IPL-18 ની 39મી મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને 39 રને હરાવ્યું. ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ગુજરાતે 3 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા. સાઈ સુદર્શને 52 અને જોસ બટલરે 41 રન બનાવ્યા. જવાબમાં KKR 8 વિકેટ ગુમાવીને માત્ર 159 રન જ બનાવી શક્યું. કેપ્ટન અજિંક્ય રહાણેએ 50 રન બનાવ્યા. જોસ બટલર 2 ઓવરમાં બે કેચ […]
Author: Admin Admin
કપડવંજના યુવકને યુવતી અને તેના સાગરીતોએ 1.07 લાખનો ચૂનો લગાવ્યો
કપડવંજ પંથકમાં લગ્ન કરવા જતાં એક યુવક છેતરપિંડીનો શિકાર બન્યો છે. અમદાવાદની યુવતી અને અન્ય લોકોએ નાણાં પડાવી ઘરેણા મેળવી લગ્ન કરી છુમંતર થતા સમગ્ર મામલે યુવાને કપડવંજ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કપડવંજ તાલુકાના પથોડા ગામે બિહોલાવાસ વિસ્તારમાં 35 વર્ષીય યુવક છે. તેઓ અપરણિત હોય યુવતીની શોધમાં હતા. દરમિયાન કપડવંજ તાલુકાના કરસનજીના મુવાડા ગામે […]
મહેમદાવાદમાં પીવાનું દુર્ગંધયુક્ત પાણી આવતા સ્થાનિકોમાં ભારે રોષ
મહેમદાવાદ શહેરમાં આવેલા પાંજરાપોળ વિસ્તારમાં આવેલ ભૂતીયા ખાંચા અને મિસ્ત્રી ખાંચામાં છેલ્લા ઘણા સમયથી ગટરના દુર્ગંધ યુક્ત પાણી આવી રહ્યું છે. જેમાં પીવાના પાણીમાં જીવાતો આવતી હોવાને લઇ સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર પાલીકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી નથી. મહેમદાવાદ શહેરમાં […]
3.95 કરોડના ખર્ચે નિર્માણ પામેલી સરકારી શાળાનું લોકાર્પણ, સ્માર્ટ ક્લાસથી લઈને વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ
કઠલાલ તાલુકાના કાકરખાડ ગામમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે શાળાના નવા મકાનની તખ્તીનું અનાવરણ કર્યું હતું. રૂપિયા 3.95 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ શાળામાં અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ, સુસજ્જ સભાખંડ અને વિજ્ઞાન પ્રયોગશાળા છે. વિદ્યાર્થીઓ માટે […]
છૂટાછેડા માટે દબાણ કરતાં પતિ-સાસુ સહિત 7 લોકો સામે ખેડા પોલીસ મથકે ફરિયાદ
ખેડામાં એક મહિલા હેલ્થ વર્કરે પોતાના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મહિલા રસીકપુરા ગામના સરકારી દવાખાનાના ક્વાર્ટર્સમાં રહે છે. તેના પતિ તલાટી તરીકે નોકરી કરે છે. 35 વર્ષીય મહિલાના લગ્ન 6 વર્ષ પહેલા થયા હતા. શરૂઆતમાં લગ્નજીવન સુખમય હતું અને તેમને એક પુત્ર પણ છે. પરંતુ પુત્રના જન્મ બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. પતિ, […]
માંડવીના બિદડામાં IPL મેચ પર સટ્ટો રમતા યુવકની ધરપકડ, 8 હજારથી વધુનું બેલેન્સ જપ્ત
લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છે માંડવીના બિદડા ગામમાંથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સની ધરપકડ કરી છે. પીઆઇ એસ.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી વિમલ નારણભાઈ રાજગોર (ઉંમર 36) બિદડા ગ્રામ પંચાયતની બાજુમાં આવેલા ઓટલા પર બેસીને IPLની મેચ પર સટ્ટો રમતો હતો. તે ગુજરાત ટાઈટન્સ અને […]
ભુજના સરગુ ગામે હિસ્ટ્રીશીટરનું 10 લાખનું અનધિકૃત બાંધકામ તોડી પડાયું
પશ્ચિમ કચ્છ પોલીસે ભુજના સરગુ ગામમાં દબાણ ઉપર કાર્યવાહી કરી છે. પોલીસે એક હિસ્ટ્રીશીટરનું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું છે. આ બાંધકામ લિયાકતઅલી રસીદઉલ્લા નોડે નામના શખ્સે કર્યું હતું. લિયાકતઅલી મૂળ ભુજના લુડિયાંનો રહેવાસી છે અને હાલમાં ભારાપરમાં રહે છે. તેની સામે કચ્છ, બનાસકાંઠા અને અમદાવાદ જિલ્લામાં 5થી વધુ છેતરપિંડીના કેસ નોંધાયેલા છે. આરોપીએ ખાવડા પોલીસ […]
ઠાસરા પાલિકાના ઉપપ્રમુખના વોર્ડમાં જ ઉભરાતી ગટરથી સ્થાનિકો હેરાન પરેશાન
ઠાસરાના વોર્ડ નંબર ત્રણ અને ચારમાં ભાથીજી મંદિર થી બળીયાદેવ મંદિર સુધીના માર્ગ ઉપર ગટરના પાણી વહેતા હોવાને લઈ સ્થાનિકો તથા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે પાલિકાના ઉપપ્રમુખના વોર્ડમાં જ ગંદકીનો ભરમાર જોવા મળી રહ્યો છે. જોકે, સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં છતાં પણ પાલિકાના નિંદ્રાધીન અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી કરવામાં […]
મહેમદાવાદમાં સ્પર્ધાત્મક પરીક્ષા સહિતના 8 હજાર પુસ્તક ધરાવતી લાયબ્રેરી તૈયાર નડિયાદ10 કલાક પેહલા
ગ્રામ્ય વિસ્તારની કલ્પનાને હવે લોકોએ બદલવાની તાતિ જરૂર છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે યુવાઓને ઘર અને ગામથી દૂર મોટાં શહેરોમાં જવું ન પડે તેવા સ્તુત્ય વિચાર સાથે ખેડા જિલ્લાના તાલુકા મથક મહેમદાવાદ ખાતે અદ્યતન લાયબ્રેરી બનાવવામાં આવી છે. જેમાં સાહિત્યના પુસ્તકોની સાથે સાથે સવિશેષ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતાં પુસ્તકોને સમાવવામાં આવ્યા છે. મોબાઇલના દુષણ તરફ વળેલાં […]
LCBએ ચલાલી ગામમાંથી 5.08 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એક બુટલેગરની ધરપકડ
નડિયાદ જિલ્લામાં દારૂની બદીને નાથવા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચલાલી ગામમાં દરોડો પાડીને મોટી સફળતા મેળવી છે. ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ચલાલી ગામમાં પોલીસને બાતમી મળી હતી. બાતમી મુજબ નવાનગર પ્રાથમિક શાળા સામે કુવા નજીક વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું. પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન […]










