પાટનગર યોજના વિભાગે ગાંધીનગરને દબાણમુક્ત બનાવવા મોટું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન 21થી 26 એપ્રિલ સુધી ચાલશે. શહેરના 30 સેક્ટર અને 7 શહેરી ગામોમાં દબાણો દૂર કરવામાં આવશે. વિભાગે 30 ટીમો બનાવી છે. દરેક ટીમ સાથે બુલડોઝર અને પોલીસ બંદોબસ્ત રહેશે. શહેરમાંથી કુલ 1400 જેટલા ઝુંપડા અને લારી-ગલ્લાના દબાણો હટાવવામાં આવશે. ગાંધીનગરમાં જમીનની માલિકી […]
Author: Admin Admin
ધારાસભ્ય મહેશ કસવાળાએ અટલધારા કાર્યાલય ખાતે કાર્યકરોનું સ્વાગત કર્યું
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ અટલધારા કાર્યાલય ખાતે નવા હોદ્દેદારોનું સ્વાગત કરી તેમને માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખોની નિમણૂક બાદ હવે તાલુકા અને શહેર સ્તરે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે. દરેક તાલુકા અને શહેરમાં 10થી વધુ હોદ્દેદારોની ટીમ બનાવવામાં આવી રહી […]
ચોતરફ હરીયાળી છવાશે : પર્યાવરણ અને પાણી બચાવવા માટેનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું
સાવરકુંડલા તાલુકાના નાના એવા જીરા ગામમાં પાંચ હજાર વૃક્ષો વાવવામાં આવ્યા છે અને આ વૃક્ષોરોપણ પહેલા સમગ્ર ગામના ગ્રામજનો દ્વારા ગામની ફરતે 5 હજાર વૃક્ષોની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જીરા ગામના લોકોએ પર્યાવરણની રક્ષા માટે એક અનોખુ કદમ અપનાવ્યું હતુ અને વાજતે ગાજતે પાંચ હજાર વૃક્ષોની શોભાયાત્રા કાઢી ગામના જુદા જુદા વિસ્તારોમાં […]
40 ડિગ્રી તાપમાનમાં 2000થી વધુ લોકોને મળશે વિનામૂલ્યે છાસ, બહેનોને સાડી-ડ્રેસની ભેટ
અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં આવેલા લાલજીદાદાના વડલા ખાતે માનવસેવાનો અનોખો યજ્ઞ શરૂ થયો છે. અહીં 40 ડિગ્રી જેવા ઊંચા તાપમાન વચ્ચે વિનામૂલ્યે છાસ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માતૃશ્રી સંતોકબા મેડિકલ સેન્ટર દ્વારા આયોજિત આ સેવાયજ્ઞમાં 500 કુટુંબના 2000થી વધુ લોકોને લાભ મળશે. લાલજીદાદાના વડલાની શીતળ છાયામાં શરૂ થયેલા આ કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે અમર […]
ભાજપના પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં બંધારણના ઘડવૈયાને યાદ કરાયા
અંજાર ખાતે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર સન્માન સભા અને પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી દેવેનભાઈ વર્મા ઉપસ્થિત રહ્યા હતા. દેવેનભાઈ વર્માએ ડૉ. આંબેડકરના બંધારણ ઘડતરમાં અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું. અંજાર વિભાગના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ગુજરાત સરકાર દ્વારા આંબેડકરજીના સન્માન માટે લેવાતા […]
ત્રણ ફિશિંગ બોટ બળીને ખાક, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ કાબू મેળવ્યો; કોઈ જાનહાનિ નહીં, આગનું કારણ અકબંધ
દીવના ઘોઘલા વિસ્તારમાં સાંઈબાબા મંદિર સામે આવેલી મોઈલા જેટી પર મધરાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રાત્રે 1:30 વાગ્યે અચાનક ફિશિંગ બોટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબू મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં શ્રી ખોડિયાર નામની મોટી બોટ […]
રેડક્રોસ સંસ્થા દ્વારા જલધારા પ્રોજેક્ટ હેઠળ પાણીની પરબનું લોકાર્પણ, વર્ષમાં બે વાર 2000 રૂપિયાની દવા સહાય અપાશે
ખંભાળિયામાં આકરી ગરમીમાં લોકોને રાહત આપવા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીએ મહત્વપૂર્ણ પહેલ કરી છે. સંસ્થાની ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જલધારા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આગામી બે મહિના માટે શહેરના ત્રણ મુખ્ય સ્થળોએ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. આ સ્થળોમાં બંધન બેંક પાસે, રામનાથ સોસાયટી અને બથીયા ચોકનો સમાવેશ થાય છે. […]
તાલાલા બાગાયત કચેરી ખાતે ખેડૂતોનું ધરણા પ્રદર્શન, ખેડૂતોનો સર્વેમાં ગેરરીતિનો આક્ષેપ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે બાગાયત કચેરી સામે ખેડૂતોએ ધરણા પ્રદર્શન કર્યું છે. કેસર કેરીના નિષ્ફળ પાકના સર્વેમાં ગેરરીતિના આક્ષેપ સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. રાજ્ય સરકારના આદેશ મુજબ એક માસ પહેલા ગીર સોમનાથ બાગાયત વિભાગે સર્વે હાથ ધર્યું હતું. આ સર્વેમાં વિભાગે ખેડૂતોને દોષિત ઠેરવ્યા હતા. જેના કારણે ગીર પંથકના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો […]
ઋષિકેશ પટેલે કર્યો જળાભિષેક, રાજ્યના વિકાસ માટે કરી પ્રાર્થના
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે આજે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તેમણે મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી અને જળાભિષેક કર્યો હતો. મંત્રીએ સોમનાથ મહાદેવ સમક્ષ રાજ્યના સર્વાંગી વિકાસ અને લોકોના કુશળક્ષેમ માટે પ્રાર્થના કરી હતી. આ અવસરે સોમનાથ ટ્રસ્ટ તરફથી મંદિરના પૂજારીએ તેમને શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અર્પણ […]
વોટર લોગિંગ, દિવાદાંડી સહિત વિવિધ મુદ્દાઓ પર થઈ ચર્ચા
ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લામાં વિવિધ વોટર લોગિંગના પોઈન્ટ્સની ઓળખ અને તેના નિવારણ માટેના આયોજનની સમીક્ષા કરવામાં આવી. ધારાસભ્ય ભગવાનભાઈ બારડે દિશાસૂચક દિવાદાંડી, મત્સ્ય ઉતરાણ કેન્દ્ર અને પવનચક્કીની મંજૂરી […]










