Gujarat

તલખાનેથી બચાવાયેલા પશુઓના નિભાવ માટે રાજપુર પાંજરાપોળને ₹48.72 લાખની ગ્રાન્ટ

બનાસકાંઠા જિલ્લામાં પશુ કલ્યાણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર મિહિર પટેલ અને પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ રાજપુર પાંજરાપોળ, ડીસાને વર્ષ 2024-25 માટે ₹48,72,150નો ચેક અર્પણ કર્યો છે. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, જીવદયા પ્રેમીઓ અને જિલ્લા પોલીસના સંયુક્ત પ્રયાસોથી કતલખાને જતાં પશુઓને બચાવવામાં આવે છે. આ બચાવાયેલા પશુઓને રાજપુર પાંજરાપોળમાં […]

Gujarat

છેલ્લા ત્રણ દિવસથી 40.4 ડિગ્રી આસપાસ તાપમાન, આજે તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાનું મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે. આજે રવિવારે તાપમાનમાં વધુ એક ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. વધારો થશે. બપોરે 12 વાગ્યે તાપમાન 38 ડિગ્રી રહેશે. બપોરે 1 વાગ્યે 39 ડિગ્રી સુધી પહોંચશે. ખાસ કરીને બપોરે 2થી 4 વાગ્યા દરમિયાન તાપમાન 41 […]

Gujarat

21 મોબાઈલ ફોન અને 5 વાહનો સહિત 5.84 લાખનો મુદ્દામાલ માલિકોને પરતજુનાગઢ એ.ડીવી. પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે કુલ 5.84 લાખની કિંમતનો મુદ્દામાલ તેના માલિકોને પરત કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એ.ડીવી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.કે. પરમારની સૂચના મુજબ, પોલીસે CEIR પોર્ટલ અને ટેકનિકલ સોર્સની મદદથી 21 ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા. આ મોબાઈલની કુલ કિંમત 3,41,993 રૂપિયા છે. વધુમાં, પોલીસે ચોરીના કેસમાં એક ફોર વ્હીલ અને ચાર મોટરસાઇકલ પણ રિકવર કર્યા. આ વાહનોની કુલ કિંમત 2,43,000 રૂપિયા છે. રિકવર કરાયેલા વાહનોમાં એક વેગનઆર કાર (કિંમત 70,000), બે લેન્ડર મોટરસાઇકલ (કિંમત 45,000), એક HF ડીલક્ષ મોટરસાઇકલ (કિંમત 78,000) અને એક એક્ટિવા (કિંમત 50,000)નો સમાવેશ થાય છે. નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા, પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર, પો.સબ.ઇન્સ વાય.એન.સોલંકી અને પો.હેડ.કોન્સ ટી.બી.સિંધવે મુદ્દામાલ તેના માલિકોને સુપ્રત કર્યો. પોલીસે જણાવ્યું કે હજુ પણ અન્ય ગુમ થયેલા મોબાઈલ ફોન શોધવાની કામગીરી ચાલુ છે.

જુનાગઢ એ.ડીવી. પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે કુલ 5.84 લાખની કિંમતનો મુદ્દામાલ તેના માલિકોને પરત કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એ.ડીવી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.કે. પરમારની સૂચના મુજબ, પોલીસે […]

Gujarat

બંધ ટ્રકની પાછળ ઇકો ઘુસી જતા દંપતીનું મોત, પુત્રને ગંભીર ઇજા

જૂનાગઢ ઉત્તર પ્રદેશના વતની હાલ મહેસાણા જિલ્લાના વસઈ ગામમાં રહેતા 32 વર્ષીય આશિષસિંગ ભીમસિંગ ઠાકુર, તેના માતા પુષ્પાસિંગ, પિતા ભીમસિંગ, મોટા બા મુન્નીસિંગ, પત્ની રબીસિંગ તથા દોઢ વર્ષનો પુત્ર રુદ્રાક્ષસિંગ જીજે 01 કેએસ 5391 નંબરની ઇકો ગાડીમાં બેસી સોમનાથ દર્શન કરવા માટે જતા હતા. તે વખતે શુક્રવારની સવારે જૂનાગઢ તાલુકાના ચોકી ગામ પાસે રોડની સાઈડમાં […]

