જૂનાગઢ જિલ્લાની રાજકીય હાલતમાં ફરી એક વાર ભડકો થયો છે. હવે વિવાદ ઊભો થયો છે સીધા જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર અને સાવજ ડેરીના ચેરમેન તથા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખના પતિ દિનેશ ખટારીયા વચ્ચે. ઠુંમરે દાવો કર્યો છે કે ખટારીયાએ તેમને ખૂન કરવાની અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી છે. આ આક્ષેપો સાથે ભાજપના સ્થાનિક […]
Author: Admin Admin
જિલ્લા પ્રમુખ તરીકે સૌપ્રથમ વખત મહિલાની વરણી, નયનાબેન પટેલને કમાન સોંપાઈ; ત્રણ ટર્મ જિલ્લા પંચાયત પ્રમુખનો અનુભવ
નયનાબેન પટેલને ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિર્ણય ગુજરાત ભાજપના સંગઠન દ્વારા લેવામાં આવ્યો છે. નયનાબેન પટેલ અગાઉ ત્રણ ટર્મ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમની નિમણૂકથી જિલ્લા સ્તરે ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવાની આશા છે. આ નિમણૂક […]
નડિયાદમાં મોટર બળી જતાં 100 સોસાયટીને બે ટંક પાણી ન મળ્યું, રહીશોએ જાતે વ્યવસ્થા કરવી પડી
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાઘેશ્વરી તેમજ માઈ મંદિર વિસ્તારમાં પાણી પૂરું પાડતી ટાંકીની મોટર બળી જતા સોમવારે રાત્રે અને બાદમાં મંગળવારે સવારે પાણી ન આવતાં રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. ભર ઉનાળે પાણી ન આવતા રહીશોમાં તંત્ર પરત્વે ભારે નારાજગી જોવા મળી રહી છે. મહાનગરપાલિકા દ્વારા પાણી ન આપવામાં આવ્યું હોવા છતાં ટેન્કરની પણ વ્યવસ્થા કરવામાં […]
નાહર કલર્સના જનરલ મેનેજરના દાનથી આર.ઓ. પ્લાન્ટ અને એર કૂલર્સની સ્થાપના
રઢુ સ્થિત નૂતન વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે નવી સુવિધાઓનો પ્રારંભ થયો છે. શાળામાં આર.ઓ. પ્લાન્ટ વિથ ચિલર અને બે મોટા એર કૂલર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સુવિધાઓ નાહર કલર્સ એન્ડ કોટીંગ પ્રાઈવેટ લિમીટેડના જનરલ મેનેજર ગોપાલ કૃષ્ણ ત્રિપાઠીના દાનથી શક્ય બની છે. વિદ્યાર્થીઓને હવે શુદ્ધ પીવાનું પાણી મળશે. ઉનાળામાં તેમને ઠંડુ અને આરામદાયક […]
જુના પગરખાં એકત્ર કરી રિપેર કરાવી જરૂરિયાતમંદોને આપવામાં આવશે
નડિયાદમાં જુનિયર જેસીસ વિંગ અને યુથ રેડક્રોસ વિંગની સંયુક્ત પહેલ હેઠળ જરૂરિયાતમંદો માટે પગરખાંનું વિતરણ કરવામાં આવશે. 21થી 28 એપ્રિલ દરમિયાન શહેરમાંથી જૂના પગરખાં એકત્રિત કરવામાં આવ્યા છે. આ પગરખાંને મોચી પાસે રિપેરિંગ કરાવ્યા બાદ જરૂરિયાતમંદોને આપવામાં આવશે. ખેડા જિલ્લામાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચ્યું છે. આવા સમયે ઉઘાડા પગે ચાલતા લોકોને મદદરૂપ થવા આ […]
બળબળતા તાપ વચ્ચે એક મહિનાના માસૂમ બાળકને રઝળતું મૂકી દેવાયું
શહેરના રેલ્વે સ્ટેશન નજીક દાદુપીર રોડ પરથી ત્યજી દેવાયેલો એક મહિનાનો બાળક મળી આવ્યો હતો.બાવળ અને પથ્થરો નજીક પડેલો માસુમ રેલ્વે સ્ટેશનના માણસોને નજરે ચડતા તાતકાલીક પોલીસને જાણ કરી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં હાલ તેની સારવાર કરવામાં આવી રહી છે. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ રેલ્વે સ્ટેશન પાસેથી મંગળવારે ત્યજી દીધેલો […]
ભુજ બસ સ્ટેન્ડમાં મહિલાના બેગમાંથી 2.50 લાખના દાગીના ચોરનાર બે જબ્બે
શહેરના બસ સ્ટેન્ડ પર ચોરીનો બનાવ બન્યો હતો જેમાં માંડવી જતી બસમાં ચડતા સમયે ભીડનો લાભ લઇ મહિલાના બેગમાંથી રૂપિયા 2.50 લાખની કિંમતના દાગીના સેરવી લેવાયા હતા જેમાં પોલીસે ચોરીના બનાવને અંજામ આપનાર મહિલા સહીત બે આરોપીને ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ માંડવી બાબાવાડીમાં રહેતા ફરિયાદી સોનલબેન પ્રતિકભાઈ આહિરે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ […]
શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર, મહિલાઓના તલવાર રાસ તથા દેશભક્તિ ગીતો સાથે નીકળેલી પરશુરામ શોભાયાત્રા બની શહેરનું આકર્ષણ
તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત યુવા પાંખ આયોજિત ભગવાન પરશુરામ જન્મોત્સવ (પ્રાગટ્ય દિવસ)ની ઉજવણી કરાઈ. જેમાં મંગળવારે સવારે 9:15 વાગ્યે પરશુરામ ચોક, મહાદેવ ગેટ, આરટીઓ રાજગોર સમાજવાડી સ્થિત પરશુરામ મંદિર અને માધાપરના ઔદિચ્ય બ્રહ્મ સમાજવાડી પાસે પરશુરામ મંદિરે હવન કરવામાં આવ્યો. સાંજે 6 વાગ્યે મંત્રોચ્ચાર તથા દેશભક્તિ ગીતો સાથે પરશુરામ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું. પરશુરામ […]
ગોવર્ધન લીલા મહોત્સવની ઉજવણી, આહીર સમાજ રત્ન બાબુભાઈ હૂંબલનું સન્માન
અંજાર તાલુકાના શીણાય ગામમાં યદુવંશી સોરઠિયા આહીર સાંખે વાઘમશી પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગોવર્ધન લીલા ઉત્સવની ઉજવણી થઈ હતી. કાર્યક્રમમાં કચ્છી દાનવીર અને આહીર સમાજ રત્ન બાબુભાઈ ભીમભાઈ આહીરનું વ્યાસપીઠે વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસ (દાદા)ના વ્યાસાસને યોજાયેલી કથામાં મંત્રોચ્ચાર સાથે ઉજવણી કરવામાં […]
ભચાઉના લાકડીયામાં શહીદ ભગતસિંહ ગ્રૂપે કેન્ડલ માર્ચ યોજી
જમ્મુ-કશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ પર્યટકોને શ્રદ્ધાંજલિ આપવા ભચાઉના લાકડીયા ગામમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. શહીદ ભગતસિંહ સેનાના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના સંસ્થાપક નીલ વિઝોડા અને સામાજિક કાર્યકર્તા ઝાકીર રાઉમા સહિત ગામના અગ્રણીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં લાકડીયા સરપંચ સુલેમાન ઘઘડા, માજી ઉપસરપંચ લાભશંકર ગામોટ, પંચાયત સભ્ય મુકેશભાઈ જાટાવાડીયા અને અન્ય […]










