Gujarat

મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા, મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું મંદિર વિશ્વવિખ્યાત છે. મા અંબાનું આ શક્તિપીઠ ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે. કરોડો લોકોનો આસ્થાનું કેન્દ્ર ગણાતું મા જગતજનની અંબાના મંદિરે દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો મા અંબાના દર્શનાર્થે આવે છે. યાત્રાધામ અંબાજી ખાતે કોઈપણ ઉત્સવ કે પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો થાય […]

Gujarat

કડકડતી ઠંડી વધતા રાજુલાના દરિયા કાંઠાના ગામડામાં જરૂરિયાતમંદોને ધારાસભ્યએ ધાબળા વિતરણ કર્યા

અમરેલી જિલ્લામા ઠંડીનું પ્રમાણ છેલ્લા 4 દિવસથી વધી રહ્યું છે જેના કારણે લોકો ઠુઠવાયા છે. ત્યારે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી સામાજિક કાર્યક્રમ પૂર્ણ કરી નીકળતા સમયે વિકટર નજીક પહોંચતા આવી ઠંડીમાં ઝુંપડામાં કેટલાક લોકોને જોતા તેઓ ઝૂંપડામાં પહોંચી મહિલા, બાળકો, યુવાનોને ધાબળા વિતરણ કર્યા હતા. તેમજ ઠંડીમાં લોકોએ સાવચેત રહેવા અપીલ કરી હતી. ઠંડીમાં ખુલ્લામાં […]

Gujarat

ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 32,589 જેટલા રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું, 25 ડીસેમ્બર છેલ્લી તારીખ

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ 3.0નું ચાલુ વર્ષે આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે ખેલ મહાકુંભ 3.0 ના રજીસ્ટ્રેશનના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે અધિક નિવાસી કલેકટર જે.બી. દેસાઈના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી નડિયાદ ખાતે ખેલ મહાકુંભ […]

Gujarat

આજે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ નડિયાદ ખાતે દાદાને શુભ લાભના તોરણના શણગાર

આજે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ નડિયાદ ખાતે દાદાને શુભ લાભ ના તોરણના શણગાર કરવામાં આવ્યા સાથે સાથે ઠંડી વધુ પડી રહી છે ત્યારે દાદાને ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી સુખડીનો મહાભોગ ધરાવામાં આવ્યો અને નિત્ય ક્રમ પ્રમાણે દાદા ને મલિન્દો જમાળવામાં આવ્યો સાથે સાથે રામધૂન કરવામાં […]

Gujarat

રીટાયર્ડ મામલતદાર તરીકેની ઓળખ આપી સરકારી જમીન સસ્તા ભાવે આપવાની લાલચ આપી રૂપિયા 1.10 કરોડ પડાવ્યાં

અમદાવાદ શહેરના કઠવાડા GIDCમાં ફેબ્રિકેશનની કંપનીના માલિક સાથે બે લોકોએ ઠગાઈ આચરી હતી. આણંદના ઈસમે રીટાયર્ડ મામલતદાર તરીકેની ઓળખ આપી ઘરબો કેળવી તેના મળતિયા દ્વારા ફેબ્રિકેશનન કંપનીના માલિકને સરકારી જમીન સસ્તા ભાવે આપવાની લાલચ આપી ઠગાઈ કરી છે. આ લોકોએ કઠલાલના ખલાલ પાસે સરકારી જમીન સસ્તા ભાવે આપવાની લાલચ આપી જે બાદ અલગ અલગ સમયે […]

Gujarat

નડિયાદની યુવતીએ પોતાના જન્મદિવસે ગરમ બ્લેન્કેટ ફુટપાથ પર રાતવાસો કરતા શ્રમજીવીઓને વિતરણ કર્યાં

નડિયાદની યુવતીએ પોતાનો જન્મદિવસ અનોખી રીતે મનાવ્યો છે અને સમાજને નવી રાહ ચિંધી છે. ખોટા ખર્ચા પર કાપ મૂકી એ નાણાંથી જરૂરીયાતમંદની મદદ કરી છે. પોતાના જન્મદિવસની રાત્રે ફુટપાથ પર રાતવાસો કરતા અને ઠંડીમાં ઠુઠવાતા શ્રમજીવીઓને વસ્ત્રદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. આ યુવતી પોતાના સ્વખર્ચે ગ્રુપના લોકોને સામેલ કરી ફુટપાથ પર રાતવાસો […]

