Gujarat

ચાંગા પમ્પિંગ સ્ટેશને આંદોલનનો બીજા દિવસ ખેડૂતો મક્કમ

કાંકરેજના ચાંગા પમ્પિંગ સ્ટેશને પાણી માટે ધરણાં ઉપર બેઠેલા ખેડૂતો બીજા દિવસે અડગ રહ્યા હતા. જોકે, સાંજે ખેડૂતો પશુઓ દોહવા જાય છે અને રાત્રે પરત આવતા હોવાનું કહી રહ્યા છે. ચાંગા ખાતે આવેલા નર્મદા કેનાલ પરના ચાંગા દાંતીવાડા પાઈપલાઈન સાયફન ખાતે નર્મદાનું પાણી છોડાવવા માટે 4 તાલુકાના ખેડૂતો ધરણા પર બેઠા છે. પાણી ન છોડે […]

Gujarat

ભોરડું બસ સ્ટેન્ડ પાસે સામસામે અથડાતાં બે ચાલકને ઈજા; ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

થરાદ-ધાનેરા હાઈવે પર ભોરડું બસ સ્ટેન્ડ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. બે મોટરસાઇકલ વચ્ચે સામસામી ટક્કર થઈ હતી. થરાદ તરફથી આવી રહેલી એક મોટરસાઇકલ અને ભોરડું તરફથી આવી રહેલી બીજી મોટરસાઇકલ ભોરડું બસ સ્ટેન્ડ નજીક સામસામે અથડાઈ હતી. અકસ્માતમાં બંને મોટરસાઇકલ ચાલકોને ઈજાઓ થઈ હતી. એક ઘાયલ ચાલકને ખાનગી વાહન મારફતે તાત્કાલિક થરાદની હોસ્પિટલમાં ખસેડવામાં […]

Gujarat

અમીરગઢ કોલેજમાં વિદ્યાર્થીઓને ડેટા એનાલિસિસ સોફ્ટવેરની તાલીમ અપાઈ

અમીરગઢની સરકારી વિનયન કોલેજમાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા SPSS સોફ્ટવેર અંગે એક મહત્વપૂર્ણ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. આ વ્યાખ્યાન 16 એપ્રિલ 2025ના રોજ યોજાયું હતું. કોલેજના આચાર્ય ડૉ. એન.કે. સોનારા દ્વારા વિદ્યાર્થીઓને સંશોધન અને ડેટા એનાલિસિસ માટે SPSS સોફ્ટવેરની ઉપયોગિતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે સંશોધનમાં SPSSની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન આપવા […]

Gujarat

2025-26 માટે મિલ્કતવેરા આકારણી પત્રકો તૈયાર, 30 એપ્રિલ સુધી વાંધા રજૂ કરી શકાશે

પાલનપુર નગરપાલિકાએ વર્ષ 2025-26 માટે મિલ્કતવેરા આકારણી પત્રકો તૈયાર કર્યા છે. નગરપાલિકા વિસ્તારમાં મિલ્કત ધરાવતા તમામ લોકો આ આકારણી પત્રકો કચેરી સમય દરમિયાન જોઈ શકશે. આકારણી સામે વાંધો ધરાવતા લોકો 1 એપ્રિલથી 30 એપ્રિલ 2025 સુધી પોતાની રજૂઆત કરી શકશે. વાંધા અરજી કરતા પહેલા 2024-25 સુધીના તમામ કરવેરા ભરવા જરૂરી છે. આકારણી પત્રક તપાસવા માટે […]

Gujarat

ઠાકોર સમાજના પૂજારીઓએ શરીરે રસ્સા બાંધીને 425 મીટર ઊંચે મધપૂડા હટાવ્યા

અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર દર વર્ષની જેમ આ વર્ષે પણ મધપૂડા અને ભમરાઓની સમસ્યા સર્જાઈ હતી. 11 એપ્રિલના રોજ લગભગ 200 ભમરાઓએ 25થી વધુ યાત્રીઓને કરડ્યા હતા. આ ઘટના બાદ દેવસ્થાન ટ્રસ્ટે ત્રણ દિવસ માટે ગબ્બર મંદિર, 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ અને રોપવે બંધ રાખ્યા હતા. 16 એપ્રિલના રોજ ઠાકોર સમાજના પૂજારીઓએ ભમરા […]

