Gujarat

પાલનપુર સિટીલાઈટમાં એક વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યા

પાલનપુરના સિટીલાઈટ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા છેલ્લા એક વર્ષથી યથાવત્ છે. ગટર લાઇનનું યોગ્ય જતન ન થવાથી વારંવાર ચોકઅપ થાય છે. મેઇન હોલમાંથી ગટરનું દૂષિત પાણી રસ્તા પર વહે છે. નગરપાલિકા દ્વારા માત્ર બમ્બા વડે પાણી ખેચી તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે છે. કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ થતો નથી. ગટરમાંથી નીકળતી દુર્ગંધ અને ગંદકીથી લોકો ત્રાહિમામ્ […]

Gujarat

ઊંઝા-બ્રાહ્મણવાડા હાઈવે પર ટ્રકે કારને ટક્કર મારતાં પાલનપુરના દંપતીને ઈજા

પાલનપુરનું દંપતી ઇંગ્લેન્ડથી આવેલા પુત્રને લેવા અમદાવાદ ગયા હતા. પાછા ફરતી વખતે ઊંઝા-બ્રાહ્મણવાડા હાઈવે પર તેમની કારને ટ્રકે ટક્કર મારતાં દંપતીને નાની-મોટી ઈજાઓ પહોંચતાં સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડાયા હતાં.અકસ્માતથી કારને પણ નુકસાન થયું હતું. પાલનપુરના તિરૂપતિ બંગલોઝમાં રહેતા શૈલેષકુમાર રાજગોર અને તેમની પત્ની હિનાબેન કારમાં જઈ રહ્યા હતા. દંપતી અમદાવાદથી ઇંગ્લેન્ડથી આવેલા તેમના પુત્રને […]

Gujarat

બપોરે 2થી 4 વાગ્યા દરમિયાન સૌથી વધુ તાપમાન, લોકોને ઘરની બહાર નીકળવાનું ટાળવા સલાહ

બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. ગઈકાલે તાપમાન 42.8 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજે દિવસ દરમિયાન તાપમાનમાં ક્રમિક વધારો થશે. બપોરે 12 વાગ્યે 38 ડિગ્રી અને 1 વાગ્યે 39 ડિગ્રી રહેશે. બપોરના 2થી 4 વાગ્યા દરમિયાન તાપમાન […]

Gujarat

પાલનપુરની શક્તિ વિદ્યાલયમાં ચાર દિવસીય સમર કેમ્પનો પ્રારંભ, ઝુમ્બાથી કરાટે સુધીની પ્રવૃત્તિઓનું આયોજન

પાલનપુરની શક્તિ વિદ્યાલયમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ બાળકોના ઉનાળુ વેકેશનને આનંદદાયક અને રચનાત્મક બનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તા. 22થી 25 એપ્રિલ દરમિયાન ચાર દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાના ટ્રસ્ટી કે.કે. પટેલ અને એસ.પી. નાઈના હસ્તે કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર સ્ટાફે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. […]

Gujarat

પહેલગામ હુમલા બાદ આડેસર હાઈવે પર વાહનોની સઘન તપાસ શરૂ

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. આ અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાપર તાલુકા અને ખડીર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક 24 કલાક પોલીસ […]

Gujarat

સિંધુના પાણી આપો, મુખ્યમંત્રી મોદીની 23 વર્ષ જૂની માંગ હવે PM મોદી સંતોષે

૨૨ એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશમાં પાકિસ્તાન સામે બદલો લેવાની માંગ ઉઠી છે. તેવામાં ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી કરવા સહિતના પગલા લઇ બદલો લેવાની શરૂઆત કરી છે. કચ્છ સિંધુ નદીની આવમાં આવતો પ્રદેશ છે. કચ્છ માટે સિંધુ નદીના પાણીની માંગણી ખૂદ નરેન્દ્ર મોદીએ જ કરી હતી ! […]

Gujarat

28-30 એપ્રિલે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, 55મો સમૂહલગ્ન સમારોહ યોજાશે

કચ્છના અબડાસા તાલુકાના જખૌ ગામમાં ભગવાન ઓધવરામજીના જન્મસ્થળે નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, શ્રી જખૌ ભાનુશાલી મહાજન, કચ્છી ભાનુશાલી દેશ મહાજન અને અખિલ ભારતીય હરિઓમ પરિવાર દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 28 એપ્રિલના રોજ સવારે 9:30 કલાકે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થશે. બપોરે મંડપ પ્રવેશ અને […]

Gujarat

રાશનકાર્ડ સહિતની કામગીરીમાં વિલંબ, ગરમીમાં લોકો કલાકો સુધી લાઈનમાં

ગાંધીધામની મામલતદાર કચેરીમાં રાશનકાર્ડ સહિતની કામગીરીમાં થઈ રહેલા વિલંબથી લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. દરરોજ 500થી 700 લોકો વિવિધ સરકારી સેવાઓ માટે કચેરીની મુલાકાત લે છે. કચેરીમાં ટેક્નિકલ સમસ્યાઓને કારણે રાશનકાર્ડ, જાતિનો દાખલો અને આવકના દાખલા જેવી સેવાઓમાં વિલંબ થઈ રહ્યો છે. ભીષણ ગરમીમાં લોકોને કલાકો સુધી કચેરી બહાર રાહ જોવી પડે છે. રાશનકાર્ડની કામગીરીમાં […]

Gujarat

રાપરમાં કેમિકલ ભર્યું ટ્રેલર પલટ્યું, ખાવડા માર્ગે મિની ટેમ્પોમાં આગ

કચ્છ જિલ્લામાં આજે ગુરુવારે સવારે બે અલગ અલગ સ્થળે માર્ગ અકસ્માત સર્જાયા છે. સામખિયાળી-રાધનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મેવાસા પાટિયા નજીક પ્રથમ અકસ્માત થયો હતો. ગાંધીધામથી રાધનપુર તરફ જતું કેમિકલ ભરેલું ટ્રેલર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા પલટી ગયું હતું. ટ્રેલરમાંથી કેમિકલ 50 મીટર સુધી માર્ગ પર ફેલાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. હાઇવે પેટ્રોલિંગ ટીમે તાત્કાલિક […]

Gujarat

વિહિપ-બજરંગ દળે પૂતળા દહન કર્યું, મુસ્લિમ સંસ્થાએ કેન્ડલ માર્ચ યોજી

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં કચ્છમાં વિવિધ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે કોઠારામાં જીઇબી સર્કલથી સૂત્રોચ્ચાર કરી બસ સ્ટેશન પાસે આતંકવાદના પૂતળાનું દહન કર્યું. આ કાર્યક્રમમાં વિહિપના જિલ્લા મંત્રી પ્રદીપ ડાયાણી, સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ પ્રસાર સંપર્ક પ્રમુખ જગદીશસિંહ ગોહિલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. બીજી તરફ, અંજારમાં […]