Gujarat

નડિયાદની સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં મનોવિજ્ઞાન વિભાગ દ્વારા ‘થિયરી ઝેડ’ વિષય પર વ્યાખ્યાન યોજાયું

ચરોતર પંથકની સુપ્રસિદ્ધ સી.બી. પટેલ આર્ટસ કોલેજના આચાર્ય ડૉ. મહેન્દ્રકુમાર દવેની પ્રેરણાથી અને મનોવિજ્ઞાન વિભાગ દ્વારા ‘થિયરી ઝેડ’ વિષય પર તજજ્ઞ વ્યાખ્યાન યોજાયું હતું. વિલિયમ આઉચી દ્વારા આપવામાં આવેલ ‘થિયરી ઝેડ’ મનોવિજ્ઞાન વિષયમાં સેમેસ્ટર -4 માં અભ્યાસક્રમમાં આવે છે. જાપાનીઝ કંપનીઓમાં કારીગરો કેટલી નિષ્ઠાથી કાર્ય કરે છે તેની માહિતી ‘થિયરી ઝેડ’ પરથી કાર્યક્રમના મુખ્ય વક્તા […]

Gujarat

સરસ્વતિનાં વાગડોદ પાસે 35 પશુ ભરેલી ટ્રક સાથે બે શખ્સ ઝડપાયા, પોલીસે કાર્યવાહી હાથ ધરી

પાટણ-સરસ્વતિ તાલુકાનાં વાગડોદ પંથકનાં રેચવી પાટિયા પાસે મોડી રાત્રે 11.30 વાગ્યાના સુમારે પશુપ્રેમીઓએ એક શંકાસ્પદ ગાડીને અટકાવી હતી. તેમાં ખીચોખીચ ભરેલા 35 જેટલા પશુઓ મળી આવ્યાં હતા. ભરચક પશુઓ ભરવાનાં કારણે ત્રાસદાયક બનતાં એક પાડાનું મોત થઈ ગયેલું જાણવા મળ્યું હતું. આ તમામ પશુઓ ભરેલી ગાડીને પોલીસને સુપ્રત કરાઈ હતી. આ અંગેની મળતી માહિતી મુજબ, […]

Gujarat

સાંતલપુર- મઢુત્રા માર્ગ પરથી પસાર થતી કેનાલમાં ચાલક સાથે ઈનોવા કાર ખાબકી, બચાવ કામગીરી હાથ ધરાઈ

પાટણ જિલ્લાના સાંતલપુરના મઢુત્રા નજીકથી પસાર થતી KBC કેનાલમાં આજે વહેલી સવારે ઈનોવા કાર ખાબકી હતી. કાર ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર કેનાલમાં ખાબકતાં પાણીમાં ગરક થઈ હતી. બનાવની જાણ પોલીસને થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે. પાણીમાં ગરક થયેલી કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બનાવની મળતી માહિતી […]

Gujarat

ગુજરાત NCCના 40 કેડેટ્સે દાંડી પથપર ગાંધી વિચારધારાને કાયમ રાખતી દાંડી યાત્રા આરંભી

ગુજરાત રાષ્ટ્રીય કેડેટ કોર (NCC)ના કેડેટ્સે દાંડી પથપર ગાંધી વિચારધારાને કાયમ રાખતી દાંડી યાત્રા આરંભી છે. સ્વચ્છ ભારત, વિકસિત ભારત, મહિલા સશક્તિકરણ સહિતના મુદ્દાઓ સાથે રાખી પુનઃ દાંડીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે આજે ત્રીજા દિવસે આ યાત્રા નડિયાદ પહોંચી હતી. જ્યાં વિવિધ સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓમાં આ યાત્રા પહોંચી વિદ્યાર્થીઓને માહિતીગાર કર્યા હતા. અમદાવાદ સાબરમતી […]