Gujarat

લીલીયાના અંટાળીયા માર્ગ ઉપર 8 જેટલા સિંહનું ટોળું આવી ચડ્યું, બસમાં સવાર મુસાફરોને સિંહ દર્શનનો લાભ મળ્યો

અમરેલી જિલ્લામાં સિંહો દીપડા વન્યપ્રાણીઓની સંખ્યા દિનપ્રતિદિન રીતે વધી રહી છે, સિંહો*દીપડાઓ વાંરવાર માર્ગો ઉપર આવી જવાના વીડિયો સામે આવતા હોય છે, ત્યારે વધુ એક સિંહોનો વીડિયો સામે આવ્યો છે. ગત મોડી રાતે લીલીયાના અંટાળીયા ગામ માર્ગ ઉપર એક સાથે 8 જેટલા સિંહનું ટોળું માર્ગ ઉપર આવી ચડતા બસ ચાલક દ્વારા બસની સ્પીડ ઘટાડી ઉભી […]

Gujarat

નડિયાદથી ઉત્તરસંડાના માર્ગ પર નમેલો વીજ પોલ જોખમી છતાં તંત્ર ઘોર નિંદ્રામાં

નડિયાદ શહેર થી ઉત્તરસંડા જવાના માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી એક વીજ પલો નમેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. જેમાં આ વીજ પોલ ની પાસે જ શાળાનો ગેટ આવેલો છે. જેમાં રોજ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. ત્યારે શાળાએ આવતા વિદ્યાર્થીઓમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે. જેમાં વીજ પોલ ને સરખો કરવા માટે વાહન […]

Gujarat

ડભાલી પ્રા. શાળામાં ધોરણ 6ની વિદ્યાર્થીનીને શિક્ષકે સોટીથી ફટકારી

ગળતેશ્વર તાલુકાના ડભાલી પ્રાથમિક શાળામાં ધોરણ 6 ની વિદ્યાર્થીનીને શિક્ષકે માર માર્યાનો વિડીયો હાલમાં સોશિયલ મિડીયા ઉપર વાઇરલ થયો છે. દીકરીને માર મારવામાં આવ્યા બાદ વાલી દ્વારા શાળામાં હોબાળો કરવામાં આવ્યો હતો અને બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ગળતેશ્વર તાલુકાના ડભાલીની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક દ્વારા બાળકીને માર માર્યોનો વિડીયો સોશિયલ મીડિયામાં […]

Gujarat

‘મારી દીકરીને ઓનલાઈન ટ્યુશન રખાવવુ છે’ તેમ કહી ગઠિયાએ ટ્યુશન ફી માટે એક રૂપિયો નાખી 82 હજાર ઉપાડી લીધા

ડાકોરમાં ગઠિયાએ ભારે કરી છે. ઓનલાઈન ટ્યુશન કરાવતા વ્યક્તિને ગઠિયાએ ફોન કરી ટ્યુશન ફી બાબતે પુછપરછ કરી હતી અને ફીના 1 રૂપિયો ટ્રાન્સફર કરાવી ગણતરીની મિનિટોમાં રૂપિયા 82 હજાર ઉપાડી લીધા છે. આ બનાવ મામલે ડાકોર પોલીસમાં ગતરોજ ફરિયાદ નોંધાઈ છે. મુળ બિહારના અને છેલ્લા દોઢ વર્ષથી ડાકોરમાં રેલવે સ્ટેશન પાસેના વૈકુંઠ આશ્રમ ખાતે રહેતા […]

Gujarat

કેવાયસી માટે ખુલતી ઓફિસે પહોંચેલા અરજદારો કલાકો સુધી રાહ જોતા રહ્યા

નડિયાદ સહિત જિલ્લાભરમાં કેવાયસી અપડેટ કરાવવા માટે આવતાં અરજદારોને સર્વરની ખામીને લઈને છેલ્લા 4 દિવસથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ આ કામગીરી પૂર્ણ કરવા માટે રોજ અરજદારોની ભીડ જામી રહી છે તો બીજી તરફ કચેરીમાં બેસવાની પૂરતી વ્યવસ્થા ન હોવાથી કલાકો રાહ જોતાં અરજદારોને હાલાકી વેઠવી પડે છે. અરજદારો નાછૂટકે આખો […]

