શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં તારીખ. ૨૦-૨-૨૫ ને ગુરુવાર થી ગુજરાત ગવર્મેન્ટ અને કે. સી. જી આયોજિત ફિનિશિંગ સ્કુલ ટ્રેનિંગ સ્પોકન પ્રોગ્રામનો સમાપન કરવામાં આવ્યો તેના ટ્રેનર તરીકે અરવલ્લી થી રાજદીપ કટારા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવેલ છે. જેમાં કોલેજની ૩૫ વિદ્યાર્થીની બહેનો જોડાયેલ છે. ચુડાસમા આરતી તથા […]
Author: JKJGS
ફીના અભાવે અટક્યું શિક્ષણ, આઈ.સી.ડી.એસ.ના સ્ટાફે વ્યવસ્થા કરી આપતા કિશોરી ફરી સ્કૂલે જવા લાગી
ગોંડલમાં આઈ.સી.ડી.એસ.ના સ્ટાફની પહેલથી કિશોરીનું ભણવાનું ફરી શરૂ થયું ગોંડલ સિટીમાં એક કિશોરીનો અભ્યાસ એટલા માટે અટકી ગયો હતો કે, પરિવાર પાસે સ્કૂલની બાકી ફી ભરવાના પૈસા નહોતા. આઈ.સી.ડી.એસ.ના સ્ટાફના ધ્યાનમાં આ બાબત આવતાં, તેમણે એક સપ્તાહ સુધી જહેમત ઉઠાવીને બાકીના ફીનાં નાણાંની વ્યવસ્થા કરી આપી અને કિશોરીનો અભ્યાસ પુનઃ શરૂ કરાવ્યો છે. જેના લીધે આજથી આ […]
રાજકોટ સરકારી પોલીટેક્નિક દ્વારા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય પ્રદાન કરાઈ
દેશના વિકાસ માટે ઇનોવેશન આવશ્યક પ્રેરક બળ છે, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોલેજમાં અભ્યાસ કરતા યુવાનોને આત્મનિર્ભર બનવા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે સરકારશ્રીએ અનેકવિધ યોજનાઓ અમલી કરી છે. જે અન્વયે રાજકોટ ખાતેની સરકારી પોલીટેક્નિકના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી (SSIP) સેલ દ્વારા ગુજરાત નોલેજ સોસાયટી (GKS) ગાંધીનગરના સહયોગથી વિશેષ કાર્યક્રમનું […]
અધિક પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠક યોજાઈ
જનજાગૃતિ વ્યાપક બનાવી ડ્રગ્સના દુષણ સામે સૌ મળી સાથે લડીએ અને સોફ્ટ ટાર્ગેટ એવા યુવા છાત્રોને બચાવીએ – જે.સી.પી. શ્રી મહેન્દ્ર બગડિયા રાજ્ય સરકાર ડ્રગ્સના દુષણને ડામી દેવા કટિબદ્ધ છે, ત્યારે રાજકોટ શહેરમાં ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ શહેર નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટર (નાર્કોડ)ની બેઠક અધિક પોલીસ કમિશનરશ્રી મહેન્દ્ર બગડિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. શહેરમાં શાળા, કોલેજ, […]
કચરો કચરા પેટીમાં નાખી ભવનાથની પવિત્ર ભૂમિને સ્વચ્છ અને સુંદર રાખવા મહંતશ્રી હરિગીરી બાપુનો નાગરિકોને અનુરોધ
મહાશિવરાત્રીના મેળામા આવતા શ્રદ્ધાળુઓ જ્યાં ત્યાં કચરો ન ફેકે, કચરો ફક્ત કચરાપેટીમાં જ નાખી ભવનાથની આ પવિત્ર ભૂમિને સુંદર અને સ્વચ્છ રાખે તેવી અપીલ ભવનાથના મહંત શ્રી હરિગીરી બાપુએ કરી છે. રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર સ્વચ્છતા માટે કટિબદ્ધ છે ત્યારે મહાશિવરાત્રીના મેળામાં આવતા ભાવિકો મેળામાં સ્વચ્છતા જાળવી તંત્રને સહયોગ આપે તેવી અપીલ મહંતશ્રીએ […]
જેતપુર પાલિકાના પ્રમુખ પદ માટે સોદાબાજીના કારણે નવા જૂનીના એંધાણ
વેપારી, ઉદ્યોગપતિઓ, વિવિધ સમાજના આગેવાનો પણ પ્રમુખ પદ માટે સ્ત્રી સામાન્યમાંથી ન પસંદ થાય તેવું ઇચ્છી રહ્યા છે.. રાજકારણ માં ક્યાં શું બને તે નક્કી કહેવાય નહીં રાજકારણમાં વાયદા ઉપર વાયદાઓ પડતા હોય છે. સોદાબાદીના કારણે રાજકારણ ગંદુ બની ગયું છે. તેવું જ રાજકારણ જેતપુરનું જગ જાહેર જોવા મળી રહ્યું છે. પહેલેથી જ કમિટમેન્ટ કરી […]
જામનગર: રોજનું રોજ કરતા યુવાનના GST નંબરમાં દોઢ વર્ષમાં ૩૭ કરોડના બીલ, કેવી રીતે શક્ય છે ?
