Gujarat

વિશ્વ ધ્યાન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સ્પષ્ટ સંદેશ-સ્વસ્થ મનથી જ વિકસિત ભારત શક્ય

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વિશ્વ ધ્યાન દિવસની ઉત્સાહપૂર્ણ ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ યોગ અને ધ્યાનની પ્રાચીન ભારતીય પરંપરાને સ્વસ્થ, સંતુલિત અને સંવેદનશીલ સમાજ રચવા માટે જનઆંદોલન બનાવવાની અપીલ કરી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ અને ટ્રેનર્સના પ્રથમ દીક્ષાંત સમારોહના અધ્યક્ષસ્થાનેથી તેમણે જણાવ્યું કે, મનની શાંતિ અને સ્વસ્થ જીવનશૈલી સાથે જ રાષ્ટ્ર નિર્માણનું સપનું સાકાર […]

Gujarat

ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતો ઉગ્ર જનઆંદોલનની રણનીતિ નક્કી કરશે

ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ–અમદાવાદ હાઇવે માટે સંપાદિત થતી જમીન અંગે ગાંધીનગર જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોની મહત્વપૂર્ણ બેઠક રવિવારે યોજાઈ હતી. આ બેઠકમાં ખેડૂતોના પ્રશ્નો, વળતર અને હાઇવે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન ખેડૂતો દ્વારા જણાવાયું હતું કે થોડા દિવસ અગાઉ કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને હોટલ લીલા ખાતે […]

Gujarat

સેનાના 300 પૂર્વ સૈનિકોને ડ્રોન ઓપરેટિંગની તાલીમ અપાઇ

ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા પૂર્વ સૈનિકો માટે એક વ્યાપક ડ્રોન જાગૃતિ આઉટરીચ કાર્યક્રમ યોજાયો હતો. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં અંદાજે 300 પૂર્વ સૈનિકોએ ભાગ લીધો. કાર્યક્રમનો મુખ્ય હેતુ પૂર્વ સૈનિકોને ઝડપી ગતિએ વિકસતી ડ્રોન ટેકનોલોજી અને તેની સુરક્ષા તથા નાગરિક ક્ષેત્રમાં વધતી ભૂમિકા અંગે નવીન માહિતી આપીને સશક્ત બનાવવાનો હતો. સૈન્ય મથકમાં વિશેષ જાગૃતિ કેમ્પો […]

Gujarat

સાંતેજના હાજીપુરની સીમમાં આંબાના ઝાડ નીચે જુગાર રમતા 11 જુગારીને 26 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

ગાંધીનગર જિલ્લાના હાજીપુર ગામની સીમમાં ચાલી રહેલા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ત્રાટકીને 11 શખ્સોને રૂ.4.30 લાખની રોકડ, વાહનો તેમજ મોબાઈલ મળીને કુલ રૂ.26.16 લાખના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય સુત્રધારો સહિત 4 થી 5 લોકો પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા છે. આ અંગે સાંતેજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો […]

Gujarat

12મી જાન્યુઆરીએ કિસાન સંઘની ગાંધીનગરમાં આંદોલનની જાહેરાત

ભારતીય કિસાન સંઘ દ્વારા આગામી 12 જાન્યુઆરીના રોજ ખેડૂતોના મહત્વના મુદ્દાઓને ઉજાગર કરવા માટે રાજ્યના ખેડૂતો ગાંધીનગર એકઠા થશે તેવો નિર્ણય લેવાયો છે. તાજેતરમાં યોજાયેલી વિશેષ કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાનું મહામંત્રી આર. કે. પટેલે જણાવ્યું હતું. નિર્ણય અનુસાર, રાજ્યના તમામ જિલ્લાઓમાંથી હજારો કિસાનો ગાંધીનગર પહોંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે એકત્રિત થશે. આ […]

Gujarat

31st અગાઉ ડ્રગ્સ અને ગાંજો ઝડપાયો – ક્રાઇમ બ્રાંચ-SOGએ વટવા

31st નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વટવાથી એમડી ડ્રગ્સ અને જમાલપુરથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે, જ્યારે SOGની ટીમે રામોલમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાંચ અને એસઓજીએ ચાર ડ્રગ્સ પેડલર્સની 8.35 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. એસઓજીની ટીમને બાતમી મળી હતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ની ટીમને બાતમી […]

Gujarat

28 ડિસેમ્બરે સમસ્ત પાટીદાર સમાજનું યુવા બિઝનેસ મહાસંમેલન

અમદાવાદ શહેરમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા યુવા બિઝનેસ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલન 28 ડિસેમ્બરે અમદાવાદ સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાશે. પાટીદાર સમાજના યુવાનોને ઉદ્યોગ અને વ્યવસાય ક્ષેત્રે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવાના હેતુથી આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે. અમિત શાહની ઉપસ્થિતિમાં મહાસંમેલનનું મુખ્ય સત્ર યોજાશે આ યુવા બિઝનેસ મહાસંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ […]

Gujarat

રાંધેજા પાસે રિક્ષા પલટી જતાં યુવતીનું મોત

ગાંધીનગરના રાંધેજા પાસે રિક્ષા ચાલકની બેદરકારીએ એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. ગઈકાલે(21 ડિસેમ્બર) રાંધેજા ખાતે માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા કલોલના પરિવારની રિક્ષા પલટી જતાં 22 વર્ષીય આરતી નામની યુવતીનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું છે, જ્યારે તેની માતા સહિત અન્ય પાંચ મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ છે. આ અંગે પેથાપુર પોલીસે […]

Gujarat

અમરેલી, વડોદરા, દીવ અને ડીસામાં નલિયા કરતા વધુ ઠંડી અનુભવાઈ, કાલથી પારો ગગડશે

રાજ્યમાં અત્યારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી વાતાવરણ વહેલી સવારે અને સાંજે ઠંડી અનુભવાય રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલથી એટલે કે 23 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. સૌથી ઓછું લઘુતમ તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. અમરેલીમાં 13 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. અમરેલી બાદ દીવમાં 13.2 ડિગ્રી […]

Gujarat

15 જાન્યુઆરી સુધી ટ્રાફિક બ્લોકની અસર રહેશે

પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ ઉપનગરીય વિસ્તારમાં છઠ્ઠી રેલવે લાઇનના કમિશનિંગ માટે મહત્વપૂર્ણ ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવી રહ્યો છે. આ કામગીરીના કારણે ભાવનગર રેલવે મંડળ હેઠળ આવતી કેટલીક મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના સમયપત્રકમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. રેલવેની આવાગમન સંરચનાને વધુ મજબૂત બનાવવા અને ભવિષ્યમાં ટ્રેનોનું સંચાલન વધુ સુચારુ તથા સમયબદ્ધ બને તે […]