વેરાવળ નજીક ડાભોર ફાટક પાસે એક યુવકે ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ વેરાવળના દેવેન હરીભાઈ વાંદરવાલા તરીકે થઈ છે. બનાવની વિગતો મુજબ, સોમનાથ-જબલપુર ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ખારવા સમાજનો આ યુવક સામેથી દોડીને ટ્રેન સામે કૂદી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં પ્રભાસપાટણ પોલીસ તાત્કાલિક […]
Author: Admin Admin
પ્રોપર્ટી કાર્ડ મુદ્દે રૂપિયા 1.50 લાખની લાંચ માંગતા ગીર સોમનાથનો સર્વેયર ઝડપાયો
પ્રોપર્ટી કાર્ડ મુદ્દે 1.50 લાખની લાંચ માંગતા ગીર સોમનાથના સર્વેયરને લાંચ-રુશ્વત બ્યુરોએ ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી. ગીર સોમનાથ જિલ્લાનીએસ.એલ.આર કચેરીમાં એક નાગરિકે પ્રોપર્ટીકાર્ડ કઢાવવા માટે પ્રમોલગેશનની અરજી આપી હતી. અરજી મંજૂર કરવાની કાર્યવાહી માટે એસ.એલ.આર. કચેરીનાં 37 વર્ષીય સિનીયર સર્વેયર (શિરસ્તેદાર) રાવત રામભાઇ સિસોદિયાએ અરજદાર પાસેથી રૂ. 1.50 લાખની લાંચની માંગણી કરી હતી […]
વડતાલ ધામમાં કૃષિમંત્રીની હાજરીમાં 75 વર્ષની ઉજવણી, એપીએમસી માર્કેટયાર્ડને મદદની ખાતરી
વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત નિયંત્રિત બજાર સંઘના 75 વર્ષની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. કૃષિમંત્રીએ રાજ્યના એપીએમસી માર્કેટયાર્ડને સરકાર તરફથી તમામ સહાય આપવાની ખાતરી આપી. તેમણે એપીએમસીના ચેરમેનોને આત્મનિર્ભર માર્કેટયાર્ડ બનાવવા અપીલ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહકારથી સમૃદ્ધિની પરિકલ્પના સાકાર કરવા જણાવ્યું. મંત્રીએ સુરત એપીએમસી […]
નડિયાદની SNV સ્કૂલે વર્લ્ડગ્રેડ સાથે કર્યા કરાર, 50થી વધુ આંતરરાષ્ટ્રીય યુનિ.નો લાભ મળશે
નડિયાદની એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલે વિદ્યાર્થીઓને વિદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં અભ્યાસની તક પૂરી પાડવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સ્કૂલે સિંગાપુર સ્થિત વર્લ્ડગ્રેડ સંસ્થા સાથે ભાગીદારી કરાર કર્યા છે. આ કરાર અંતર્ગત ખેડા-આણંદ જિલ્લા સહિત ચરોતર વિસ્તારના વિદ્યાર્થીઓને 50થી વધુ આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીઓમાં અભ્યાસની તક મળશે. એસએનવી ગ્રૂપના સંસ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર વિપુલભાઈ પટેલે જણાવ્યું કે […]
નડિયાદમાં VHPએ કલેક્ટરને આવેદન આપ્યું, રાષ્ટ્રપતિ શાસનની માગ
નડિયાદમાં વિશ્વ હિંદુ પરિષદે પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં આજે પ્રદર્શન કર્યું હતું. ખેડા જિલ્લા VHP અને બજરંગ દળના કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર ધરણા યોજ્યા હતા. કાર્યકરોએ ‘મમતા બેનરજી હાય હાય’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. ડભાણ રોડ પર આવેલી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર થઈ […]
નડિયાદમાં ઇન્દીરા નગરી તળાવ પાસે વોક-વેની જાળવણીમાં તંત્ર ઉણુ ઉતર્યુ
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ઇન્દિરા નગરી વોક વે પર રોજ મોટી સંખ્યામાં લોકો સવાર અને સાંજે ચાલવા માટે આવે છે. પરંતુ જાળવણીના અભાવે હવે લોકો પણ અહીં ચાલવા આવવાનું ટાળે છે. અન્ય વોક વે ની જેમ આ વોક વે ની પણ તંત્ર દ્વારા પુરતી જાળવણી કરવામાં આવે તેવી માંગ હાલમાં સ્થાનિકો દ્વારા કરવામાં આવી […]
ત્રણ દિવસીય એક્સ્પોમાં 350થી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યું શૈક્ષણિક માર્ગદર્શન
જેસીઆઈ નડિયાદ દ્વારા આયોજિત ‘એજ્યુકેશન એક્સ્પો’ આજે તેના અંતિમ દિવસે પહોંચ્યો છે. નડિયાદના કોલેજ રોડ સ્થિત ઈપ્કોવાળા બેંકવેટ હોલમાં યોજાયેલા આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 350થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો છે. આ એક્સ્પોનું મુખ્ય લક્ષ્ય ચરોતર પંથકના ધોરણ 10-12 અને કોલેજના વિદ્યાર્થીઓને ગુજરાતની અગ્રણી યુનિવર્સિટીઓ, કોલેજો અને વિદેશી સંસ્થાઓ વિશે માહિતી અને માર્ગદર્શન પૂરું […]
NMMS અને નવોદય પરીક્ષામાં 10 વિદ્યાર્થીઓએ મેળવી સફળતા, જિલ્લામાં પ્રથમ સ્થાન
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાની રાસકા પ્રાથમિક શાળાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. શાળાના 8 વિદ્યાર્થીઓએ NMMS પરીક્ષા અને 2 વિદ્યાર્થીઓએ જવાહર નવોદય પરીક્ષા પાસ કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષાઓમાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓ અને શિષ્યવૃત્તિનો લાભ મળે છે. NMMS […]
મીઠી રોહરમાં 27.30 લાખની સરકારી જમીન પરથી 1500 ચો.ફૂટનું દબાણ હટાવાયું
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મીઠી રોહર વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું છે. આ જમીન મહાલક્ષ્મી ગોડાઉન (એચ.કે.)ની બાજુમાં જીઆઈડીસી રોડ પર આવેલી છે. આરોપી હનિફ ઇબ્રાહિમ સંઘાર દ્વારા સરકારી પ્લોટમાં 1500 ચોરસ ફૂટમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. તેણે આ જગ્યાએ દિવાલ સાથે વરંડો, ચાર રૂમ અને […]
એડાલમાં સોલાર પ્લેટના જથ્થામાં આગ લાગતાં 7750 સોલાર પ્લેટ ભસ્મીભૂત
ધાનેરાના એડાલ ગામમાં 7750 સોલાર પ્લેટ બળીને ભસ્મીભૂત થઈ ગઈ છે. કંપનીના સોલાર પ્લેટના જથ્થામાં શનિવારે બપોરે 2 વાગ્યે વચ્ચોવચ ધુમાડો દેખાયો કંપનીના અધિકારી ને જાણ કરાવી પરંતુ આવતા મોડું થયું અને આગ ફેલાઈ ગઈ હતી. ધાનેરાના સિયા ગામમાં સોલાર પાર્ક આવેલો છે.જયાં એડાલ ગામ પાસે સોલાર પેનલનો વિશાળ જથ્થો પડ્યો હતો. જેમાં એક તરફ […]