જામનગર અપડેટ્સ: જામનગરમાં હરિયા કોલેજ પાછળ રહેતા અને છૂટક ડ્રાઈવિગ કરતા એક યુવાનના બેંક એકાઉન્ટમાં છેલ્લા દોઢ વર્ષમાં ૩૭ કરોડના વ્યવહાર થયા છે. ધંધો શરુ કરવા માટે યુવાને આપેલ પોતાના ડોક્યુમેન્ટના સહારે ભાગીદાર બનવા માંગતા ભાવનગરી શખ્સે ૩૭ કરોડના વ્યવહારોને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ભાવનગરના યુવાન સાથે કેવી રીતે મળ્યો જામનગરનો યુવાન ? […]
આજ નું રાશિફળ (21/02/2025)
મેષ આજના દિવસે તમારા સ્વાસ્થયની સંભાળ લો અને પરિસ્થિતિને થાળે પાડો. આજે કોઈ ની પણ મદદ વગર તમે પોતે ધન કમાવા માં સક્ષમ હશો. આજે તમે નવા ઉત્સાહ સાથે બહાર નીકળશો કેમ કે તમને તમારા પરિવારના સભ્યો તથા મિત્રો તરફથી સહકાર મળશે. તમારે તમારૂં શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ-કારણ કે આજે તમારૂં પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ […]
ર૧ ફેબ્રુઆરી, વિશ્વ માતૃભાષા દિવસ.
મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે નર્મદ.. ભાષાનું જ્ઞાન, જ્ઞાનનો દ્વાર છે અમારી પડોશમાં રહેતાં એક નિવૃત વિદ્વાન વિજ્ઞાન શિક્ષક તેના મિત્ર સાથે અંગ્રેજીમાં વાતો કરતાં મેં ગુજરાતી ભાષાનો આગ્રહ રાખતાં તેણે સ્પષ્ટ કહ્યું કે અંગ્રેજીના પ્રયોગ ન કરીએ તો સમાજ આપણને સાવ ડોબા( ઈડિયટ) જેવા ગણે. […]
માળીયાહાટીના તાલુકાનુ વિસણવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ચાલતી ઈન સ્કુલ યોજના અંતર્ગત તામિલ લઈ રહેલા વોલીબોલ અન્ડર 17 ભાઈઓ ખેલ મહાકુંભ 3.O સૌરાષ્ટ્ર ઝોન કક્ષા ની વોલીબોલ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક લાવી
માળીયાહાટીના તાલુકાનુ વિસણવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ચાલતી ઈન સ્કુલ યોજના અંતર્ગત તામિલ લઈ રહેલા વોલીબોલ અન્ડર 17 ભાઈઓ વિભાગમાં ખેલાડીઓએ જુનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી ખેલ મહાકુંભ 3.O સૌરાષ્ટ્ર ઝોન કક્ષા ની વોલીબોલ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક લાવી જુનાગઢ જિલ્લાનું નામ રોશન કર્યું છે. એમાંના ખેલાડી હરેશ ચૌહાણ કે જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત […]