Gujarat

નડિયાદ ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચ ખાતે આગમનઋતુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

પ્રેમ,ક્ષમા અને એકતાના મંત્રને સાકાર કરતો તહેવાર એટલે ક્રિસમસ.નડિયાદ ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચ ખાતે આગમનઋતુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જેમાં સભાપુરોહિત ફા. જોસેફ અપ્પાઉ, ફાધર નટુ, ફા નટુ, ફા. પિયુષ સહીત મોટી સંખ્યામાં સિસ્ટરો તેમજ ધર્મજનો ઉપસ્થિત રહ્યા હતા. ફાધર નટુએ જણાવ્યું હતું કે,25 ડિસેમ્બરનો દિવસ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઇસુ ખ્રિસ્તના જન્મદિવસના અવસર પર ઉજવવામાં […]

Gujarat

નડિયાદના ચકલાસીમાં સુઈ રહેલી વૃદ્ધ મહિલાનું મોઢુ દબાવી બે લૂટારુઓએ લૂંટ કરી

નડિયાદના ચકલાસી ગામના પરા વિસ્તારમાં લૂંટની ઘટના બની છે. જેમાં બે લૂંટારુએ છાપરા બહાર ખુલ્લામાં ઊંઘતી વૃદ્ધ મહિલાનું મોઢુ દબાવી તેના પહેરેલ સોનાના દાગીના ખેંચી ફરારા થયા છે. કુલ રૂપિયા 1 લાખ 70 હજારના કિંમતના દગીના લૂંટારુએ લૂંટ ચલાવી ફરાર થયા છે. આ બનાવ મામલે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. નડિયાદ તાલુકાના ચકલાસી તાબેના દેવકાપુરા […]

Gujarat

73.7% સ્ત્રીઓ તથા 26.3% પુરુષો બ્રેઇનવોશનો શિકાર બનતા હોવાનું તારણમાં બહાર આવ્યું

ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટ્સ, કોલેજમાં મનોવિજ્ઞાન વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં અવનવા સર્વે કરવામાં આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં આ વિભાગમાં અભ્યાસ કરી રહેલ કરન પરમારએ ‘બ્રેઇનવોશ એક સામાજિક દૂષણ’ સંદર્ભમાં મનોવૈજ્ઞાનિક સર્વે કર્યો છે. આ સર્વે ગુગલ સીટ મારફતે ઓનલાઇન કર્યો હતો. જેમાં કોલેજના આચાર્ય પ્રો.ડો. મહેન્દ્રકુમાર દવે, […]

Gujarat

ભુજના બિલેશ્વર મહાદેવ મંદિરમાં રાજ્ય યોગ બોર્ડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોગ શિબિર યોજાઈ

રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબીટીસ મુક્ત ગુજરાત કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં પણ પંદર દિવસીય યોગ શિબિર યોજાઈ હતી. પશ્વિમ કચ્છ જિલ્લાના કો-ઓર્ડીનેટર સંતરામજીના નેતૃત્વમાં ભુજના બીલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આ યોગ શીબિર યોજાઈ હતી, જેમાં શહેરના અબાલ વૃદ્ધ ડાયાબિટીસના દર્દીઓએ ડાયાબિટીસ રોગના નિવારણ માટે દરરોજ વહેલી સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન યોગની તાલીમ મેળવી હતી. […]

Gujarat

અંજાર પોલીસે ખેડોઈ સીમમાંથી રૂ 45.53 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ

અંજાર તાલુકાના ખેડોઇ ગામના સિમ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને રૂ. 45 લાખ 53 હજાર 532ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે આ દરોડામાં રૂ.20 લાખનું ટ્રેલર અને રૂ.1લાખની કિંમતની બે મોટર સાયકલ સહિત કુલ રૂ. 65.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ મામલે દારૂ મંગાવનાર સહિત ત્રણ આરોપી સામે […]