુપુરા ગામ પાસેથી પસાર થતો ડાકોર કપડવંજ માર્ગ પર બુધવારે બપોરના સમયે ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પાસે આવેલ ખેતરમાં વીજ પોલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેને લઇ આસપાસના વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. ડાકોર કપડવંજ માર્ગ પર આવે અજુપુરા ગામ પાસે કપડાના તાકા ભરેલો આઇસર માર્ગ ની પાસેના ખેતરમાં […]
અક્ષય તૃતીયાની રાત્રે 20 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા
રાપર ખાતે લેઉઆ પાટીદાર સમાજના 24મા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન પટેલ કન્યા છાત્રાલય ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાગડ વિસ્તારના પિપરાળાથી દુધઈ સુધીના ગ્રામ્ય વિસ્તારોમાંથી 20 યુગલોએ લગ્નગ્રંથિથી જોડાયા હતા. સમારોહના પ્રમુખ તરીકે દેવજીભાઈ રામજીભાઈ બેરા (રાપર) ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે માજી ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા, વાવિયા ભચુભાઈ ધરમશીભાઈ આરેઠીયા, મેઘજીભાઈ ચૌધરી સહિત […]
130થી વધુ મિલકત ધારકોને નોટિસ, દબાણ હટાવ કામગીરીથી સ્થાનિકોમાં રોષ
જૂનાગઢ શહેરના ધારાગઢ વિસ્તારમાં મહાનગરપાલિકાએ મોટા પાયે દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન 130થી વધુ મકાનો અને ઝૂંપડાઓને તોડી પાડવામાં આવશે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ તેમને માત્ર પાંચ દિવસની નોટિસ આપવામાં આવી હતી. આ વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી વસવાટ કરતા નઝમાબેન પઠાણે જણાવ્યું કે તેઓ રોજની મજૂરીથી જીવન નિર્વાહ કરે છે. હવે […]
માતા-બહેનને જાનથી મારવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો, કેશોદમાં માનવતાને શર્મશાર કરતો બનાવ
કેશોદ તાલુકાના એક ગામમાં માનવતાને શરમજનક બનાવતી અને હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક પિતાએ પોતાની જ સગીર દીકરી પર લાંબા સમયથી દુષ્કર્મ આચર્યું હોવાની કથિત વિગતો સામે આવી છે. પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેની 12 વર્ષની ઉંમરથી જ પિતાએ તેના પર દુષ્કર્મ શરૂ કર્યું હતું. આરોપી પિતા ઘરમાં કોઈ ન હોય ત્યારે […]










