પંજાબના અમૃતસર ખાતે સહકાર ભારતીના 8માં રાષ્ટ્રીય અધિવેશનનો ભવ્ય શુભારંભ થયો. સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ દિનાનાથ ઠાકુર અને રાષ્ટ્રીય મહામંત્રી ડૉ. ઉદય જોષી દ્વારા સહકાર ધ્વજના ધ્વજારોહણ બાદ 8મા સહકારિતાના રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત કરવામાં આવી. પ્રથમ સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. બનાસ ડેરીએ મરુસ્થલમાં કરેલી શ્વેતક્રાંતિ માટે શંકરભાઇ […]
Author: Admin Admin
મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને ભાભર તાલુકાના ખારા ખાતે તાલુકાકક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો
રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકાઓમાં તા.6 અને 7 ડિસેમ્બરના રોજ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં આજરોજ ભાભર તાલુકાના ખારા ગામે […]
અમીરગઢ મા યુવકને ઢોર માર મારી મોબાઈલની લૂંટ કરી તસ્કરો પલાયન,વેપારીઓ એ બંધ પાળી વિરોધ દર્શાવ્યો
અમીરગઢમા સંધ્યા સમયે એક યુવકને ત્રણ ઇસમો દ્વારા મૂઢમાર મારી મોબાઈલની લૂંટ ચલાવતા લોકોએ બજારો બંધ કરી રેલી યોજી તંત્ર સામે રોષ દર્શાવતા તંત્ર હરકતમાં આવ્યુ હતું અને લાંબા સમયની સજાવટ બાદ વિફરેલા લોકોએ શાંતિ સુલેહની સરત થી શાંત થયાં હતા તાલુકા મથક અમીરગઢમાં દિવસે દિવસે ચોરીનું અને લૂંટનું પ્રમાણ વધી રહ્યું છે આની સામે […]
કચ્છનું સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ વર્સેઇલ્સ 2024માં વૈશ્વિક સ્તરે માન્યતા, ઇન્ટિરિયર્સની શ્રેષ્ઠતાનો એવોર્ડ
ગુજરાતની વૈશ્વિક ગૌરવ સિદ્ધિમાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઇલ્સ 2024 વર્લ્ડ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું છે. પેરિસમાં યુનેસ્કો હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ GSDMAના CEO અનુપમ આનંદ સાથે સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે […]
ભુજની ભાગોળે ઇજગ્રસ્ત હાલતમાં મળેલો યુવક હજુ સારવાર હેઠળ, ભાનમાં આવ્યે હકીકત સામે આવશે
ભુજની ભાગોળે તા.2ના સવારે દશેક વાગ્યે ઘરેથી નીકળી ગયા બાદ યુવાન ગુમ થતા તેની પત્નીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તેના સંગડ મેળવી ત્યાં પહોંચતા લાપતા યુવક બાવળની ઝાડીઓમાં રસ્સાથી બાંધેલી અને અત્યંત મારના લીધે બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. યુવકને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો […]
કપડવંજના સ્ટેટ હાઈવેની બંને બાજુ ફૂટપાથ પર વાહનોનો ખડકલો
કપડવંજ શહેરના ડાકોર ચોકડી થી પીરના લીમડા સુધી રોડની બંને બાજુ ગેરેજ ના કારીગરો અને માલિકો દ્વારા રોડ પર જ વાહનો રીપેરીંગ કરતા વિકાસ પથ સાંકડો થયો છે અને જેને પરિણામે અવારનવાર અકસ્માત થવાની ઘટનાઓ સર્જાય છે. ત્યારે રોડ પર વાહન મુકી રખાતા શહેરીજનોને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કપડવંજ શહેરની […]
માતર APMCમાં ચેરમેન પદે કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારનો વિજય થયો
માતર APMCમા અઢી વર્ષ પૂરા થતા બાકીની અઢી વર્ષની ટમ માટે ચેરમેનની ચૂંટણી આજે યોજાઇ હતી. જેમાં ભાજપે મેન્ડેડ આપીને પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો હતો. જ્યારે કોંગ્રેસે કોઈને મેન્ડેટ આપ્યું ન હતું પરંતુ કોંગ્રેસ પક્ષ પેરિત ઉભેલા ઉમેદવારની જીત થઈ છે. માતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કુલ 18 સભ્યો છે. જેમાથી 14 સભ્યો ચૂંટાયેલા છે […]
થર્મલ પાવર સ્ટેશન પાસેની ગટરમાં મગરનું બચ્ચું દેખાયું
થર્મલ પાવર સ્ટેશનના સુપર માર્કેટ યાર્ડ ની બાજુમાં આવેલી ગટરમાં એક નાનો મગર જોવા મળ્યો હતો. જે બાદ સ્થાનિક દ્વારા વન વિભાગને જાણ કરી અને રેસ્કયુ માટે એનજીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાં મગરના રેસ્ક્યુ દરમ્યાન માર્ગ પર વાહનોને રોકી દેવામાં આવ્યા હતા. ત્યારે મગરને જોવા માટે લોકો દોડી આવ્યા હતા. ગળતેશ્વર તાલુકાના થર્મલ પાવર સ્ટેશનના […]
ડાકોર ગોમતી કિનારેથી દબાણો હટતા ઘાટ ખુલ્લો જોવા મળ્યો
ડાકોર નગરપાલિકામાં સતત વધી રહેલાં દબાણોથી સ્થાનિકો અને યાત્રાળુઓ પરેશાન થઇ ગયા હતા. ત્યારે હવે પાલિકા દ્વારા દબાણો હટાવવાની કાર્યવાહી 4 ડિસેમ્બરે હાથ ધરવામાં આવનાર હોવાની જાહેરાતને પગલે દબાણકર્તાઓએ સ્વેચ્છાએ જ દબાણ દૂર કરી નાખતાં ગોમતી ઘાટ ખુલ્લો અને સ્વચ્છ થઇ ગયો હતો. ત્યારે હવે આજ સ્થિતી પાલિકા દ્વારા જાળવી રાખવામાં આવે તેવી લાગણી નગરજનો […]
નડિયાદના એક્સપ્રેસ હાઇવે પર કારનું ટાયર ફાટતાં ટ્રકમાં ઘૂસી, તારાપુર નજીક પણ લક્ઝરી-ટ્રકની ટક્કર, દાહોદમાં ત્રણ પિતરાઇ ભાઇના મોત
આજે ચાર અલગ અલગ અકસ્માતોની ઘટના સામે આવી છે. જેમાં કુલ સાત લોકોના મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. નડિયાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પૂરપાટ જતી કારનું ટાયર ફાટી જતાં તે ટ્રક સાથે ભટકાતા ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માતના પગલે એક્સપ્રેસ હાઇવે પર અંદાજીત 15 કિલોમીટર જેટલો ટ્રાફિકજામ થયો […]