બારડોલી તાલુકામાં કેરળના ભક્તો દ્વારા ભગવાન અયપ્પાના 31મા વાર્ષિક પૂજા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જલારામ મંદિરથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રામાં 400થી વધુ કેરળવાસી ભક્તે પરંપરાગત વેશભૂષામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. શોભાયાત્રાનું આકર્ષણ ઐરાવત (હાથી)ની સાથે તૈયમ અને તાલાપોલી (પૂજાની થાળી) રહ્યા હતા. વિશેષ લાઇટિંગ અને પરંપરાગત વાદ્યોના સૂરો વચ્ચે ભક્તોએ ભગવાન અયપ્પાના વિવિધ સ્વરૂપો […]
Author: JKJGS
પાંડેસરામાં બે પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી, જાહેરમાં તલવાર કાઢી અને લાકડાના ફટકા માર્યા
સુરતના પાંડેસરા વિસ્તારમાં બે પરિવાર વચ્ચેના ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં સામસામે મારામારીમાં મામલો એટલો બિચક્યો કે એક વ્યક્તિએ જાહેરમાં તલવાર કાઢીને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઉપરાંત સામસામે લાકડાના ફટકા પણ માર્યા હતા. જોકે, આ મામલે પોલીસે ગુનો નોંધી બે લોકોની અટકાયત કરી છે. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસડેવામાં […]
રાજ્યમાં સવારથી 108 દોડતી રહી, 9 વાગ્યા સુધીમાં 4256 ઈમરજન્સી કોલ મળ્યા, 1400 જેટલા પશુ-પંખી પણ ઘાયલ
રાજ્યમાં આજે ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. તેની વચ્ચે પતંગની દોરીના કારણે પાંચ લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. તો અનેક લોકોના ગળા કપાતા સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે. સવારથી જ અલગ અલગ શહેરોમાંથી ઈમરજન્સી ફરિયાદો મળતા 108 એમ્બ્યુલન્સ દોડતી રહી છે. રાત્રે 9 વાગ્યા સુધીમાં રાજ્યમાં 108ને 4256 ઈમરજન્સી […]
ઉત્તરાયણના દિવસે રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની 1.32 લાખ લોકોએ લીધી મુલાકાત, એક જ દિવસમાં 86 લાખની આવક
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવેલા ફ્લાવર શોની રોજ હજારો લોકો મુલાકાત લઈ રહ્યા છે. ગઈકાલે 14 જાન્યુઆરીના ઉત્તરાયણની રજાના દિવસે ફ્લાવર શો જોવા સવારે 9થી રાતે 11 વાગ્યા સુધીમાં 1.01 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. એના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનને એક જ દિવસમાં 86 લાખની આવક થઈ છે. આજે 15 જાન્યુઆરીના રોજ […]
વડોદરા જિલ્લા પંચાયતમાં માહિતી આપતા મશીનનું પોસ્ટમોર્ટમ કરી પંચિંગ મશીનનો ભાગ બનાવ્યો, સતાધીશો અજાણ
વડોદરા જિલ્લા પંચાયતના મુખ્ય દરવાજા બહાર જ આવેલ અને વર્ષ 2006-07 દરમિયાન લોકોને જિલ્લા પંચાયત હસ્તકની માહીતી અને યોજનાઓ અંગે માહિતી સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે સરકારે એક QS મશીન સ્થાપિત કર્યું હતું. પરંતું થોડાક વર્ષોમાં તે બંધ થતાં અને ટેકનોલોજી જુની થતા આ મશીન બંધ પડતા આખરે આનો જુગાડ કરી પંચાયતમાં આવતાં કર્મચારીઓ માટે […]
કોલેજ ચોકમાં ગેસ ફુગ્ગા ભરતી વખતે આગ લાગી, કોઈ જાનહાની નહીં
ગોંડલના કોલેજ ચોકમાં મકરસંક્રાંતિના દિવસે એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. જાહેર રસ્તા પર હાઇડ્રોજન ગેસથી ફુગ્ગા ભરતી વખતે અચાનક આગ લાગવાની ઘટનાએ ભારે અફરાતફરી સર્જાઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, કોલેજ ચોકમાં નગરપાલિકાના સર્કલની અંદર કેટલાક વેપારીઓ પાથરણા પાથરીને ગેસવાળા ફુગ્ગાનું વેચાણ કરી રહ્યા હતા. આગ લાગવાથી હાઇડ્રોજન […]
ગોંડલમાં 17મી ભવ્ય શોભાયાત્રા યોજાઈ, મંત્રી કુંવરજી બાવળીયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા
મકરસંક્રાંતિના પવિત્ર દિવસે ગોંડલમાં કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોળી સેના અને માંધાતા ગ્રુપ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ શોભાયાત્રા સવારે 8 કલાકે માંધાતા પાર્ટી પ્લોટથી શરૂ થઈ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય કોળી સમાજના […]
બાઈક અડવાના મામલે અજાણ્યા શખ્સે 4 યુવાનોને છરી મારી, એક ગંભીર
ગોંડલ શહેરમાં નજીવી બાબતે હિંસક ઘટના સામે આવી છે. કડિયા લાઈન વિસ્તારમાં દિલીપ દૂધીની દુકાન નજીક ઉમવાળા ચોકડી પાસે એક મજૂર પરિવાર પગપાળા જઈ રહ્યો હતો ત્યારે એક બાઈક ચાલક તેમને અડી ગયો હતો. મજૂર પરિવારે બાઈક ચાલકને ધ્યાનથી ચલાવવાનું કહેતા આવેશમાં આવી ગયેલા બાઈક ચાલકે 4 યુવાનો પર છરીથી હુમલો કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત […]
જામનગર SP પ્રેમસુખ ડેલૂએ પરિવાર સાથે પતંગ ચગાવ્યો, પતંગ મહોત્સવમાં પોલીસ પરિવાર જોડાયો
જામનગરમાં ઉતરાયણના પાવન પર્વે પોલીસ હેડક્વાર્ટર ખાતે અનોખી રીતે સાયબર જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂએ તેમના પરિવાર સાથે પતંગ ચગાવીને ઉતરાયણની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ડીવાયએસપી જે.વી.ઝાલા, રાજેન્દ્ર દેવધા સહિત LCB અને SOG ના પી.આઈ તેમજ વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર રહ્યા હતા. પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત પતંગ મહોત્સવમાં […]
અમરાઈવાડીની બે શાળાઓમાં વિદ્યાર્થીઓએ શિક્ષકો સાથે માણ્યો પતંગોત્સવ
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલી રૂપાબા વિદ્યામંદિર અને સનફ્લાવર ઈંગ્લિશ સ્કૂલમાં મકરસંક્રાંતિ નિમિત્તે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના આચાર્ય આર.ડી. દરજીએ વિદ્યાર્થીઓને મકરસંક્રાંતિનું જીવનમાં રહેલું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને આશીર્વચન આપતા જણાવ્યું કે તેમના જીવનરૂપી પતંગ હંમેશા નવી ઊંચાઈઓ સર કરે. કાર્યક્રમમાં શાળાના સંચાલક […]