Gujarat

70 વર્ષીય વૃદ્ધાના આંતરડામાંથી 10 સેમી મોટી પથરી કાઢી, પીડામાંથી મુક્તિ

પાલનપુર સ્થિત બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં 70 વર્ષીય વૃદ્ધ મહિલાની સફળ સર્જરી કરવામાં આવી છે. સિદ્ધપુર નિવાસી આ મહિલા છેલ્લા એક મહિનાથી પેટમાં અસહ્ય દુખાવો અને કબજિયાતથી પીડાતા હતા. સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં દસ દિવસની સારવાર છતાં કોઈ રાહત ન મળી. આર્થિક રીતે નબળા પરિવારે બનાસ સિવિલનો સહારો લીધો. 25 માર્ચના રોજ દર્દીને પેટનો દુખાવો, ઉલટી, […]

Gujarat

પાલનપુરમાં મધ્યાન ભોજન યોજનાનું ખાનગીકરણ અટકાવવા રેલી યોજાઈ

પાલનપુરમાં મધ્યાન ભોજન યોજનાનું ખાનગીકરણ અટકાવવા બુધવારે રેલી યોજાઈ હતી. રેલી બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ખાનગીકરણના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો હતો. ખાનગીકરણથી બાળકોને તાજુ ભોજન મળવાને બદલે ચારથી પાંચ કલાક જૂનું ભોજન મળશે. પાલનપુરમાં મધ્યાન ભોજન યોજના ખાનગી હસ્તક સોંપવાની સરકારની તૈયારી સામે બુધવારે મોટી રેલી યોજાઈ હતી. મધ્યાન ભોજન યોજના સાથે જોડાયેલા […]

Gujarat

ધાનેરાના અર્બુદાનગરમાં ઘર આગળ જ ગટરનાં પાણી ભરાતાં લોકોમાં રોષ

ધાનેરામાં અર્બુદાનગર વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી મકાનો આગળ જાહેર માર્ગ ઉપર જ ગટર ઉભરાઇ રહી છે. વારંવાર રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા કોઇ કામગીરી ન થતાં રહિશો ત્રાહિમામ પોકારી ગયા છે. દુર્ગંધના કારણે બે ટાઇમ સરખી રીતે જમી શકતા નથી. આ અંગે ભલાભાઈ, પીરાભાઇ, તુષારભાઇએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતુ કે, છેલ્લા એક વર્ષથી ગંદા પાણી વચ્ચે […]

Gujarat

તાપમાન 40.6 ડિગ્રી સુધી પહોંચ્યું, હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું

બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બુધવારે મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે સવારે તાપમાન 25.9 ડિગ્રી રહ્યું હતું. દિવસ દરમિયાન તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. જિલ્લામાં દિવસ અને રાત્રિના તાપમાનમાં 14 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો છે. હવામાન વિભાગે 17 એપ્રિલ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. બે ઋતુની […]

Gujarat

ધાતરવડી ડેમ નજીકની નેતાઓની લીઝ બચાવવા ગાંધીનગરમાં બંધ બારણે ગોઠવણ

રાજુલા તાલુકાના ભાક્ષી નજીક ધાતરવડી ડેમ પાસે ત્રણ લીઝમા પથ્થર કાઢવા મોટા પ્રમાણમા બ્લાસ્ટ કરાતા હોય અને તેનાથી ડેમ પર ખતરો હોવા અંગે વિરોધ ઉઠયાં બાદ સિસ્મોલોજી વિભાગે બ્લાસ્ટનુ કંપન માપવા સર્વે કર્યો હતો. પરંતુ રાજકીય વગ ધરાવતા તત્વોની લીઝ બચાવવા ગાંધીનગરમા બંધ બારણે ગોઠવણો કરી માત્ર એક નાની લીઝ બંધ કરી બાકીની બે લીઝ […]