Gujarat

અડાલજમાં ખોટી નંબર પ્લેટ સાથે ફરતા આરોપીને એલસીબીએ દબોચ્યો, ચોરીનું બાઈક કબજે

ગાંધીનગર એલસીબી-1એ અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે કલોલના સઈજ ગામના મહેશ દંતાણી (24)ની ધરપકડ કરી છે. આરોપી પાસેથી બાઈક મળી આવ્યું છે. આ બાઈક પર ખોટી નંબર પ્લેટ GJ-18-L-1802 લગાવેલી હતી. બાઈકની કિંમત રૂપિયા 15,000 આંકવામાં આવી છે. આરોપી પાસેથી એક ડુપ્લિકેટ આરસી બુક પણ મળી આવી છે. ગાંધીનગર […]

Gujarat

અજાણ્યો કાર ચાલક ટક્કર મારી કાર લઈ ફરાર, ઘાયલને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયો

કલોલ તાલુકાના વડસર ગામે એરફોર્સ ગેટ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના જગતપુર-ગોતા વિસ્તારના રણછોડનગરમાં રહેતા વિનારામ ત્રિકારામ સુથાર 16 એપ્રિલની મોડી રાત્રે તેમના બાઈક નંબર GJ 27 DV 3033 પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યા કાર ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી કાર હંકારી બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં વિનારામ બાઈક સાથે રોડ […]

Gujarat

રૂ. 1.67 લાખની રોકડ, બેંક પાસબુક અને અન્ય મહત્વના દસ્તાવેજો ગયા

દહેગામના બહીયલ ગામમાં લીમડી ચોક વિસ્તારમાં આવેલી બહુચર ટ્રેડર્સમાં ચોરીની ઘટના સામે આવી છે. દુકાનના માલિક અશોકકુમાર પ્રજાપતિએ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 16મી એપ્રિલના રોજ સવારે અશોકકુમાર તેમના બે નાના ભાઈઓ સાથે ઈકો ગાડીમાં દુકાને આવ્યા હતા. તેમના ભાઈઓ નજીકની અન્ય દુકાને ગયા હતા. અશોકકુમારે દુકાન ખોલી અને બે થેલા દુકાનની બહાર ઓટલા […]

Gujarat

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં તાપમાન 2-3 ડિગ્રી ઘટશે, ધૂળની ડમરીઓની શક્યતા

હવામાન વિભાગે આગામી બે દિવસ માટે રાજ્યમાં વાતાવરણ પલટાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. આજે ગાંધીનગરમાં સવારનું તાપમાન 29 ડિગ્રી નોંધાયું છે. શહેરમાં આજે મહત્તમ તાપમાન 39.4 થી 42.2 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22.2 થી 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. દક્ષિણ […]

Gujarat

કાગવદર ખાતે ખોડીયાર માતાજીના મંદિરનું ભૂમિ પુજન કરવામાં આવ્યું

જાફરાબાદ તાલુકાના કાગવદર ગામે ખોડીયાર માતાજીના મંદિરનું ભૂમિ પુજન રાજસ્થાનના આઈ મા કંકુ કેસરમાંના હસ્તે કરવામાં આવ્યું હતું. કાગવદર ગામે આઈ રાધા માં ખોડીયાર માતાજીની જગ્યા આવી છે. કાગવદર ગામ અને આજુબાજુના ગમડાના લોકો આઇ રાધા માં પ્રત્યે શ્રદ્ધા છે. તેઓએ પોતાની જગ્યામાં જ એક નૂતન ખોડીયાર માતાજીના મંદિર કરવાનું નક્કી કર્યું છે. અહીં હાલ […]

Gujarat

લાઠીમાં નવનિર્મિત ભવાની ગાર્ડનનું લોકાર્પણ કરાયું

લાઠી શહેરના હૃદયસમા ભવાની ગાર્ડનનું નવનિર્માણ પામ્યા બાદ ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના અમૃત 2.0 મિશન અંતર્ગત ફાળવવામાં આવેલી 2 કરોડની ગ્રાન્ટથી આ ગાર્ડનને નવો ઓપ આપવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા રિનોવેશન કાર્ય બાદ આ ગાર્ડન શહેરની જનતા માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવતા આનંદની લાગણી જોવા મળી રહી છે. આ પ્રસંગે […]